Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Pakistan Squad T20 World Cup 2026 :T20 વર્લ્ડ કપ માટે પાકિસ્તાને ટીમની કરી જાહેરાત,બાબર ઇન,હરિસ આઉટ!

T20 વર્લ્ડ કપ પહેલા પાકિસ્તાન ક્રિકેટમાં ચાલી રહેલો હાઈવોલ્ટેજ ડ્રામા આખરે ટીમની જાહેરાત સાથે શાંત પડ્યો છે. આઈસીસી સામે પક્ષપાતના ગંભીર આક્ષેપો અને બહિષ્કારની ચિમકી બાદ પીસીબીએ જે 15 ખેલાડીઓ પસંદ કર્યા છે તેમાં મોટા ફેરફાર જોવા મળ્યા છે.
pakistan squad t20 world cup 2026  t20 વર્લ્ડ કપ માટે પાકિસ્તાને ટીમની કરી જાહેરાત બાબર ઇન હરિસ આઉટ
Advertisement
  • T20 વર્લ્ડ કપ માટે પાકિસ્તાની ટીમની કરાઇ જાહેરાત (Pakistan Squad T20 World Cup 2026)
  • સલમાન અલી આગાને સોંપાઈ ટીમની કેપ્ટન્સી
  • સ્ટાર ફાસ્ટ બોલર હરિસ રૌફ ટીમમાંથી બહાર
  • આઈસીસી પર પક્ષપાતનો આક્ષેપ કરી મચાવ્યો હતો હોબાળો

આગામી T20 વર્લ્ડ કપ (T20 World Cup) માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) દ્વારા રવિવારે 15 સભ્યોની ટીમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. લાંબા સમયની અટકળો અને બહિષ્કારની ધમકીઓ બાદ આખરે પાકિસ્તાને આ વૈશ્વિક ટૂર્નામેન્ટમાં ભાગ લેવાની તૈયારી બતાવી છે. પીસીબીના ચેરમેન મોહસીન નકવી (Mohsin Naqvi) એ સ્પષ્ટ કર્યું હતું કે ટીમની ભાગીદારી પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ (Shehbaz Sharif) ના અંતિમ નિર્ણય પર નિર્ભર હતી.

Pakistan Squad T20 World Cup 2026 : બાંગ્લાદેશ મુદ્દે ICC ની ટીકા અને વિવાદ

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે બાંગ્લાદેશ (Bangladesh) ને ટૂર્નામેન્ટમાંથી બાકાત રાખી સ્કોટલેન્ડ (Scotland) નો સમાવેશ કરવાના ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (International Cricket Council - ICC) ના નિર્ણયની આકરી ટીકા કરી હતી. મોહસીન નકવીએ આક્ષેપ કર્યો હતો કે આ નિર્ણય પક્ષપાતી છે. જોકે, આ વિવાદ વચ્ચે બીજા જ દિવસે ટીમની જાહેરાત કરવામાં આવતા બહિષ્કારની ધમકીઓનો અંત આવ્યો હોય તેમ જણાય છે.

Advertisement

Advertisement

ટીમનું નેતૃત્વ અને મહત્વના ફેરફાર

આ વૈશ્વિક ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન સલમાન અલી આગા (Salman Ali Agha) ની કેપ્ટનશીપ હેઠળ મેદાનમાં ઉતરશે. ટીમમાં અનુભવી બેટ્સમેન બાબર આઝમ (Babar Azam) નો સમાવેશ કરવામાં આવ્યો છે, જે ટીમ માટે ટ્રમ્પ કાર્ડ સાબિત થઈ શકે છે. જોકે, સ્ટાર ફાસ્ટ બોલર હરિસ રૌફ (Haris Rauf) નો ટીમમાં સમાવેશ ન થતા ક્રિકેટ જગતમાં આશ્ચર્ય ફેલાયું છે. હરિસની ગેરહાજરીમાં પેસ આક્રમણની જવાબદારી શાહીન શાહ આફ્રિદી (Shaheen Shah Afridi) અને નસીમ શાહ (Naseem Shah) પર રહેશે.

T20 વર્લ્ડ કપ માટે પાકિસ્તાન ટીમ

સલમાન અલી આગા (કેપ્ટન), અબરાર અહેમદ, બાબર આઝમ, ફહીમ અશરફ, ફખર ઝમાન, ખ્વાજા મોહમ્મદ નાફે (વિકેટકીપર), મોહમ્મદ નવાઝ, મોહમ્મદ સલમાન મિર્ઝા, નસીમ શાહ, શાહિબઝાદા ફરહાન (વિકેટકીપર), સૈમ અયુબ, શાહીન શાહ આફ્રિદી, શાદાબ ખાન, ઉસ્માન ખાન અને ઉસ્માન તારિક.

ગ્રુપ A માં ભારત અને પાકિસ્તાન વચ્ચે જંગ (India vs Pakistan Group A) પાકિસ્તાન માટે આ ટૂર્નામેન્ટ પ્રતિષ્ઠાનો જંગ છે, કારણ કે ૨૦૦૯ બાદ તેઓ ફરી ક્યારેય આ ટ્રોફી જીતી શક્યા નથી. આ વખતે પાકિસ્તાન ગ્રુપ A માં છે, જેમાં ભારત (India), નેધરલેન્ડ્સ (Netherlands), યુનાઇટેડ સ્ટેટ્સ (USA) અને નામિબિયા (Namibia) સામેલ છે. પાકિસ્તાન ૭ ફેબ્રુઆરીએ નેધરલેન્ડ્સ સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે અને શ્રીલંકામાં (Sri Lanka) પોતાની તમામ મેચો રમશે.

આ પણ વાંચો :  Pakistan cricketers: પાકિસ્તાન ક્રિકેટનું અસ્તિત્વ જોખમમાં? T20 વર્લ્ડકપના બહિષ્કારની ચીમકી સામે ICC નો શું છે એક્શન પ્લાન

Tags :
Advertisement

.

×