Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

ICC T20 World Cup : વિશ્વ વિજેતા ટીમ ઇન્ડિયા સિદ્ધિવિનાયક ના શરણે, ટ્રોફી સાથે કરી પૂજા

મેદાન પર વિરોધી ટીમોને ધૂળ ચટાડ્યા બાદ હવે ભારતીય ટીમના શૂરવીરો શ્રદ્ધાના માર્ગે જોવા મળ્યા છે. વિશ્વ વિજેતા બન્યાના પાંચ દિવસ પછી પણ આ જીતની ગુંજ શાંત થઈ નથી. ટ્રોફી હાથમાં લઈને જ્યારે કોચ અને કેપ્ટન શ્રદ્ધાના દ્વારે પહોંચ્યા, ત્યારે ત્યાં હાજર સૌ કોઈ ભાવવિભોર થઈ ગયા હતા.
icc t20 world cup   વિશ્વ વિજેતા ટીમ ઇન્ડિયા સિદ્ધિવિનાયક ના શરણે  ટ્રોફી સાથે કરી પૂજા
Advertisement
  • બાપ્પાના શરણે ICC T20 World Cup વિજેતા ટીમ ઈન્ડિયા!
  • મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં ગંભીર-સૂર્યાની પૂજા
  • વર્લ્ડ કપ ટ્રોફી સાથે બાપ્પાના લીધા આશીર્વાદ
  • જીતના 5 દિવસ બાદ પણ વિજયી ઉત્સવ યથાવત
  • અગાઉ અમદાવાદના હનુમાન મંદિરે લીધા હતા આશીર્વાદ
  • સોશિયલ મીડિયા પર પૂજાનો વીડિયો થયો જોરદાર વાયરલ

T20 World Cup 2026 : આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2026 (ICC T20 World Cup 2026) માં ઐતિહાસિક જીત મેળવ્યા બાદ પણ સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ યથાવત છે. ભારતીય ટીમની આ શાનદાર સફળતા બાદ મુખ્ય કોચ ગૌતમ ગંભીર (Gautam Gambhir) અને કેપ્ટન સૂર્યકુમાર યાદવે (Suryakumar Yadav) આર્થિક રાજધાની મુંબઈના પ્રસિદ્ધ શ્રી સિદ્ધિવિનાયક મંદિરમાં (Siddhivinayak Temple) માથું ટેકવ્યું હતું. વર્લ્ડ કપ જીત્યાના પાંચ દિવસ બાદ પણ ખેલાડીઓમાં અને ચાહકોમાં આ જીતનો જશ્ન ઓછો થયો નથી.

Advertisement

ન્યૂઝ એજન્સી ANI દ્વારા સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં ગૌતમ ગંભીર અને સૂર્યકુમાર યાદવ વર્લ્ડ કપની ચમકતી ટ્રોફી સાથે ભગવાન ગણેશની મૂર્તિ સામે પૂજા-અર્ચના કરતા જોવા મળે છે. આ ભક્તિમય મુલાકાત દરમિયાન બંનેએ ટ્રોફી સાથે તસવીરો પણ ખેંચાવી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થયો છે, જેમાં ખેલાડીઓનો વિજય અને શ્રદ્ધાનો સંગમ સ્પષ્ટપણે દેખાય છે.

Advertisement

ICC T20 World Cup વિનર ટીમે હનુમાન મંદિરે લીધા હતા આશીર્વાદ 

નોંધઅગાઉ નીય છે કે, ટી20 વર્લ્ડ કપની ફાઈનલ જીત્યાના થોડા સમય બાદ જ હેડ કોચ અને કેપ્ટન બીસીસીઆઈ (BCCI) સચિવ જય શાહ (Jay Shah) સાથે અમદાવાદના પ્રસિદ્ધ હનુમાન ટેકરી મંદિરે પહોંચ્યા હતા. રસપ્રદ વાત એ છે કે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં મેચ પૂરી થયા બાદ અને તમામ મીડિયા વિધિઓ પતાવ્યા પછી ટીમ ઇન્ડિયાના સભ્યો પગપાળા જ મંદિર સુધી ગયા હતા અને ભગવાનના આશીર્વાદ લીધા હતા.

ભારતીય ટીમની આ જીત વર્ષોની મહેનતનું પરિણામ છે અને ખેલાડીઓ પોતાની આ સફળતાને ઈશ્વરની કૃપા માનીને અલગ-અલગ મંદિરોમાં શ્રદ્ધા સુમન અર્પણ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ચાહકો પણ ગંભીર અને સૂર્યાના આ અંદાજને ખૂબ પસંદ કરી રહ્યા છે.

આ પણ વાંચો : Naman Awards 2026 : આ ખેલાડીઓને મળશે BCCI નું સૌથી મોટું સન્માન

Tags :
Advertisement

.

×