T20 World Cup 2026 Final પહેલા સેન્ટનરની 'માઈન્ડ ગેમ', કહ્યું- "ભારતીયોના દિલ તોડવા તૈયાર છું"
- T20 World Cup ની ટ્રોફીની ખાતર ભારતીયોના દિલ તોડવા તૈયાર: સેન્ટનર
- ભારત વિ. ન્યુઝીલેન્ડ T20 વર્લ્ડ કપ ફાઈનલ પહેલા ગરમાવો
- કીવી કેપ્ટન સેન્ટનરે ભારતીય ચાહકોને આપી સીધી ચેતવણી
- ટ્રોફી જીતવા માટે ગમે તેટલા દિલ તોડવા પડે તો મંજૂર: સેન્ટનર
- પ્રેક્ટિસ દરમિયાન પિચની ફોટો પાડી પેટી કમિન્સની યાદ અપાવી
- 8 માર્ચે અમદાવાદમાં રમાશે વર્લ્ડ કપનો હાઈ-વોલ્ટેજ મુકાબલો
T20 World Cup 2026 Final : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં 8 માર્ચે ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે T20 વર્લ્ડ કપ 2026 નો મહાજંગ ખેલાવા જઈ રહ્યો છે. આ ઐતિહાસિક ફાઈનલ મેચ પહેલા ન્યુઝીલેન્ડના કેપ્ટન મિચેલ સેન્ટનર (Mitchell Santner) ના એક નિવેદને સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે. સેન્ટનરના તેવર જોઈને ભારતીય ચાહકોને 2023 ના વનડે વર્લ્ડ કપની યાદ આવી ગઈ છે.
T20 World Cup ની "ટ્રોફી માટે દિલ તોડવા પણ તૈયાર" - મિચેલ સેન્ટનર
પ્રી-મેચ પ્રેસ કોન્ફરન્સ (Pre-match Press Conference) માં સેન્ટનરે ખુલ્લેઆમ જણાવ્યું કે તે વર્લ્ડ કપ ટ્રોફી જીતવા માટે કોઈપણ હદ સુધી જવા તૈયાર છે. તેણે કહ્યું, "ટ્રોફી જીતવા માટે જો મારે ભારતીય ચાહકોના દિલ તોડવા પડે, તો મને તેમાં કોઈ વાંધો નથી." સેન્ટનરનો આ આત્મવિશ્વાસ ભારતીય ટીમ માટે ખતરાની ઘંટડી સમાન છે, કારણ કે કીવી ટીમ અત્યારે શાનદાર ફોર્મમાં છે.
Nah, Santner, is just doing exactly what Pat Cummins did before the 2023 WC Final.😭
We don’t want the flashbacks man. pic.twitter.com/XNbDw6d5If
— Selfless⁴⁵ (@SelflessCricket) March 7, 2026
પેટી કમિન્સની રણનીતિનું પુનરાવર્તન?
સેન્ટનરની આક્રમકતા માત્ર વાણીમાં જ નહીં, પરંતુ તેના વર્તનમાં પણ દેખાઈ રહી છે. ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટી કમિન્સ (Pat Cummins) એ 2023 ના ફાઈનલ પહેલા જે રીતે સ્ટેડિયમમાં શાંતિ ફેલાવવાની વાત કરી હતી, સેન્ટનર પણ એ જ રસ્તે ચાલી રહ્યો હોય તેવું લાગે છે. પ્રેક્ટિસ સેશન દરમિયાન સેન્ટનર પોતાના મોબાઈલથી પિચ (Pitch Photo) ની તસવીરો લેતો જોવા મળ્યો હતો, જે દ્રશ્ય કમિન્સની યાદ અપાવે છે. કીવી કેપ્ટન પિચના મિજાજને સમજીને ભારતને માત આપવાની પૂરી તૈયારી કરી રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે શું ટીમ ઈન્ડિયા ઘરઆંગણે આ પડકારને ઝીલી શકશે કે કેમ.
આ પણ વાંચો : ICC T20 World Cup 2026 ફાઈનલ, વિજેતા ટીમ પર થશે કરોડોનો વરસાદ, જાણો કોને કેટલા પૈસા મળશે


