T20 World Cup Final : અમદાવાદમાં સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, મેચમાં ફેન્સ માટે ખાસ વ્યવસ્થા!
- અમદાવાદમાં T20 World Cup Final : સુરક્ષાનો અભેદ્ય કિલ્લો
- ભારત-ન્યુઝીલેન્ડ ફાઈનલ માટે 4500 પોલીસ જવાનો તૈનાત
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 7 DCP અને 10 SP રાખશે નજર
- ક્રિકેટ ફેન્સ માટે મુંબઈ-અમદાવાદ વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડશે
- મેટ્રો ટ્રેન અને ટ્રાફિક માટે પોલીસનો ખાસ એકશન પ્લાન
- 6 BDDS ટીમો અને સીસીટીવીથી સ્ટેડિયમમાં સઘન ચેકિંગ
અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) રવિવારે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેના ઐતિહાસિક ટી-20 વર્લ્ડ કપ ફાઈનલ (T20 World Cup Final) માટે સજ્જ છે. આ મહામુકાબલાને નિહાળવા માટે દેશ-વિદેશથી ક્રિકેટ પ્રેમીઓ ઉમટી રહ્યા છે, જેને પગલે સમગ્ર શહેરમાં ઉત્સાહ સાથે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અમદાવાદ પોલીસ (Ahmedabad Police) દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે 7 DCP અને 10 SP સહિત હજારો જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.
સ્ટેડિયમની અંદર અને બહાર લોખંડી સુરક્ષા
સ્ટેડિયમની અંદર અને બહારની સુરક્ષા માટે કુલ 4,500 થી વધુ પોલીસકર્મીઓ ખડેપગે રહેશે. જેમાં 1 JCP, 25 પોલીસ ઈન્સ્પેક્ટર અને 78 સબ ઈન્સ્પેક્ટરનો સમાવેશ થાય છે. ખાસ કરીને ભીડને નિયંત્રિત કરવા (Crowd Management) માટે વરિષ્ઠ અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. સુરક્ષાના ભાગરૂપે 6 BDDS ટીમો દ્વારા સ્ટેડિયમમાં સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને સીસીટીવી કેમેરા (CCTV Surveillance) દ્વારા ચપ્પે-ચપ્પે નજર રાખવામાં આવશે.
મેટ્રો સેવાઓ મોડી સાંજ સુધી ચાલશે
ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે 1,500 ટ્રાફિક પોલીસ જવાનો તૈનાત છે. મેટ્રો સેવાઓ (Ahmedabad Metro) પણ મોડી રાત સુધી ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેથી ફેન્સને અવરજવરમાં સરળતા રહે. આ ઉપરાંત, મુંબઈથી અમદાવાદ વચ્ચે સ્પેશિયલ સુપરફાસ્ટ ટ્રેન (Special Train) દોડાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે. આખું ભારત અત્યારે ટીમ ઈન્ડિયાની જીત માટે પ્રાર્થના કરી રહ્યું છે.
New Zealand captain Mitchell Santner taking pictures of the Ahmedabad pitch before the IND vs NZ final. 😂 pic.twitter.com/kfYMjXwsWe
— MuFFatLal Bohra (@arshdeep3444) March 7, 2026
T20 World Cup Final માટે મુંબઈથી દોડતી ખાસ ટ્રેન
આ મેગા મેચ માટે મુંબઈ અને અમદાવાદ વચ્ચે એક ખાસ ટ્રેનની જાહેરાત કરવામાં આવી છે. આ ટ્રેન મુંબઈ સેન્ટ્રલથી બાંદ્રા ટર્મિનસ થઈને અમદાવાદ સુધી દોડશે. ક્રિકેટ ચાહકો આ ટ્રેનનો ઉપયોગ અમદાવાદ જવા અને T20 વર્લ્ડ કપનો આનંદ માણવા માટે કરી શકે છે. વિનીત અભિષેકે માહિતી આપી હતી કે મુંબઈ સેન્ટ્રલથી અમદાવાદ જતી ટ્રેન આજે રાત્રે 11:34 વાગ્યે ઉપડશે. આ એક સુપરફાસ્ટ ટ્રેન છે. પરત ફરતી વખતે, ટ્રેન રવિવાર અને સોમવારે રાત્રે 3 વાગ્યે ઉપડશે. રવિવારે, ખાસ ટ્રેન મુંબઈથી સવારે 6:20 વાગ્યે ઉપડશે અને બપોરે 12:40 વાગ્યે અમદાવાદ પહોંચશે.
આ પણ વાંચો : T20 World Cup : ભારતીય ટીમનો આ ખેલાડી બન્યો Impact Player Of The Match


