Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

T20 World Cup 2026 : ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો, Josh Hazlewood ઈજાના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર

T20 World Cup 2026 : T20 વર્લ્ડ કપ 2026 ની શરૂઆતને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે, ત્યારે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ટીમના મુખ્ય ફાસ્ટ બોલર જોશ હેઝલવુડ ઈજાના કારણે આ ટૂર્નામેન્ટમાંથી સત્તાવાર રીતે બહાર થઈ ગયા છે. વર્લ્ડ કપ શરૂ થવાના માત્ર એક દિવસ પહેલા જ આ જાહેરાત થતા ઓસ્ટ્રેલિયન છાવણીમાં સોપો પડી ગયો છે.
t20 world cup 2026   ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો  josh hazlewood ઈજાના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર
Advertisement
  • T20 World Cup 2026 શરૂ થાય તે પહેલા Josh Hazlewood ટીમમાંથી બહાર
  • પેટ કમિન્સ બાદ હવે Josh Hazlewood ટૂર્નામેન્ટમાંથી બહાર
  • જોશ હેઝલવુડના રિપ્લેસમેન્ટમાં સીન એબોટનું મોખરે

T20 World Cup 2026/Josh Hazlewood Injury update : T20 વર્લ્ડ કપ 2026 ની શરૂઆતને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે, ત્યારે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ટીમના મુખ્ય ફાસ્ટ બોલર જોશ હેઝલવુડ ઈજા (Josh Hazlewood Injury)ના કારણે આ ટૂર્નામેન્ટમાંથી સત્તાવાર રીતે બહાર થઈ ગયા છે. વર્લ્ડ કપ શરૂ થવાના માત્ર એક દિવસ પહેલા જ આ જાહેરાત થતા ઓસ્ટ્રેલિયન છાવણીમાં સોપો પડી ગયો છે. હેઝલવુડના બહાર થવાથી ટીમના બોલિંગ આક્રમણને મોટું નુકસાન પહોંચ્યું છે.

જોશ હેઝલવુડની ઈજા અને ટીમની મુશ્કેલીઓ

જોશ હેઝલવુડ (Josh Hazlewood) છેલ્લા કેટલાક સમયથી ઈજા સામે ઝઝૂમી રહ્યો હતો. જોકે, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને આશા હતી કે તે સુપર-8 રાઉન્ડ સુધીમાં સંપૂર્ણ સ્વસ્થ થઈ જશે અને મેદાનમાં પરત ફરશે. પરંતુ તાજેતરના મેડિકલ રિપોર્ટ્સ અને રિકવરીની ધીમી ગતિને જોતા, તેને રમાડવાનું જોખમ ન લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. હેઝલવુડ હાલમાં સિડનીમાં જ રહેશે અને પોતાની રિહેબિલિટેશન પ્રક્રિયા પૂર્ણ કરશે. મહત્વની વાત એ છે કે, ઓસ્ટ્રેલિયાએ હજુ સુધી તેના તાત્કાલિક રિપ્લેસમેન્ટની જાહેરાત કરી નથી. ઓસ્ટ્રેલિયાની પહેલી મેચ 11 ફેબ્રુઆરીએ આયર્લેન્ડ સામે હોવાથી તેમની પાસે નિર્ણય લેવા માટે પૂરતો સમય છે.

Advertisement

Advertisement

પેટ કમિન્સની ગેરહાજરી બાદ Josh Hazlewood પણ બહાર

ઓસ્ટ્રેલિયા માટે મુશ્કેલીઓ ત્યારે વધી જ્યારે અગાઉ જ તેમના સ્ટાર બોલર અને ટેસ્ટ કેપ્ટન પેટ કમિન્સ પીઠની ઈજાના કારણે બહાર થઈ ગયા હતા. હવે હેઝલવુડ પણ બહાર થતા, ઓસ્ટ્રેલિયાનું વર્ષો જૂનું 'બિગ થ્રી' (સ્ટાર્ક, કમિન્સ અને હેઝલવુડ) નું બોલિંગ કોમ્બિનેશન તૂટી ગયું છે. કમિન્સની જગ્યાએ ટીમમાં બેન ડ્વારશુઈસનો સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ અનુભવની દ્રષ્ટિએ ટીમ અત્યારે નબળી દેખાઈ રહી છે.

કોણ લેશે હેઝલવુડની જગ્યા?

સૂત્રોના જણાવ્યા અનુસાર, જોશ હેઝલવુડના સ્થાને સીન એબોટને મુખ્ય ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. સીન એબોટ અત્યારે રિઝર્વ ખેલાડી તરીકે ટીમ સાથે જ છે અને તાજેતરમાં પાકિસ્તાન સામેની શ્રેણીમાં પણ તે ટીમનો ભાગ હતો. જોકે, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ જણાવ્યું છે કે તેઓ શરૂઆતની મેચોમાં ઉપલબ્ધ ખેલાડીઓ સાથે મેદાનમાં ઉતરશે અને જરૂર પડશે તો જ રિપ્લેસમેન્ટની સત્તાવાર જાહેરાત કરશે.

આ પણ વાંચો :  T20 World Cup : Washington Sundar અંગે ઉતાવળ નહીં, CoE પર નજર

Tags :
Advertisement

.

×