Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

T20 World Cup 2026 Points Table : કોણ ટોચ પર, કોણ તળિયે? જાણો ચારેય ગ્રુપની હાલની સ્થિતિ

T20 World Cup 2026ના બીજા દિવસે થયેલી હાઈ-વોલ્ટેજ મેચો બાદ પોઈન્ટ ટેબલમાં મોટા ફેરફાર થયા છે. ભારત ગ્રુપ Aમાં ટોચ પર છે, જ્યારે શ્રીલંકા અને ન્યુઝીલેન્ડે પોતાની જીતથી ગ્રુપ B અને Dમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. ઈંગ્લેન્ડની જીતથી ગ્રુપ Cમાં સ્પર્ધા વધુ રસપ્રદ બની છે.
t20 world cup 2026 points table   કોણ ટોચ પર  કોણ તળિયે  જાણો ચારેય ગ્રુપની હાલની સ્થિતિ
Advertisement
  • T20 World Cup 2026 Points Table Update
  • બીજા જ દિવસે બદલાઈ ગઈ T20 વર્લ્ડ કપ 2026ની તસવીર! ચારેય ગ્રુપની લેટેસ્ટ પોઈન્ટ ટેબલ જુઓ
  • ઈંગ્લેન્ડ-શ્રીલંકાની ધમાકેદાર જીત! T20 WC 2026 પોઈન્ટ ટેબલ અપડેટ
  • T20 વર્લ્ડ કપ 2026: કોણ ટોચ પર? કોણ તળિયે? જાણો ચારેય ગ્રુપની હાલની સ્થિતિ
  • હાઈ-વોલ્ટેજ મેચો બાદ T20 WC 2026 પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર! ફેન્સ માટે મોટું અપડેટ

T20 World Cup 2026 Points Table : T20 વર્લ્ડ કપ 2026ના બીજા દિવસે રમાયેલી ત્રણ હાઈ-વોલ્ટેજ મેચોએ પોઈન્ટ ટેબલ (Points Table) માં ફેરફારો કર્યા છે. અફઘાનિસ્તાન, ઈંગ્લેન્ડ અને શ્રીલંકાએ પોતપોતાની મેચો જીતીને ટૂર્નામેન્ટમાં શાનદાર આગાજ કર્યો છે. ચાલો જાણીએ આ મેચો બાદ તમામ ચાર ગ્રુપની લેટેસ્ટ સ્થિતિ શું છે.

ગ્રુપ A: ટીમ ઈન્ડિયાનું વર્ચસ્વ અકબંધ

ગઇ કાલે રવિવારના દિવસે ગ્રુપ Aમાં કોઈ પણ મેચ રમાઈ ન હોવાથી પોઈન્ટ ટેબલ (Points Table) માં કોઈ મોટો ફેરફાર જોવા મળ્યો નથી. ભારત અત્યારે પણ શાનદાર નેટ રન રેટ સાથે ટેબલમાં પ્રથમ ક્રમે બિરાજમાન છે.

Advertisement

  • ભારત: 2 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાન.
  • પાકિસ્તાન: 2 પોઈન્ટ સાથે બીજા ક્રમે.
  • નામિબિયા: હજુ સુધી એક પણ મેચ ન રમી હોવાથી ત્રીજા સ્થાને છે.
  • નેધરલેન્ડ્સ અને યુએસએ: અનુક્રમે ચોથા અને પાંચમા સ્થાને છે.

t20 world cup 2026 team india

Advertisement

ગ્રુપ B: શ્રીલંકાની વિજયી કૂચ અને ટોચનું સ્થાન (Points Table)

રવિવારના દિવસે ગ્રુપ Bની મહત્વની મેચ શ્રીલંકા અને આયર્લેન્ડ વચ્ચે રમાઈ હતી. શ્રીલંકાએ શાનદાર પ્રદર્શન કરતા આયર્લેન્ડને 20 રને માત આપી હતી. આ જીત સાથે શ્રીલંકાએ 2 પોઈન્ટ મેળવીને ગ્રુપમાં પ્રથમ સ્થાન કબજે કરી લીધું છે. બીજી તરફ, હારના કારણે આયર્લેન્ડની ટીમ પોઈન્ટ ટેબલમાં છેલ્લે ફેંકાઈ ગઈ છે. હાલમાં ઓમાન બીજા, ઝિમ્બાબ્વે ત્રીજા અને દિગ્ગજ ઓસ્ટ્રેલિયન ટીમ ચોથા સ્થાને છે.

t20 world cup 2026 sri lanka, Gujarat First

ગ્રુપ C: ઈંગ્લેન્ડની જીત

ગ્રુપ Cમાં રવિવારના દિવસે ઈંગ્લેન્ડ અને નેપાળ વચ્ચે રમાયેલી મેચ શ્વાસ અધ્ધર કરી દે તેવી રહી હતી. ઈંગ્લેન્ડે નેપાળને માત્ર 4 રનથી હરાવીને કિંમતી 2 પોઈન્ટ મેળવ્યા છે.

  • વેસ્ટ ઈન્ડિઝ: સારા રન રેટને કારણે હાલ પ્રથમ સ્થાને છે.
  • ઈંગ્લેન્ડ: જીત મેળવીને બીજા સ્થાને પહોંચી ગયું છે.
  • ઈટાલી: એક પણ મેચ રમ્યા વગર ત્રીજા સ્થાને સ્થિર છે.
  • નેપાળ અને સ્કોટલેન્ડ: ચોથા અને પાંચમા ક્રમે છે.

t20 world cup 2026 west indies, Gujarat First

ગ્રુપ D: કિવી ટીમનો દબદબો

દિવસની સૌથી મોટી મેચ ન્યુઝીલેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ હતી. ન્યુઝીલેન્ડે આ મેચમાં અફઘાનિસ્તાને 5 વિકેટે હરાવી છે. આ મેચમાં અફઘાનિસ્તાનને હરાવીને, કિવી ટીમ પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગઈ છે. જોકે, હાર્યા પછી, અફઘાનિસ્તાન પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને છે. હાલમાં, એક પણ મેચ રમ્યા વિના, કેનેડા બીજા સ્થાને, દક્ષિણ આફ્રિકા ત્રીજા સ્થાને અને યુએઈ ચોથા સ્થાને છે.

t20 world cup 2026 new zealand, Gujarat First

આ પણ વાંચો :  T20 World Cup : Nepal સામે માત્ર 4 રને England ની જીત

Tags :
Advertisement

.

×