Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Bangladesh T20 World Cup Boycott : T20 વર્લ્ડ કપ નહીં રમે બાંગ્લાદેશ, ભારત સામે વિરોધ

વિશ્વ ક્રિકેટમાં એક મોટી દુર્ઘટનાના એંધાણ વર્તાઈ રહ્યા છે. એક એશિયન દેશે સુરક્ષાનું કારણ આગળ ધરીને આગામી સૌથી મોટી ટુર્નામેન્ટ રમવાનો સાફ ઇનકાર કરી દીધો છે. સરકાર અને બોર્ડે સ્પષ્ટ કહી દીધું છે કે જ્યાં સુધી વેન્યુ બદલવામાં નહીં આવે, ત્યાં સુધી ટીમ પ્લેનમાં નહીં બેસે. ICC ની તમામ ધમકીઓ પણ બેઅસર સાબિત થઈ છે. આખરે કોણ છે આ દેશ અને શું છે તેમનો અસલી ઈરાદો?
bangladesh t20 world cup boycott   t20 વર્લ્ડ કપ નહીં રમે બાંગ્લાદેશ  ભારત સામે વિરોધ
Advertisement
  • Bangladesh T20 World Cup Boycott : ICC મુશ્કેલીમાં
  • બાંગ્લાદેશે T20 વર્લ્ડ કપ રમવાની સત્તાવાર ના પાડી
  • ભારતને બદલે શ્રીલંકામાં મેચ રમાડવાની માંગ કરી
  • સુરક્ષાના કારણો આગળ ધરીને સરકાર મક્કમ
  • આસિફ નઝરૂલે કહ્યું- ICCના દબાણમાં નહીં ઝૂકીએ

Bangladesh T20 World Cup Boycott : ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો છે. બાંગ્લાદેશ સરકાર (Bangladesh Government) એ સત્તાવાર રીતે આગામી T20 વર્લ્ડ કપ (T20 World Cup) ના બહિષ્કારની જાહેરાત કરી દીધી છે. સુરક્ષાના કારણો અને રાજકીય તણાવને આગળ ધરીને લેવાયેલા આ નિર્ણયે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે. ICC ની ચેતવણી અને અલ્ટીમેટમ છતાં બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) અને વચગાળાની સરકાર પોતાના નિર્ણય પર અડગ છે.

Bangladesh T20 World Cup Boycott : ભારત નહીં તો શ્રીલંકા

બાંગ્લાદેશની વચગાળાની સરકારે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે જ્યાં સુધી ટુર્નામેન્ટનું વેન્યુ (Venue) ભારતથી બદલીને શ્રીલંકા (Sri Lanka) કરવામાં નહીં આવે, ત્યાં સુધી તેમની ટીમ વર્લ્ડ કપમાં ભાગ નહીં લે. ICC એ અગાઉ સ્પષ્ટતા કરી હતી કે મેચો ભારતની બહાર ખસેડવામાં નહીં આવે, તેમ છતાં બાંગ્લાદેશે પીછેહઠ કરવાનો ઇનકાર કર્યો છે. આ જક્કી વલણને કારણે હવે એશિયન ટીમોની ભાગીદારી અને ટુર્નામેન્ટના શેડ્યૂલ (Tournament Schedule) પર પણ સવાલો ઉભા થયા છે.

Advertisement

Advertisement

Bangladesh T20 World Cup Boycott : "અમે દબાણમાં નહીં ઝૂકીએ"

ખેલાડીઓ સાથેની એક મહત્વપૂર્ણ બેઠક બાદ બાંગ્લાદેશના રમતગમત સલાહકાર આસિફ નઝરૂલ (Asif Nazrul) એ ICC પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, "ICC એ બાંગ્લાદેશ સાથે ન્યાય કર્યો નથી અને ખેલાડીઓની સુરક્ષા (Players Security) ને નજરઅંદાજ કરવામાં આવી રહી છે." તેમણે વધુમાં ઉમેર્યું કે સરકાર, ક્રિકેટ બોર્ડ અને ખેલાડીઓનો મત એક જ છે કે સુરક્ષા સાથે કોઈ પણ સંજોગોમાં સમજૂતી કરવામાં આવશે નહીં. તેમણે દુનિયાને ચેતવણી આપતા કહ્યું કે જો બાંગ્લાદેશ વર્લ્ડ કપ નહીં રમે તો તેના ગંભીર પરિણામો આવશે, પરંતુ તેઓ કોઈના દબાણમાં ઝૂકશે નહીં.

વર્લ્ડ કપ પર સંકટના વાદળો

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) એ પુનરોચ્ચાર કર્યો છે કે વર્તમાન સંજોગોમાં ભારત જઈને રમવું સુરક્ષિત નથી. ICC ના કડક વલણ સામે બાંગ્લાદેશની આ હઠને કારણે હવે ટકરાવની સ્થિતિ સર્જાઈ છે. હવે ક્રિકેટ વિશ્વની નજર ICC ના આગામી પગલાં પર મંડાયેલી છે કે શું તેઓ બાંગ્લાદેશની માંગ સ્વીકારશે કે પછી બાંગ્લાદેશ વિના જ ટુર્નામેન્ટ યોજાશે?

આ પણ વાંચો : Abhishek Sharma Batting : સિનિયર્સ ફેલ, પણ અભિષેક શર્મા પાસ! તોફાની ફિફ્ટી

Tags :
Advertisement

.

×