IND vs USA Live : ભારતીય બોલરો સામે અમેરિકન બેટ્સમેનો નતમસ્તક,ઇન્ડિયાએ 29 રને હરાવીને વર્લ્ડકપમાં કરી ધમાકેદાર શરૂઆત
IND vs USA Live : મુંબઈના ઐતિહાસિક વાનખેડે સ્ટેડિયમ ખાતે શનિવારે (7 ફેબ્રુઆરી) રમાયેલા ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026ના મુકાબલામાં ભારતે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા (USA) ને 29 રનથી પરાજય આપ્યો છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે સૂર્યકુમાર યાદવની અણનમ 84 રનની વિસ્ફોટક ઇનિંગની મદદથી યુએસએ સામે 162 રનનો પડકારજનક લક્ષ્યાંક રાખ્યો હતો. જવાબમાં અમેરિકન ટીમ ભારતીય બોલરોની ધારદાર બોલિંગ સામે ટકી શકી નહોતી અને નિર્ધારિત 20 ઓવરમાં માત્ર 132 રન જ બનાવી શકી હતી. ભારત તરફથી મોહમ્મદ સિરાજે 3 મહત્વની વિકેટ ઝડપી હતી, જ્યારે અક્ષર પટેલ અને અર્શદીપ સિંહે 2-2 વિકેટ લઈને અમેરિકાની કમર તોડી નાખી હતી.
ભારતીય ટીમનું નેતૃત્વ સૂર્યકુમાર યાદવ કરી રહ્યા છે, જ્યારે પ્લેઇંગ XIમાં અભિષેક શર્મા, ઇશાન કિશન (વિકેટકીપર), તિલક વર્મા, રિંકુ સિંહ, હાર્દિક પંડ્યા, શિવમ દુબે અને અક્ષર પટેલ જેવા ખેલાડીઓ સામેલ છે. જસપ્રીત બુમરાહ તબીયતને કારણે અથવા આરામને લીધે આ મેચમાંથી બહાર છે. બીજી તરફ USA ટીમમાં મોનાંક પટેલ (કેપ્ટન), એન્ડ્રીસ ગાઉસ (વિકેટકીપર), હરમીત સિંહ અને સૈતેજા મુક્કામલ્લા જેવા મુખ્ય ખેલાડીઓ છે, જે ભારત સામે પડકાર ઊભો કરવા તૈયાર છે.
અમેરિકાને છેલ્લી 2 ઓવરમાં 51 રનની જરૂર
February 7, 2026 10:33 pm
18 ઓવરના અંતે અમેરિકાનો સ્કોર 111/7 છે. અર્શદીપ સિંહે તેનો સ્પેલ પૂરો કર્યો છે, જ્યારે હાર્દિક પંડ્યાએ પણ કરકસરભરી બોલિંગ કરી છે. હવે જીતવા માટે માત્ર 12 બોલમાં 51 રન કરવાના છે, એટલે કે રિક્વાયર્ડ રન રેટ 25.5 પર પહોંચી ગયો છે. મેચ હવે ઔપચારિકતા માત્ર રહી છે.
અમેરિકાની 7મી વિકેટ પડી, ભારત વિજયની નજીક
February 7, 2026 10:30 pm
ભારતે આપેલા 161 રનના લક્ષ્યાંક સામે અમેરિકાનો સ્કોર 17.4 ઓવરમાં 110/7 થઈ ગયો છે. અર્શદીપ સિંહે વધુ એક સફળતા અપાવી છે. હવે અમેરિકાને જીતવા માટે માત્ર 14 બોલમાં 52 રનની જરૂર છે, જે અશક્ય જેવું લાગે છે. ભારત આ મેચ જીતવા માટે હવે માત્ર ગણતરીની મિનિટો જ દૂર છે.
જીતવા માટે પ્રતિ ઓવર 20 રનની જરૂર
February 7, 2026 10:28 pm
17.1 ઓવરના અંતે અમેરિકાનો સ્કોર 105/6 છે. હવે મેચ સંપૂર્ણપણે ભારતના પક્ષમાં ઝૂકી ગઈ છે, કારણ કે યુએસએને જીતવા માટે છેલ્લી 17 બોલમાં 57 રન ફટકારવાના છે. રિક્વાયર્ડ રન રેટ 20ને પાર કરી ગયો છે, જે અત્યંત મુશ્કેલ લક્ષ્યાંક છે.
