T20 World Cup ની સેમીફાઈનલમાં વરસાદ પડ્યો તો કઈ ટીમ જશે ફાઈનલમાં? જાણો નિયમ
- T20 World Cup સેમીફાઈનલ અને ફાઈનલ માટે ICC ના નવા નિયમો!
- સેમીફાઈનલ અને ફાઈનલમાં સુપર ઓવરનો નિયમ રહેશે યથાવત
- વરસાદમાં સુપર ઓવર ન થાય તો સુપર-8 ના પોઈન્ટ્સ ગણાશે
- સુપર-8 ના ગ્રુપમાં ટોપ કરનાર ટીમને સેમીફાઈનલમાં મળશે ફાયદો
- ફાઈનલમાં રિઝર્વ ડે બાદ પણ પરિણામ ન આવે તો બે ટીમો બનશે વિજેતા
- વર્ષ 2002 ની જેમ ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરવાની આઈસીસીની જોગવાઈ
આઈસીસી ટી-20 વર્લ્ડ કપ 2026 (T20 World Cup 2026) હવે તેના અંતિમ તબક્કા તરફ આગળ વધી રહ્યો છે. ઈડન ગાર્ડન ખાતે દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ (RSA vs NZ) વચ્ચેની પ્રથમ સેમીફાઈનલ સાથે જ રોમાંચ ચરમસીમાએ પહોંચ્યો છે. જોકે, આ વખતે નોકઆઉટ મેચો માટેના નિયમો સામાન્ય મેચો કરતા તદ્દન અલગ છે, જે ટુર્નામેન્ટનું પરિણામ બદલી શકે છે.
T20 World Cup માં સુપર ઓવર અને વરસાદના નિયમ
ટુર્નામેન્ટમાં સુપર ઓવરનો નિયમ યથાવત છે, પરંતુ જો સેમીફાઈનલ કે ફાઈનલ દરમિયાન વરસાદ પડે અને સુપર ઓવર પણ શક્ય ન બને, તો આઈસીસીએ (ICC) સ્પષ્ટ ગાઈડલાઈન જાહેર કરી છે. સેમીફાઈનલમાં જો મેચ ટાઈ થાય અને સુપર ઓવર પણ વરસાદને કારણે ધોવાઈ જાય, તો જે ટીમ 'સુપર-8' (Super-8 Round) માં પોતાના ગ્રુપમાં ટોચ પર રહી હોય તેને વિજેતા જાહેર કરવામાં આવશે. દાખલા તરીકે, જો દક્ષિણ આફ્રિકા તેના ગ્રુપમાં પ્રથમ સ્થાને હોય, તો મેચ રદ થવાની સ્થિતિમાં તે સીધી ફાઈનલમાં પ્રવેશશે.
Skipper Harry Brook is backing England’s belief ahead of their #T20WorldCup semi-final against India 💪https://t.co/XTG6MY9nj6
— ICC (@ICC) March 4, 2026
વર્લ્ડ કપની ફાઈનલમાં જોઈન્ટ વિનરની જોગવાઈ
ફાઈનલ મેચ માટે નિયમો વધુ કડક છે. જો ફાઈનલ ટાઈ થાય અને સુપર ઓવર પણ વરસાદ કે અન્ય કોઈ કારણોસર ન થઈ શકે, તેમજ રિઝર્વ ડે (Reserve Day) પર પણ રમત શક્ય ન હોય, તો બંને ટીમોને સંયુક્ત વિજેતા (Joint Winners) જાહેર કરવામાં આવશે. ક્રિકેટના ઈતિહાસમાં વર્ષ 2002 માં ભારત અને શ્રીલંકા વચ્ચે પણ આવી જ સ્થિતિ સર્જાઈ હતી. આ વખતે ચાહકોને આશા છે કે મેચનું પરિણામ મેદાન પર રમીને જ આવે.
આ પણ વાંચો : IND vs ENG : Sam Curran નો ખુલ્લો પડકાર - વાનખેડે સ્ટેડિયમમાં ગુરુવારે શાંતિ હશે!


