Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

T20 World Cup Record : સાહિબજાદા ફરહાને રચ્યો ઈતિહાસ, વિરાટ કોહલીનો 12 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

ક્રિકેટના મેદાનમાં જ્યારે દિગ્ગજોના રેકોર્ડ તૂટે છે ત્યારે નવો ઈતિહાસ રચાય છે. શ્રીલંકાની ધરતી પર રમાયેલી સુપર-8ની જંગમાં એક એશિયન બેટ્સમેને વિરાટ કોહલીના એવા રેકોર્ડ પર કબજો કર્યો છે જે છેલ્લા 12 વર્ષથી અજેય હતો. 320 રનનો આંકડો વટાવીને આ ખેલાડીએ ક્રિકેટ જગતને ચોંકાવી દીધું છે.
t20 world cup record   સાહિબજાદા ફરહાને રચ્યો ઈતિહાસ  વિરાટ કોહલીનો 12 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો
Advertisement
  • પાકિસ્તાની ઓપનર સાહિબજાદા ફરહાને  તોડ્યો T20 World Cup Record
  • T20 વર્લ્ડ કપની એક સીઝનમાં સૌથી વધુ 320+ રન બનાવ્યા
  • વર્ષ 2014માં વિરાટ કોહલીએ બનાવેલો 319 રનનો રેકોર્ડ તોડ્યો
  • શ્રીલંકા સામે સુપર-8ની નિર્ણાયક મેચમાં હાંસલ કરી સિદ્ધિ
  • વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનારા ટોપ-5માં તમામ એશિયન

T20 World Cup Record : ક્રિકેટ જગતમાં અત્યારે પાકિસ્તાની ઓપનર સાહિબજાદા ફરહાન (Sahibzada Farhan) ના નામની ગુંજ સંભળાઈ રહી છે. ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 (T20 World Cup 2026) માં શ્રીલંકા સામેની કરો અથવા મરો જેવી મહત્વની સુપર-8 મેચમાં ફરહાને એક સિદ્ધિ હાંસલ કરી છે. તેને એક જ સીઝનમાં સૌથી વધુ રન બનાવવાનો વિરાટ કોહલી (Virat Kohli Record) નો 12 વર્ષ જૂનો ઐતિહાસિક રેકોર્ડ તોડી નાખ્યો છે.

સાહિબજાદા ફરહાને T20 World Cup Record માં  ધ્વસ્ત કર્યો

વર્ષ 2014ના T20 વર્લ્ડ કપમાં ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ 6 મેચમાં 319 રન બનાવીને વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો હતો. એક દાયકા કરતા વધુ સમય સુધી આ રેકોર્ડ અતૂટ રહ્યો હતો. જોકે, શ્રીલંકા સામેની મેચમાં જેવી ફરહાને પોતાની ઇનિંગ દરમિયાન 38 રન કરતાની સાથે જ, તે  કોહલીના 319 રનના આંકડાને પાછળ છોડી દીધો હતો. ફરહાન હવે આ ટૂર્નામેન્ટમાં 320થી વધુ રન બનાવી ચૂક્યો છે.

Advertisement

Advertisement

 એશિયન બેટ્સમેનોનો દબદબો (Asian Batsmen Dominance)

રસપ્રદ વાત એ છે કે, T20 વર્લ્ડ કપની એક સીઝનમાં સૌથી વધુ રન બનાવનારા ટોપ-5 બેટ્સમેનોની યાદીમાં તમામ એશિયન ખેલાડીઓ જ છે. અગાઉ 2022માં પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ (Babar Azam) 303 રન સાથે આ રેકોર્ડની નજીક પહોંચ્યો હતો, પરંતુ તે કોહલીને પાછળ છોડી શક્યો ન હતો.

એક સીઝનમાં સૌથી વધુ રન

  1. સાહિબજાદા ફરહાન (પાકિસ્તાન): 320+ રન (2026)

  2. વિરાટ કોહલી (ભારત): 319 રન (2014)

  3. તિલકરત્ને દિલશાન (શ્રીલંકા): 317 રન (2009)

  4. બાબર આઝમ (પાકિસ્તાન): 303 રન (2022)

  5. મહેલા જયવર્ધને (શ્રીલંકા): 302 રન (2010)

આ પણ વાંચો : T20 World Cup 2026: ભારત vs વેસ્ટ ઈન્ડિઝ, ઈડન ગાર્ડન્સમાં ખેલાશે 'કરો કે મરો'નો જંગ, વિજેતાને મળશે સેમિફાઇનલની ટિકિટ!

આ પણ વાંચો : Ranji Trophy Winner 2026 : જમ્મુ-કાશ્મીરે રણજી ટ્રોફી જીતી રચ્યો ઈતિહાસ, 8 વખતની ચેમ્પિયન કર્નાટકને હરાવ્યું

Tags :
Advertisement

.

×