100 રનમાં 6 વિકેટ
February 7, 2026 10:22 pm
મેચ હવે સંપૂર્ણપણે ભારતની મુઠ્ઠીમાં છે. 16 ઓવરના અંતે અમેરિકાનો સ્કોર 100/6 છે અને જીતવા માટે 24 બોલમાં 62 રનની જરૂર છે. વરુણ ચક્રવર્તી અને અક્ષર પટેલે 4-4 ઓવરના સ્પેલ પૂરા કરી મેચ પર ભારતનો વિજય નિશ્ચિત કરી દીધો છે.
અમેરિકાની અડધી ટીમ પેવેલિયન ભેગી
February 7, 2026 10:19 pm
ભારતીય સ્પીનર અક્ષર પટેલે ભારતને મોટી સફળતા અપાવી છે. 98 રનના સ્કોર પર અમેરિકાની 5મી વિકેટ પડી છે, જેના કારણે હવે યુએસએ માટે મેચમાં વાપસી કરવી અત્યંત મુશ્કેલ બની ગઈ છે
અમેરિકા મુશ્કેલીમાં, જીતવા માટે 41 બોલમાં 78 રનની જરૂર
February 7, 2026 10:09 pm
અમેરિકાનો સ્કોર 13.1 ઓવરમાં 4 વિકેટ પર 84 રન છે. સંજય ક્રિષ્નામૂર્તિ 32 રને અને શુભમ રંજને 5 રને ક્રીઝ પર છે. અક્ષર પટેલ અને હાર્દિક પંડ્યા કસીને બોલિંગ કરી રહ્યા છે, હવે યુએસએને જીતવા માટે પ્રતિ ઓવર 11.41ની એવરેજથી રન બનાવવા પડશે.
અમેરિકાના 10 ઓવરમાં 49 રન
February 7, 2026 9:53 pm
અમેરિકાની ટીમે ભારત સામેની મેચમાં 10 ઓવરના અંતે 3 વિકેટના નુકસાને 49 રન નોંધાવ્યા છે, જેમાં મિલિંદ કુમાર 28 બોલમાં 28 રન અને સંજય કૃષ્ણમૂર્તિ 14 બોલમાં 10 રન બનાવીને ક્રિઝ પર અણનમ રહ્યા છે. શરૂઆતી વિકેટો ગુમાવ્યા બાદ આ બંને બેટ્સમેનોએ ભારતીય બોલિંગ આક્રમણ સામે લડત આપીને ઇનિંગ્સને સ્થિર કરવાનો પ્રયાસ કર્યો છે, જોકે રન બનાવવાની ગતિ અત્યારે 4.90 પ્રતિ ઓવર જેટલી ધીમી હોવાથી મેચમાં જીત મેળવવા માટે તેમણે આગામી ઓવરોમાં વધુ આક્રમક રમત બતાવવી પડશે.
અમેરિકાનો પાંચ ઓવરમાં 24 રન
February 7, 2026 9:32 pm
અમેરિકાનો પાંચ ઓવરમાં 25 રન અને 3 વિકેટ મિલિંદ અને સંજ્ય ક્રિઝ પર રમી રહ્યા છે છઠ્ઠી ઓવર સિરાજ નાંખી રહ્યો છે.
અમેરિકાની ત્રીજી વિકેટ પણ ગઈ
February 7, 2026 9:23 pm
ત્રીજી ઓવરમાં મોહમ્મદ સિરાજે ભારતને મહત્વની સફળતા અપાવી છે. સાઈતેજા મુક્કામલ્લા, વરુણ ચક્રવર્તીના હાથે કેચ આઉટ થઈને પેવેલિયન પરત ફર્યા છે. આ વિકેટ સાથે ભારતીય ટીમ હવે મેચમાં મજબૂત સ્થિતિમાં જણાતી હોય તેવું લાગે છે.
