PCB: T20 વર્લ્ડ કપ બહિષ્કારની ધમકી, હવે પાકિસ્તાનને ભોગવવા પડશે પરિણામ!
- PCB: પાકિસ્તાનનો ઘમંડ ખુલ્લો પડશે
- ICC કડક કાર્યવાહીની તૈયારી કરી રહ્યું છે
- ભારત સામે ન રમે તો પાકિસ્તાન ક્રિકેટ ‘આઉટ’ થઈ શકે છે
- મેચ નહીં રમે તો પાકિસ્તાને વળતર પણ ભરવું પડશે!
- મોટી કાર્યવાહી માટે ICC તૈયાર, પાકિસ્તાનનું ક્રિકેટ ભવિષ્ય જોખમમાં
PCB: પાકિસ્તાને T20 વર્લ્ડ કપ (T20 World Cup) માં ભારત સામે રમવાનો ઇનકાર કરી દીધો છે. પરંતુ આ પગલું પાકિસ્તાન (Pakistan) માટે મોંઘુ સાબિત થઈ શકે છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (International Cricket Council) (ICC) હવે આ બાબતે બેઠક બોલાવવાની તૈયારી કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ICC બોર્ડ આગામી બે દિવસમાં આ મુદ્દા પર ચર્ચા કરવા અને આગળની કાર્યવાહી અંગે નિર્ણય લેવા માટે બેઠક બોલાવશે.
જોકે પાકિસ્તાન સરકારે રવિવારે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે રાષ્ટ્રીય ટીમ ભારત સામે નહીં રમે, પરંતુ ICC સૂત્રો કહે છે કે આ સંદર્ભમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (Pakistan Cricket Board) (PCB) તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પત્ર કે માહિતી પ્રાપ્ત થઈ નથી . પાક સરકારના નિર્ણયને જાહેર કર્યાના કલાકો પછી, પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગા (Salman Ali Agha) એ કહ્યું કે સિનિયર રાષ્ટ્રીય ટીમ સરકારના નિર્ણયનું પાલન કરશે, અને ઉમેર્યું કે આ મામલો ક્રિકેટ બોર્ડના અધિકારક્ષેત્રમાં નથી.
PCB: મોહસીન નકવીએ હજુ સુધી કંઈ કહ્યું નથી
પીસીબીના અધ્યક્ષ અને પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસીન નકવી (Mohsin Naqvi) અત્યાર સુધી આ મુદ્દા પર મૌન રહ્યા છે. આ પહેલા તેમણે સમગ્ર ટુર્નામેન્ટ (Tournament) નો બહિષ્કાર (Boycott) કરવાની ચીમકી આપી હતી. ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશે સુરક્ષા કારણોસર ભારતનો પ્રવાસ કરવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ તેમને ટુર્નામેન્ટમાંથી બાકાત રાખવામાં આવ્યા હતા. અને સ્કોટલેન્ડ (Scotland) નો સમાવેશ કરવામાં આવ્યો હતો.
PCB: પાકિસ્તાન નહીં રમે તો કડક કાર્યવાહી કરશે ICC
સૂત્રોનું કહેવું છે કે જો પાકિસ્તાન 15 ફેબ્રુઆરીએ ભારત સામે મેચ નહીં રમે તો, ICC કડક પ્રતિબંધો લાદવાનું વિચારી રહી છે. પાકિસ્તાનને મેચ માટે વોકઓવર (Walkover) આપવામાં આવશે. જેના પરિણામે બે પોઈન્ટ (Points) નું નુકસાન થશે. અને તેમના નેટ રન રેટ પર નોંધપાત્ર અસર પડશે.
ICC દ્વારા કયા કયા પ્રતિબંધો લાદવામાં આવી શકે છે?
- મેદાનની બહાર, ICC ના પ્રતિબંધો પાકિસ્તાન ક્રિકેટના ભવિષ્ય માટે ગંભીર ખતરો ઉભો કરી શકે છે.
- પાકિસ્તાન સુપર લીગ (પીએસએલ) માં વિદેશી ખેલાડીઓની ભાગીદારી પર પ્રતિબંધ, તેમજ લીગ માટે આંતરરાષ્ટ્રીય માન્યતા અને વ્યાપારી
- સમર્થન પાછું ખેંચવું.
- ICCના મહેસૂલ પૂલમાં પાકિસ્તાનના હિસ્સામાં નોંધપાત્ર ઘટાડો, જેના પર પીસીબી ખૂબ નિર્ભર છે.
- ભારત-પાકિસ્તાન મેચોની ગેરહાજરીના પરિણામે પ્રસારણકર્તાઓને થયેલા નોંધપાત્ર આવક નુકસાન માટે વળતર આપવાનો નિર્દેશ.
- એશિયા કપ (Asia Cup) માંથી બાકાત
- પાકિસ્તાન સાથેની તમામ દ્વિપક્ષીય મેચ પર પ્રતિબંધ
એક સત્તાવાર નિવેદનમાં, ICC એ પાકિસ્તાનને સંભવિત પરિણામો વિશે ચેતવણી આપી હતી. અને PCB ને અંતિમ નિર્ણય લેતા પહેલા લાંબા ગાળાના પરિણામો પર વિચાર કરવા વાત કરી હતી.
આ પણ વાંચો---- Pakistani 'મૂળ'ના ક્રિકેટરોનું ભારતમાં શાનદાર સ્વાગત કરાયું !
PCB: બ્રોડકાસ્ટર્સ પર શું અસર પડશે?
ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ વિશ્વ ક્રિકેટ (World Cricket) માં સૌથી વધુ જોવાયેલી મેચોમાંની એક છે. ગયા વર્ષે એશિયા કપ દરમિયાન, ભારત અને પાકિસ્તાન એક મહિનામાં ત્રણ વખત ટકરાયા હતા. જેનાથી બ્રોડકાસ્ટર્સને અબજો રૂપિયાની કમાણી થઈ હતી.
જો પાકિસ્તાન આ મહિને ભારત સામે નહીં રમે, તો બ્રોડકાસ્ટર્સ (Broadcasters) ICC પર ભારે દબાણ લાવી શકે છે. જે પરિસ્થિતિ પાકિસ્તાન માટે સંપૂર્ણપણે સારી નહીં રહે.
અગાઉ પણ આવા અનેક વિવાદો થયા
પહેલા પણ અનેક મેચ બહિષ્કાર થયા છે. ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડીઝે (West Indies) સુરક્ષા કારણોસર 1996ના વર્લ્ડ કપમાં શ્રીલંકા (Sri Lanka) નો પ્રવાસ કર્યો ન હતો. ઇંગ્લેન્ડે રાજકીય કારણોસર 2003ના વર્લ્ડ કપમાં ઝિમ્બાબ્વે (Zimbabwe) સામે રમવાનો ઇનકાર કર્યો હતો. જ્યારે ન્યુઝીલેન્ડે નૈરોબીમાં કેન્યા સામે ગ્રુપ મેચ રમી ન હતી.
જોકે, તેમાંથી કોઈ પણ કિસ્સામાં છેલ્લી ઘડીએ આટલો મોટો, હાઇ-પ્રોફાઇલ બહિષ્કાર જાહેર કરવામાં આવ્યો ન હતો.
આ પણ વાંચો---- Sunil Gavaskar એ Pakistan પર નિશાન તાક્યું, કહ્યું, 'એવી કાર્યવાહી કરો !'
આ પણ વાંચો---- પાકિસ્તાનની જીદમાં ICC પાયમાલ? ભારત સામેની મેચના બહિષ્કારથી કરોડોનું નુકસાન


