Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

IND vs PAK: ICC ની આ મોટી જાહેરાત, આ તારીખે રમાશે મહામુકાબલો!

ક્રિકેટ મેદાન પર જ્યારે ભારત અને પાકિસ્તાનની ટીમો આમને-સામને હોય ત્યારે દબાણ માત્ર ખેલાડીઓ પર જ નહીં પણ અમ્પાયરો પર પણ હોય છે. ICC એ 2026 ના T20 વર્લ્ડ કપ માટે આ મહાજંગની જવાબદારી જે બે અમ્પાયરોને સોંપી છે, તેમનો ટ્રેક રેકોર્ડ ઘણું બધું કહી જાય છે. કોલંબોમાં રમાનારી આ મેચમાં કયા ભારતીય ચહેરાઓ આખી ટુર્નામેન્ટમાં પંચ તરીકે દેખાશે તે જાણવું રસપ્રદ રહેશે.
ind vs pak  icc ની આ મોટી જાહેરાત  આ તારીખે રમાશે મહામુકાબલો
Advertisement
  • ICC એ ભારત-પાકિસ્તાનને લઇને કરી મોટી જાહેરાત (IND vs PAK)
  • કોલંબોમાં 15 ફેબ્રુઆરીએ રમાશે ભારત-પાકિસ્તાન વચ્ચે રોમાંચક મેચ
  • કુમાર ધર્મસેના અને રિચાર્ડ ઇલિંગવર્થ સંભાળશે ફિલ્ડ અમ્પાયરની કમાન
  • ICC એ ગ્રુપ સ્ટેજ માટે કુલ 24 મેચ અધિકારીઓની યાદી કરી જાહેર

ક્રિકેટ ચાહકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે ICC T20 વર્લ્ડ કપ 2026 નો પ્રારંભ 7 ફેબ્રુઆરીથી થવા જઈ રહ્યો છે. આ ટુર્નામેન્ટમાં 15 ફેબ્રુઆરીએ શ્રીલંકાના કોલંબો ખાતે રમાનારી ભારત અને પાકિસ્તાન (India vs Pakistan) વચ્ચેની ગ્રુપ-A મેચ પર આખી દુનિયાની નજર છે. આ હાઈ-પ્રોફાઈલ મેચ પૂર્વે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ 30 જાન્યુઆરીના રોજ ગ્રુપ સ્ટેજની મેચો માટે ઓફિશિયલ મેચ અધિકારીઓની યાદી જાહેર કરી છે.

IND vs PAK  : ભારત-પાક મેચ માટે આની કરાઇ જાહેરાત

ભારત અને પાકિસ્તાન વચ્ચેના જંગમાં મેદાન પર કડક નજર રાખવા માટે ICC એ અનુભવી અમ્પાયરોની પસંદગી કરી છે. આ મેચમાં ફિલ્ડ અમ્પાયર તરીકે શ્રીલંકાના કુમાર ધર્મસેના (Kumar Dharmasena) અને ઇંગ્લેન્ડના રિચાર્ડ ઇલિંગવર્થ (Richard Illingworth) ફરજ બજાવશે. આ બંને અમ્પાયરો આંતરરાષ્ટ્રીય સ્તરે અત્યંત વિશ્વસનીય અને ચોકસાઈ માટે જાણીતા છે.

Advertisement

Advertisement

કુલ 24 અધિકારીઓની ટીમ

ICC એ ગ્રુપ સ્ટેજની મેચો માટે કુલ 24 મેચ અધિકારીઓની (Match Officials) જાહેરાત કરી છે, જેમાં 6 મેચ રેફરી અને 20 ફિલ્ડ અમ્પાયરનો સમાવેશ થાય છે. આ યાદીમાં ભારત તરફથી પણ પ્રતિનિધિત્વ જોવા મળી રહ્યું છે. રેફરીની યાદીમાં ભારતના દિગ્ગજ જવાગલ શ્રીનાથ (Javagal Srinath) સામેલ છે, જ્યારે અમ્પાયરોની પેનલમાં નીતિન મેનન (Nitin Menon), જયરામન મદનગોપાલ અને કે.એન. એ. પદ્મનાભન જેવા ભારતીય નામ જોવા મળ્યા છે.

નોંધનીય છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ માત્ર રમત નથી, પરંતુ કરોડો ચાહકોની લાગણી છે, જેના કારણે કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે યોજાનારી આ ટક્કર માટે અભૂતપૂર્વ તૈયારીઓ કરવામાં આવી રહી છે. ICC દ્વારા અમ્પાયરોની જાહેરાત બાદ હવે આયોજકો સ્ટેડિયમની સુવિધા અને પ્રેક્ષકોની ક્ષમતા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. હાઈ-વોલ્ટેજ મેચ હોવાથી શ્રીલંકન ક્રિકેટ બોર્ડ અને ICC દ્વારા સુરક્ષાના કડક પ્રોટોકોલ (Security Protocol) પણ નક્કી કરવામાં આવ્યા છે. દુનિયાભરના પ્રેક્ષકો આ દિવસે ટેલિવિઝન અને ડિજિટલ પ્લેટફોર્મ પર રેકોર્ડબ્રેક સંખ્યામાં જોડાય તેવી શક્યતા હોવાથી બ્રોડકાસ્ટિંગની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

આ પણ વાંચો :  Suryakumar Yadav એરપોર્ટ પર Sanju Samson માટે બોડીગાર્ડ બન્યા

Tags :
Advertisement

.

×