અમેરિકાની 3 ઓવરમાં બે વિકેટ પડી
February 7, 2026 9:21 pm
અમેરિકાની 3 ઓવરમાં બે વિકેટ પડી
ભારતે અમેરિકાને 162નો આપ્યો ટાર્ગેટ
February 7, 2026 8:52 pm
સૂર્ય કુમાર યાદવે કેપ્ટન ઈનિંગ રમી, 49 બોલ રમીને 84 રન ફટકાર્યા, ભારતે 20 ઓવરમાં કુલ 161 રન ફટકારીને અમેરિકાને 162 રનનો આપ્યો ટાર્ગેટ
અર્શદીપ સિંહ આઉટ
February 7, 2026 8:45 pm
વાન શૉલ્કવીકે શાનદાર સ્પેલનો અંત લાવતા ભારતની વધુ એક વિકેટ ઝડપી છે. અર્શદીપ સિંહ મિલિંદ કુમારના હાથે કેચ આઉટ થઈ પેવેલિયન પરત ફર્યા છે.
અક્ષર પટેલ આઉટ
February 7, 2026 8:29 pm
હરમીત સિંહે શાનદાર બોલિંગનું પ્રદર્શન ચાલુ રાખતા પોતાની બીજી વિકેટ ઝડપી છે. અક્ષર પટેલ મોહસિનના હાથે કેચ આઉટ થઈને પેવેલિયન પરત ફર્યા છે.
16 ઓવરના અંતે સ્કોર 115 રન
February 7, 2026 8:23 pm
16 ઓવરના અંતે સ્કોર 115 રન, સૂર્યકુમાર અને અક્ષર પટેલ ક્રિઝ પર
14 ઓવરના અંતે, ભારતનો સ્કોર 86/4
February 7, 2026 8:10 pm
14 ઓવરના અંતે ભારતનો સ્કોર 86/4, સૂર્યકુમાર યાદવ અને અક્ષર પટેલ ક્રિઝ પર
હાર્દિક પંડ્યા પણ આઉટ
February 7, 2026 8:05 pm
હરમીત સિંહની ઓવરમાં ભારતને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. હાર્દિક પંડ્યા, સાઈતેજા મુક્કામલ્લાના હાથે કેચ આઉટ થઈ પેવેલિયન પરત ફર્યો છે.
હાર્દિક પંડ્યાએ ચોગ્ગો ફટકાર્યો
February 7, 2026 8:02 pm
11.2માં પંડ્યાએ સ્પિનર સામે કદમનો ઉપયોગ કર્યો. બોલ લગભગ યોર્કર લેન્થ પર હતો છતાં તેણે જોરદાર ડ્રાઈવ ફટકારી અને કવર ફિલ્ડરની બાજુમાંથી બોલને બહાર કાઢ્યો. ડીપમાં ઉભેલા ફિલ્ડર પાસે તેને રોકવાની કોઈ તક નહોતી.
હાર્દિક પંડ્યા ક્રિઝ પર આવ્યો
February 7, 2026 8:01 pm
હાર્દિક પંડ્યા, જમણા હાથનો બેટ્સમેન, ક્રિઝ પર આવ્યો છે.
મોહસિન ટુ રિંકુ સિંહ, આઉટ!
February 7, 2026 7:59 pm
મોહસિન ટુ રિંકુ સિંહ, આઉટ! મિલિંદ કુમારના હાથે કેચ આઉટ!! રિંકુ સિંહ: 6 રન (14 બોલ), કેચ - મિલિંદ કુમાર, બોલર - મોહસિન.
12મી ઓવર મોહસિન નાંખવા આવ્યો
February 7, 2026 7:57 pm
મોહમ્મદ મોહસિન [2.0-0-4-0] ફરીથી બોલિંગ કરવા આવ્યો
સૂર્યકુમારે માર્યો ચોગ્ગો
February 7, 2026 7:55 pm
11.4મા બોલ : હરમીત સિંહ ટુ સૂર્યકુમાર યાદવ, ચોગ્ગો! ડીપ મિડ-વિકેટ તરફ શાનદાર શૉટ.
હરમીત સિંહ 11મી ઓવર નાંખી રહ્યો છે.
