Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

T20 World Cup 2026/ NZ vs AFG : ચેપોકમાં રિવેન્જ કે રિપિટ? અફઘાનિસ્તાને ટોસ જીતી પહેલા બેટિંગ પસંદ કરી

T20 World Cup 2026/ NZ vs AFG : T20 વર્લ્ડ કપ 2026 ના બીજા જ દિવસે ક્રિકેટ ચાહકોને એક અત્યંત રોમાંચક મેચ જોવા મળશે. ટુર્નામેન્ટની ચોથી મેચમાં એશિયાની ઉભરતી શક્તિ અફઘાનિસ્તાન અને અનુભવી ન્યુઝીલેન્ડની ટીમ સામસામે ટકરાશે. ચેન્નાઈના ઐતિહાસિક એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ (ચેપોક) ખાતે આ મેચ રમાશે જેના પર વિશ્વભરની નજર રહેશે.
t20 world cup 2026  nz vs afg   ચેપોકમાં રિવેન્જ કે રિપિટ  અફઘાનિસ્તાને ટોસ જીતી પહેલા બેટિંગ પસંદ કરી
Advertisement
  • આજે T20 World Cup ની 4 મેચમાં NZ vs AFG
  • અફઘાનિસ્તાને ટોસ જીતી પહેલા બેટિંગનો કર્યો નિર્ણય
  • એક મેચ, એક ભૂલ અને ટૂર્નામેન્ટ ખતમ! ચેપોકમાં હાઈ-વોલ્ટેજ જંગ

T20 World Cup 2026/ NZ vs AFG : T20 વર્લ્ડ કપ 2026 ના બીજા જ દિવસે ક્રિકેટ ચાહકોને એક અત્યંત રોમાંચક મેચ જોવા મળશે. ટુર્નામેન્ટની ચોથી મેચમાં એશિયાની ઉભરતી શક્તિ અફઘાનિસ્તાન અને અનુભવી ન્યુઝીલેન્ડની ટીમ સામસામે ટકરાશે. ચેન્નાઈના ઐતિહાસિક એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ (ચેપોક) ખાતે આ મેચ રમાશે જેના પર વિશ્વભરની નજર રહેશે, કારણ કે આ મેદાન સ્પિનરો માટે સ્વર્ગ માનવામાં આવે છે અને બંને ટીમો પાસે ગુણવત્તાયુક્ત સ્પિન આક્રમણ ઉપલબ્ધ છે.

આજની મેચમાં અફઘાનિસ્તાને ટોસ જીતી પહેલા બેટિંગનો નિર્ણય કર્યો છે.

Advertisement

જૂની હારનો બદલો કે ઇતિહાસનું પુનરાવર્તન?

આ મેચમાં ઈતિહાસ અને આંકડાઓ ખૂબ જ મહત્વના બની રહેશે. આ પહેલા જ્યારે 2024 ના વર્લ્ડ કપમાં ગુયાનાના મેદાન પર આ બંને ટીમો ટકરાઈ હતી, ત્યારે અફઘાનિસ્તાને ન્યુઝીલેન્ડને 84 રનથી કારમી હાર આપીને ક્રિકેટ જગતને ચોંકાવી દીધું હતું. એ જીતને કારણે જ અફઘાનિસ્તાન સેમિફાઈનલ સુધીની સફર ખેડી શક્યું હતું, જ્યારે કિવિ ટીમ ગ્રુપ સ્ટેજમાંથી જ બહાર થઈ ગઈ હતી. અત્યાર સુધીના હેડ-ટુ-હેડ રેકોર્ડની વાત કરીએ તો, બંને ટીમો વચ્ચે રમાયેલી બે T20I મેચોમાં પલ્લું બરાબર રહ્યું છે—એક મેચ અફઘાનિસ્તાને જીતી છે અને એક ન્યુઝીલેન્ડ.

Advertisement

"ગ્રુપ ઓફ ડેથ" અને પોઈન્ટ ટેબલનું સમીકરણ (NZ vs AFG)

T20 વર્લ્ડ કપ 2026 ના ગ્રુપ ડી ને નિષ્ણાતો "ગ્રુપ ઓફ ડેથ" તરીકે ઓળખાવી રહ્યા છે. આ ગ્રુપમાં અફઘાનિસ્તાન અને ન્યુઝીલેન્ડની સાથે દક્ષિણ આફ્રિકા જેવી મજબૂત ટીમ પણ સામેલ છે. આવી સ્થિતિમાં, એક પણ ભૂલ કોઈ પણ ટીમને ટુર્નામેન્ટની બહાર ફેંકી શકે છે. ચેન્નાઈની આ મેચ જે ટીમ જીતશે, તેને પોઈન્ટ ટેબલમાં મજબૂત પકડ બનાવવાની તક મળશે.

બંને ટીમોનું પ્લેઇંગ ઇલેવન

ન્યુઝીલેન્ડ: ફિન એલન, ટિમ સેફર્ટ, રચિન રવિન્દ્ર, ગ્લેન ફિલિપ્સ, ડેરીલ મિશેલ, માઈકલ બ્રેસવેલ, માર્ક ચેપમેન, મિશેલ સેન્ટનર (કેપ્ટન), જેકબ ડફી, લોકી ફર્ગ્યુસન અને મેટ હેનરી.

અફઘાનિસ્તાન: રહેમાનુલ્લા ગુરબાઝ, ઈબ્રાહિમ ઝદરાન, સેદીકુલ્લાહ અટલ, દરવિશ રસુલી, અઝમતુલ્લા ઓમરઝાઈ, મોહમ્મદ નબી, ગુલબદ્દીન નાયબ, રાશિદ ખાન (કેપ્ટન), ફઝલહક ફારૂકી, નૂર અહેમદ અને નવીન ઉલ હક.

આ પણ વાંચો :  IND vs USA Live : ભારતીય બોલરો સામે અમેરિકન બેટ્સમેનો નતમસ્તક,ઇન્ડિયાએ 29 રને હરાવીને વર્લ્ડકપમાં કરી ધમાકેદાર શરૂઆત

Tags :
Advertisement

.

×