W T20 World Cup 2026: ટીમ ઈન્ડિયાની ધમાકેદાર જીત, નેધરલેન્ડને 95 રનથી હરાવી મહિલા વર્લ્ડ કપમાં ઈતિહાસ રચ્યો!
W-T20 વર્લ્ડ કપ 2026માં ભારતીય મહિલા ટીમે નેધરલેન્ડ સામે શાનદાર પ્રદર્શન કર્યું છે. સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માની વિસ્ફોટક અડધી સદી બાદ શ્રી ચરણીની ઘાતક સ્પિન બોલિંગની મદદથી ભારતીય ટીમે 95 રનથી ભવ્ય વિજય મેળવ્યો છે. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપના ઈતિહાસમાં પોતાની સૌથી મોટી જીતનો રેકોર્ડ સ્થાપિત કર્યો છે, જે સમગ્ર ટીમના આત્મવિશ્વાસમાં અનેરો વધારો કરશે.
Advertisement
W T20 World Cup 2026: મહિલા ટી20 વર્લ્ડકપમાં ભવ્ય જીત મેળવીને ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઈતિહાસ રચી દીધો છે. ભારતીય ટીમે નેધરલેન્ડને 95 રનથી પછડાટ આપી છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ માટે સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માએ શાનદાર શરૂઆત કરી છે. બંને ઓપનર બેટ્સમેનોએ નેધરલેન્ડના બોલરો પર આક્રમક પ્રહાર કર્યા છે. આ જોડીએ પ્રથમ વિકેટ માટે 100 રનથી વધુની ભાગીદારી નોંધાવીને ટીમ માટે મજબૂત પાયો નાખ્યો હતો. સ્મૃતિ મંધાનાએ 47 બોલમાં 74 રન બનાવ્યા હતા, જેમાં 11 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યા હતા. શેફાલી વર્માએ 38 બોલમાં 55 રન ફટકાર્યા હતા, જેમાં 10 ચોગ્ગાનો સમાવેશ થાય છે. ટીમે નિર્ધારિત ઓવરમાં 209 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો.

