India Semifinal Qualification: સાઉથ આફ્રિકાની જીતથી ભારતનો રસ્તો સાફ? જાણો સેમીફાઈનલ સમીકરણ
- ભારત વર્લ્ડ કપની સેમીફાઈનમાં (India Semifinal Qualification) પહોશે તેની પર નજર
- સુપર-8 ની મહત્વની મેચમાં આફ્રિકાની 9 વિકેટે શાનદાર જીત
- કેપ્ટન એડન માર્કરમની આક્રમક બેટિંગથી વિન્ડીઝની હાર
- ભારતીય ફેન્સે સ્ટેડિયમમાં આફ્રિકાને આપ્યું સમર્થન
- ચેન્નાઈમાં ભારત-ઝિમ્બાબ્વે વચ્ચે આજે રમાશે નિર્ણાયક મુકાબલો
- ભારતને સેમીફાઈનલમાં પહોંચવા હવે પછીની બંને મેચ જીતવી જરૂરી
India Semifinal Qualification: ટી-20 વર્લ્ડ કપના (T20 World Cup) સુપર-8 તબક્કામાં સાઉથ આફ્રિકાએ (South Africa) વેસ્ટઈન્ડિઝને (West Indies) 9 વિકેટથી હરાવીને સેમીફાઈનલની રેસમાં પોતાની પકડ મજબૂત કરી લીધી છે. આ મેચના અસલી હીરો કેપ્ટન એડન માર્કરમ (Aiden Markram) રહ્યા હતા, જેમણે વિસ્ફોટક બેટિંગ કરીને મેચને એકતરફી બનાવી દીધી હતી. રસપ્રદ વાત એ છે કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં (Narendra Modi Stadium) ભારતીય ચાહકો સાઉથ આફ્રિકાની ટીમને પ્રોત્સાહિત કરતા જોવા મળ્યા હતા, કારણ કે આ મેચના પરિણામ પર ભારતની આશા ટકેલી હતી.
WATCH: All the best bits from Nagpur, where #WI beat #SA to reach the semis #WT20 #SAvWI https://t.co/9USfeGJCUG pic.twitter.com/Xrzw3BBvtL
— ICC (@ICC) March 25, 2016
મેચની વિગત અને આફ્રિકાનું પ્રદર્શન
વેસ્ટઈન્ડિઝની ટીમે પ્રથમ બેટિંગ કરતા શરૂઆતમાં જ ધબડકો કર્યો હતો અને માત્ર 83 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી. જોકે, નીચલા ક્રમના બેટ્સમેનોએ થોડી આક્રમક બેટિંગ કરીને ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી. સાઉથ આફ્રિકાએ આ લક્ષ્યાંકને ખૂબ જ સરળતાથી પાર પાડી દીધો હતો. આ વર્લ્ડ કપમાં આફ્રિકા હજુ સુધી એક પણ મેચ હાર્યું નથી, જ્યારે વેસ્ટઈન્ડિઝની આ પ્રથમ હાર છે.
ભારત માટે ક્વોલિફિકેશનનું સમીકરણ (India Semifinal Qualification)
ગ્રુપ-1 માં અત્યારે ગણિત ખૂબ જ રસપ્રદ બન્યું છે. ભારતે જો સેમીફાઈનલમાં (Semifinal) સ્થાન નિશ્ચિત કરવું હોય, તો હવે પછીની બંને મેચો જીતવી અનિવાર્ય છે. ભારતની આગામી મેચ આજે ચેન્નાઈમાં ઝિમ્બાબ્વે (Zimbabwe) સામે છે. જો ભારત ઝિમ્બાબ્વે અને ત્યારબાદ રવિવારે વેસ્ટઈન્ડિઝને હરાવી દેશે, તો ભારતના કુલ 4 પોઈન્ટ્સ થઈ જશે. આ સ્થિતિમાં ભારતને નેટ રન રેટ (Net Run Rate - NRR) ની ચિંતા રહેશે નહીં અને સીધું જ ક્વોલિફાય થઈ જશે.
ગ્રુપ-1 પોઈન્ટ્સ ટેબલની સ્થિતિ:
સાઉથ આફ્રિકા: 2 મેચ, 2 જીત, 4 પોઈન્ટ્સ (NRR +2.890)
વેસ્ટઈન્ડિઝ: 2 મેચ, 1 જીત, 2 પોઈન્ટ્સ (NRR +1.791)
ભારત: 1 મેચ, 0 જીત, 0 પોઈન્ટ્સ (NRR -3.800)
ઝિમ્બાબ્વે: 1 મેચ, 0 જીત, 0 પોઈન્ટ્સ (NRR -5.350)
જોકે, હજુ સુધી આ ગ્રુપમાંથી કોઈ પણ ટીમ સત્તાવાર રીતે ક્વોલિફાય થઈ નથી. જો 1 માર્ચે ઝિમ્બાબ્વે સાઉથ આફ્રિકાને હરાવી દે, તો આખું સમીકરણ ફરીથી બદલાઈ શકે છે. હાલમાં ગ્રુપ-2 માંથી ઈંગ્લેન્ડ (England) સેમીફાઈનલ માટે ક્વોલિફાય થઈ ચૂક્યું છે.
આ પણ વાંચો: IND vs ZIM Playing 11: ઝિમ્બાબ્વે સામે ભારતની 'કરો અથવા મરો' જંગ, પ્લેઈંગ-11માં મોટા ફેરફારના સંકેત
આ પણ વાંચો: T20 World Cup : IND Vs ZIM મેચ પહેલા મેદાનમાં કેમિકલનો છંટકાવ !


