IND vs ENG Semi Final 2026 : ભારત-ઇંગ્લેન્ડ સતત ત્રીજી સેમિફાઇનલમાં આમને-સામને! ટીમ ઈન્ડિયા માટે ફિલ્ડિંગ ચિંતાનો વિષય
- IND vs ENG Semi Final 2026
- આજે T 20 World Cup ની બીજી સેમિફાઇનલ
- ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે સેમિફાઇનલ મેચ
- બન્ને ટીમો વચ્ચે મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં મેચ
- બન્ને ટીમો વચ્ચે ટાંકાની ટક્કર જેવી સ્થિતિ
- જે ટીમ જીતશે તે સીધી ફાઇનલમાં રમશે મેચ
- બન્ને ટીમના ખેલાડીઓ જબરદસ્ત ફોર્મમાં
- T-20 વર્લ્ડકપની ફાઇનલ મેચ 8 માર્ચે
- અમદાવાદના નમો સ્ટેડિયમમાં ફાઇનલ મેચ
IND vs ENG Semi Final 2026 : ટીમ ઇન્ડિયા T20 વર્લ્ડ કપ 2026 માં વિશ્વ વિજેતા બનવાના પોતાના મિશન (Mission) માં એક નિર્ણાયક વળાંક પર આવીને ઉભી છે. હવે ટ્રોફી અને ભારતીય ટીમ વચ્ચે માત્ર બે ડગલાંનું અંતર છે. પરંતુ, ફાઇનલની ટિકિટ કન્ફર્મ કરતા પહેલા ભારત સામે ઇંગ્લેન્ડના પડકારની એક મજબૂત દીવાલ છે. આજે 5 માર્ચે મુંબઈના ઐતિહાસિક વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાનારી આ બીજી સેમિફાઇનલ (Semi-final) મેચ ભારત માટે અગ્નિપરીક્ષા સમાન સાબિત થશે.
સેમિફાઇનલમાં સતત ત્રીજી વખત ટક્કર
ક્રિકેટના ઇતિહાસમાં આ એક રસપ્રદ સંયોગ છે કે ભારત અને ઇંગ્લેન્ડની ટીમો સતત ત્રીજી વખત T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં આમને-સામને છે. આ પહેલા 2022 અને 2024માં પણ બંને ટીમો આ જ તબક્કે ટકરાઈ હતી, જેમાં બંનેએ એક-એક જીત મેળવીને સરભર સ્કોર રાખ્યો છે. આ વખતે જે ટીમ જીતશે, તે સીધી 8 માર્ચે અમદાવાદના નમો સ્ટેડિયમ (Narendra Modi Stadium) ખાતે રમાનારી ફાઇનલમાં પ્રવેશ કરશે.
આંકડાઓની દ્રષ્ટિએ કોણ મજબૂત?
જો આપણે રેકોર્ડ્સ (Records) પર નજર કરીએ તો, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 29 T20 આંતરરાષ્ટ્રીય મેચો રમાઈ છે. જેમાં ભારતનો પલડુ થોડું ભારે છે:
- ભારતની જીત: 17
- ઇંગ્લેન્ડની જીત: 12
વર્લ્ડ કપના ઈતિહાસમાં પણ બંને ટીમો 5 વખત ટકરાઈ છે, જેમાંથી ભારત 3 વખત અને ઇંગ્લેન્ડ 2 વખત વિજયી બન્યું છે. ભારતીય ટીમ છઠ્ઠી વખત સેમિફાઇનલમાં પહોંચી છે, જ્યારે ઇંગ્લેન્ડની ટીમ સતત પાંચમી વખત અંતિમ ચારમાં સ્થાન બનાવવામાં સફળ રહી છે.
All roads lead to the iconic Wankhede Stadium 🛣️🏟️
The semi-final beckons for #TeamIndia 🇮🇳#T20WorldCup | #MenInBlue | #ENGvIND pic.twitter.com/lMnfegdjWg
— BCCI (@BCCI) March 4, 2026
આ પણ વાંચો : IND vs ENG : Sam Curran નો ખુલ્લો પડકાર - વાનખેડે સ્ટેડિયમમાં ગુરુવારે શાંતિ હશે!
ટીમ ઇન્ડિયાની સૌથી મોટી નબળાઈ: નબળી ફિલ્ડિંગ
ભારતીય ચાહકો માટે જીતની આશા વચ્ચે એક મોટો ડર (Fear) સતાવી રહ્યો છે, અને તે છે ટીમની ફિલ્ડિંગ (Fielding). આ ટુર્નામેન્ટમાં ટીમ ઇન્ડિયાએ અત્યાર સુધીમાં સૌથી વધુ 17 કેચ છોડ્યા છે, જે કોઈપણ ટીમ કરતા વધુ છે. શ્રીલંકા 11 કેચ સાથે બીજા ક્રમે છે. બોલિંગ કોચ મોર્ને મોર્કેલે પણ સ્વીકાર્યું છે કે ખેલાડીઓ મેદાન પર 15-20 રન વધારાના આપી રહ્યા છે. ઇંગ્લેન્ડ જેવી આક્રમક ટીમ સામે એક કેચ છોડવો કે નબળી ફિલ્ડિંગ કરવી ભારતને ભારે પડી શકે છે.
બંને ટીમોની સંભવિત પ્લેઈંગ ઈલેવન (Probable Playing XI)
ભારત: સૂર્યકુમાર યાદવની કેપ્ટન્સી હેઠળની ટીમમાં સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, ઇશાન કિશન, હાર્દિક પંડ્યા, તિલક વર્મા, શિવમ દુબે, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ અને વરુણ ચક્રવર્તીનો સમાવેશ થઈ શકે છે.
ઇંગ્લેન્ડ: હેરી બ્રુકના નેતૃત્વમાં ફિલ સોલ્ટ, જોસ બટલર (વિકેટકીપર), જેકબ બેથેલ, ટોમ બેન્ટન, સેમ કુરન, વિલ જેક્સ, લિયામ ડોસન, રેહાન અહેમદ, જોફ્રા આર્ચર અને આદિલ રશીદ મેદાનમાં ઉતરી શકે છે.
વાનખેડેની પીચ બેટ્સમેનો માટે પરફેક્ટ માનવામાં આવે છે, તેથી આજે સાંજે 7:00 વાગ્યે શરૂ થનારી આ મેચમાં રનોનો વરસાદ (High-scoring match) જોવા મળી શકે છે. શું સૂર્યા બ્રિગેડ ફિલ્ડિંગની નબળાઈ સુધારીને 2024નો ઇતિહાસ દોહરાવશે? તે જોવું રસપ્રદ રહેશે.
આ પણ વાંચો : T20 World Cup ની સેમીફાઈનલમાં વરસાદ પડ્યો તો કઈ ટીમ જશે ફાઈનલમાં? જાણો નિયમ