February 7, 2026 7:55 pm
હરમીત સિંહ, ડાબા હાથનો ઓર્થોડોક્સ સ્પિનર, 11મી ઓવરમાં બોલિંગ કરવા આવ્યો
શિવમ દૂબે પણ આઉટ
February 7, 2026 7:38 pm
શેડલી વાન શાલ્કવિકે એક જ ઓવરમાં ત્રણ વિકેટ લીધી. ઇશાન કિશન અને તિલક વર્મા પછી, શિવમ દુબે પણ તેના પર ત્રાટક્યા. શાલ્કવિકે છઠ્ઠી ઓવરના છેલ્લા બોલ પર દુબેને આઉટ કર્યો, જે પોતાનું ખાતું ખોલવામાં નિષ્ફળ ગયો. છ ઓવર પછી ભારતનો સ્કોર 4 વિકેટે 45 રન છે.
તિલક વર્મા પણ આઉટ
February 7, 2026 7:37 pm
5મી ઓવરમાં તિલક વર્મા વૈન શાલ્કવિકના બોલ પર થયો કેચ આઉટ, 16 બોલમાં 25 રન બનાવીને તિલક વર્મા આઉટ
ઈશાન કિશન આઉટ
February 7, 2026 7:33 pm
5મી ઓવરના બીજા બોલે ઈશાન કિશન વૈન શાલ્કવિકની ઓવરમાં થયો કેચ આઉટ, 20 રન બનાવીને કિશન પેવેલિયન ભેગો.
ઈશાન કિશનને જીવનદાન મળ્યું
February 7, 2026 7:28 pm
ભારતીય ઓપનર ઈશાન કિશનને પાંચમી ઓવરમાં જીવનદાન મળ્યું. અલીએ ઓવરમાં તેનો કેચ છોડી દીધો. USA સામેની મેચમાં, ઈશાન 13 બોલમાં 10 રન બનાવીને રમી રહ્યો છે.
3 ઓવરમાં 25 રન, તિલકે સિક્સ ફટકારી
February 7, 2026 7:24 pm
સૌરભ નેત્રાવલકર દ્વારા ફેંકાયેલી ત્રીજી ઓવરના પહેલા બોલ પર તિલક વર્માએ છગ્ગો ફટકાર્યો. ત્યારબાદ તેણે બીજા બોલ અને છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકાર્યો. આ ઓવરમાં કુલ 16 રન બન્યા. ત્રણ ઓવર પછી, ભારતનો સ્કોર એક વિકેટે 25 રન છે.
અભિષેક શર્મા 1 રન પર આઉટ
February 7, 2026 7:16 pm
ભારતીય વિસ્ફોટક બેટ્સમેન અભિષેક શર્મા એક પણ રન બનાવવામાં નિષ્ફળ ગયો. બીજી ઓવરના બીજા બોલ પર તે પહેલી વાર સ્ટ્રાઈક પર આવ્યો. અલી ખાનના બોલ પર સિક્સર મારવાનો પ્રયાસ કરતી વખતે, તે ડીપ કવર પર કેચ થઈ ગયો. ભારતનો સ્કોર 1 વિકેટે 8 રન હતો.
IND vs USA લાઈવ: ભારતની બેટિંગ શરૂ
February 7, 2026 7:09 pm
IND vs USA લાઈવ: ભારતીય ઓપનર અભિષેક શર્મા અને ઈશાન કિશન ઇનિંગ શરૂ કરવા માટે ક્રીઝ પર પહોંચ્યા છે.
બુમરાહ આજની મેચ નહીં રમે : BCCI
February 7, 2026 7:08 pm
Jasprit Bumrah was unavailable for selection for India’s opening T20 World Cup fixture against the USA due to illness. The BCCI medical team is closely monitoring his condition: BCCI pic.twitter.com/mEOObiy3wv
— ANI (@ANI) February 7, 2026
USAએ ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી
February 7, 2026 7:03 pm
#ICCT20WorldCup2026 | United States of America (USA) win the toss and opt to bowl first against India at Wankhede Stadium, Mumbai.
— ANI (@ANI) February 7, 2026


