Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Rinku Singh Joining Team India : આભ ફાટ્યું છતાં દેશ માટે અડગ, પિતાના અવસાન બાદ રિંકુ સિંહની ટીમમાં વાપસી

ભારતીય ક્રિકેટના ઉગતા સિતારા પર જીવનમાં મોટું સંકટ આવ્યું છે. એક તરફ પિતાની છત્રછાયા ગુમાવી અને બીજી તરફ ટી20 વર્લ્ડ કપમાં દેશની અપેક્ષાઓનું ભારણ. આ કપરા સમયમાં રિંકુ સિંહે જે નિર્ણય લીધો છે તે દરેક ભારતીયને ભાવુક કરી દેશે. સુપર-8 રાઉન્ડની મહત્વની મેચ પહેલા રિંકુની આ હિલચાલ ભારતીય ટીમની રણનીતિ અને ખેલાડીના મનોબળ વિશે ઘણું કહી જાય છે.
rinku singh joining team india   આભ ફાટ્યું છતાં દેશ માટે અડગ  પિતાના અવસાન બાદ રિંકુ સિંહની ટીમમાં વાપસી
Advertisement
  • Rinku Singh Joining Team India: પિતાના નિધન બાદ રિંકુ સિંહ ફરી ટીમ ઈન્ડિયામાં જોડાશે
  • શનિવારે કોલકાતામાં રિંકુ સિંહ ભારતીય સ્ક્વોડમાં સામેલ થશે
  • લીવર કેન્સરને કારણે પિતા ખાનચંદનું શુક્રવારે થયું અવસાન
  • સુપર-8 માં વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચ પહેલા મહત્વનો નિર્ણય
  • દુખના સમયે પણ રિંકુની રમત પ્રત્યેની પ્રતિબદ્ધતા આવી સામે

Rinku Singh Joining Team India : ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન રિંકુ સિંહ (Rinku Singh) અત્યારે અત્યંત મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છે. શુક્રવારની વહેલી સવારે રિંકુ સિંહના પિતા ખાનચંદનું (Khanchand) લીવર કેન્સરના કારણે નિધન થયું હતું. પિતાના અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે રિંકુ શુક્રવારે સવારે જ ચેન્નાઈથી દિલ્હી રવાના થયા હતા. જોકે, આ વ્યક્તિગત આઘાત વચ્ચે પણ રિંકુએ પોતાની રમત પ્રત્યેની પ્રતિબદ્ધતા સાબિત કરી છે.

Rinku Singh Joining Team India : વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની મહત્વની મેચ

ટી20 વર્લ્ડ કપ 2026 (T20 World Cup 2026) ના સુપર-8 રાઉન્ડમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની મહત્વની મેચ પહેલા રિંકુ સિંહ (Rinku Singh) શનિવારે કોલકાતામાં ફરીથી ટીમ ઈન્ડિયા સાથે જોડાઈ જશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પરિવારને સાંત્વના આપ્યા બાદ રિંકુએ ટીમ મેનેજમેન્ટને જાણ કરી છે કે તે આગામી મેચ માટે ઉપલબ્ધ રહેશે. ખાનચંદને 21 ફેબ્રુઆરીએ ગંભીર હાલતમાં ગ્રેટર નોઈડાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

Advertisement

Advertisement

 ખેલાડીઓએ રિંકુ સિંહ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી

ભારતીય ટીમ મેનેજમેન્ટ અને ખેલાડીઓએ રિંકુ સિંહ (Rinku Singh) પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે, રિંકુ અગાઉ પણ પિતાની તબિયત બગડતા તેમની પાસે ગયા હતા, પરંતુ ઝિમ્બાબ્વે સામેની મેચ પહેલા ટીમમાં પરત ફર્યા હતા. હવે સુપર-8 ના નિર્ણાયક તબક્કે, જ્યાં ભારતની જીત તેને સેમીફાઈનલમાં લઈ જઈ શકે છે, ત્યારે રિંકુની આ વાપસી તેના જઝબાને સલામ કરવા જેવી છે.

T20 વર્લ્ડ કપ માટે ભારતની સંપૂર્ણ ટીમ 

સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), શિવમ દુબે, ઇશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રિંકુ સિંહ.

આ પણ વાંચો : IPL 2026: IPL 2026 ના શિડ્યુલમાં મોટો ફેરફાર, જાણો હવે ક્યારથી શરૂ થશે ક્રિકેટનો મહાકુંભ?

આ પણ વાંચો : India Captain Harmanpreet Kaur એ હાર અંગે ભૂલો સ્વિકારી !

Tags :
Advertisement

.

×