PCB request to ICC : ભારત સામે રમવા PCB તૈયાર? પ્રતિબંધના ડરે ICC સામે ઘૂંટણ ટેકવ્યા!
- T20 વર્લ્ડ કપમાં ભારત સામે ન રમવાની જીદ છોડી PCB એ વાતચીત માંગી
- 15 ફેબ્રુઆરીની મેચ રમવા પહેલા કર્યો હતો ઇનકાર, હવે વલણ બદલ્યું
- ICC એ કાનૂની કાર્યવાહી અને પ્રતિબંધની લાલ આંખ કરતા પાકિસ્તાનમાં ફફડાટ
- "મનમાની નહીં ચાલે": ICC એ નિયમોનું પાલન કરવા PCB ને આપી કડક તાકીદ
- ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકાવાના ડરે PCB એ હવે ટકરાવને બદલે સંવાદ પસંદ કર્યો
PCB request to ICC : ટી-20 વર્લ્ડ કપ (T20 World Cup) માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈ-વોલ્ટેજ મેચને લઈને ચાલી રહેલા વિવાદમાં હવે નવો વળાંક આવ્યો છે. અત્યાર સુધી ભારત સામે રમવાની ના પાડનારું પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) હવે નરમ પડ્યું હોય તેમ લાગી રહ્યું છે. પીસીબીએ હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) સાથે ઔપચારિક વાતચીત અને સંવાદનો રસ્તો અપનાવવાની માંગ કરી છે.
આ પણ વાંચો : PM મોદીએ Under-19 World Cup જીતવા બદલ ટીમ ઈન્ડિયાના કર્યા વખાણ,જાણો રાહુલ ગાંધી સહિતના નેતાઓએ શું કહ્યું....
PCB request to ICC :'અસાધારણ સંજોગો'નું બહાનું અને ICC ની લાલ આંખ
આ પહેલા પાકિસ્તાન બોર્ડે પોતાની સરકારના આદેશોનું બહાનું ધરીને ICC ને પત્ર લખ્યો હતો. જેમાં તેમણે 15 ફેબ્રુઆરી (રવિવાર) ના રોજ ભારત સામેની મેચમાં મેદાનમાં ઉતરવાનો ઇનકાર કર્યો હતો. પીસીબીએ આ માટે 'અસાધારણ સંજોગો' (Exceptional Circumstances) નું કારણ આગળ ધર્યું હતું અને પોતાની સરકારના ટ્વીટને પણ પુરાવા તરીકે ટાંક્યું હતું. જોકે, ICC એ આ વલણ સામે કડક વલણ અપનાવ્યું હતું.
🚨INDIA VS PAKISTAN GAME ON. 🚨
- The PCB has started to talk with the ICC and the match between India and Pakistan could be on. (Express Sports).
The PCB has now approached ICC for a dialogue to “resolve” the issue. 🤯pic.twitter.com/lJcEOBRrJp
— Sam (@Cricsam01) February 7, 2026
કાનૂની પરિણામો અને પ્રતિબંધની ભીતિ
ICC એ પીસીબીને વળતો જવાબ આપતા સ્પષ્ટ પૂછ્યું હતું કે તેઓ કયા ચોક્કસ સંજોગોને 'અસાધારણ' ગણાવી રહ્યા છે? સાથે જ ICC એ ચીમકી પણ આપી હતી કે જો તેઓ મેચ રમવાથી પીછેહઠ કરશે, તો તેમને ગંભીર કાનૂની પરિણામો (Legal Consequences) અને સંભવિત પ્રતિબંધોનો સામનો કરવો પડી શકે છે. આ ચેતવણી બાદ પાકિસ્તાન બોર્ડ બેકફૂટ પર આવી ગયું હોય તેમ લાગે છે અને હવે વિવાદ ઉકેલવા માટે વાતચીતનો પ્રસ્તાવ મૂક્યો છે.
સિલેક્ટિવ ક્રિકેટ નહીં ચાલે: ICC
સૂત્રોના જણાવ્યા મુજબ, ICC એ સ્પષ્ટ કર્યું છે કે ટૂર્નામેન્ટની ગરિમા અને નિયમોની પવિત્રતા જળવાઈ રહેવી જોઈએ. ICC એ પાકિસ્તાનના 'સિલેક્ટિવ પાર્ટિસિપેશન' (Selective Participation) એટલે કે અમુક મેચ રમવી અને અમુક ન રમવી, તેવા વલણ પર સવાલો ઉઠાવ્યા છે. ICC નું કહેવું છે કે વૈશ્વિક ટૂર્નામેન્ટમાં આવું વલણ ચલાવી લેવામાં આવશે નહીં. હાલ બાંગ્લાદેશ અને પાકિસ્તાન સાથે જોડાયેલા વિવાદોમાં ICC એ ટકરાવને બદલે સંવાદનો રસ્તો પસંદ કર્યો છે, પરંતુ નિયમો સાથે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં.
આ પણ વાંચો : U19 World Cup જીતનાર ભારતીય ટીમને ICC તરફથી ઇનામ નહીં મળે !


