Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

T20 World Cup : IND Vs ZIM મેચ પહેલા મેદાનમાં કેમિકલનો છંટકાવ !

T20 World Cup માં આજે ભારત અને ઝિમ્બાવ્વેની ટીમો ટકરાશે, તે પહેલા ચેન્નાઇના ચેપૌક સ્ટેડિયમમાં ચેપૌકમાં 'ડ્યૂ ક્યોર' નામનું કેમિકલનો છંટકાવ કરવામાં આવ્યો છે. તે ખાસ અમેરિકાથી મંગાવવામાં આવ્યું છે. તેનો હેતુ રાત્રિની મેચોમાં ઝાકળની અસર ઘટાડવાનો છે. હાલમાં ચેન્નાઈમાં ભેજ 80 થી 90% રહેવાની ધારણા છે, ભેજ પર કાબુ મેળવવા માટે આ પ્રયોગ ધરાયો છે,
t20 world cup   ind vs zim મેચ પહેલા મેદાનમાં કેમિકલનો છંટકાવ
Advertisement
  • T20 World Cup માં આજે ભારત અને ઝિમ્બાવ્વેની ટીમો ટકરાશે
  • બંને ટીમોને સુપર - 8 ની પહેલી મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે
  • ભારત માટે આગામી બંને મેચોને જીતવા સિવાય બીજો કોઇ વિકલ્પ નથી
  • ગતરોજ હાર બાદ શ્રીલંકા સેમિફાઇનલ મેચની રેસમાંથી બહાર ફેંકાયું છે

T20 World Cup : આજે ભારત અને ઝિમ્બાબ્વે (India Vs Zimbabwe) 2026 T20 વર્લ્ડ કપમાં સુપર 8 ની (T20 World Cup - Super 8) રોમાંચક મેચનો સામનો કરશે. આ મેચ ચેન્નાઈના એમ એ ચિદમ્બરમ સ્ટેડિયમ (ચેપૌક) (M. A. Chidambaram Stadium - Chepauk) ખાતે રમાશે. ભારત માટે આ મેચ જીતવી જ પડે તેવી સ્થિતી છે, કેપ્ટન સૂર્યકુમારની ટીમે હવે બાકીની બંને મેચ નોંધપાત્ર માર્જિનથી જીતવી પડશે, અને સાથે જ અન્ય ટીમોના પરિણામો પર પણ નજર રાખવી પડશે. ઝિમ્બાબ્વે સામેની મેચ પહેલા મેદાન પર એક ખાસ કેમિકલનો છંટકાવ કરવામાં આવ્યો છે, જે ખૂબ ચર્ચા જગાવી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

આ પણ વાંચો ------- Shikhar Dhawan ના બીજા લગ્ન બાદ પહેલી પત્ની મોટી મુશ્કેલીમાં મુકાઇ !

Advertisement

T20 World Cup, મેનેજમેન્ટે પહેલા જ તૈયારીઓ કરી લીધી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચેપૌકમાં 'ડ્યૂ ક્યોર' નામનું કેમિકલનો છંટકાવ કરવામાં આવ્યો છે. તે ખાસ અમેરિકાથી મંગાવવામાં આવ્યું છે. તેનો હેતુ રાત્રિની મેચોમાં ઝાકળની અસર ઘટાડવાનો છે. હાલમાં ચેન્નાઈમાં ભેજ 80 થી 90% રહેવાની ધારણા છે. આના કારણે બીજી ઇનિંગમાં બોલ ભીનો થઈ શકે છે, જેના કારણે આઉટફિલ્ડ લપસણી થઈ શકે છે, અને બોલરોની પકડ નબળી પડી શકે છે. આ જ કારણ છે કે, સ્ટેડિયમ મેનેજમેન્ટે આ વખતે ઝાકળનો સામનો કરવા માટે પહેલાથી જ તૈયારીઓ કરી લીધી છે.

Advertisement

T20 World Cup, પિચ પર સ્પિનરોનું પ્રભુત્વ

પ્રશ્ન એ ઊભો થાય છે કે, જો રસાયણ છંટકાવથી ઝાકળ ઓછું થાય છે, તો કઈ ટીમને ફાયદો થશે, અને કોને નુકસાન થશે? નિષ્ણાતોના મતે, જો ઝાકળ ઓછું થાય છે, તો સ્પિનરોને ફાયદો થઈ શકે છે, બોલરોના હાથમાં વધુ સારું નિયંત્રણ રહેશે, અને પહેલા બેટિંગ કરતી ટીમને ફાયદો થઈ શકે છે. જો ઝાકળ હજુ પણ ચાલુ રહે છે, તો બીજી વખત મેદાનમાં ઉતરનાર ટીમને ફાયદો થઈ શકે છે. સ્પિનરો સામાન્ય રીતે ચેપૌક પિચ પર પ્રભુત્વ ધરાવે છે. બોલ સ્થિર પ્રવાહ સાથે આવે છે, અને ટર્ન આપે છે. જો કે, ઝાકળ આવતાની સાથે જ બોલ સરકી જવા લાગે છે, જેનાથી બેટિંગ સરળ બને છે.

આ રીતે ફરક પડી શકે છે

જો ડ્યૂ ક્યોર અસરકારક સાબિત થાય છે, તો કેપ્ટન પહેલા બેટિંગ કરવાનું જોખમ લઈ શકે છે, અને સ્પિનરો મધ્ય ઓવરોમાં વધુ ભૂમિકા ભજવી શકે છે. ડેથ ઓવરોમાં યોર્કર અને સ્લોઅર બોલ વધુ અસરકારક હોઈ શકે છે. જો અસર ઓછી હોય, તો નાઇટ ઝાકળ ફરીથી મેચનું પરિણામ નક્કી કરે તો નવાઇ નહીં.

આ પ્રયોગની ચર્ચા

ચેન્નાઈમાં રાત્રિ મેચોમાં કેપ્ટન ઘણીવાર પીછો કરવાનું પસંદ કરે છે, ભીના બોલથી બચાવ કરવો મુશ્કેલ બને છે, પરંતુ જો આ વખતે ઝાકળને કાબુમાં લેવામાં આવે તો ટોસનું મહત્વ થોડું ઓછું થઈ શકે છે, આ જ કારણ છે કે, આ પ્રયોગની ચર્ચા થઈ રહી છે.

એક ભૂલ અને રેસમાંથી બહાર

ભારત સુપર 8 માં પહેલાથી જ કારમી હારનો સામનો કરી ચૂક્યું છે. બીજી તરફ, ઝિમ્બાબ્વે પણ 100 થી વધુ રનથી હારી ગયું છે. બંને ટીમો દબાણ હેઠળ છે. પરંતુ ભારત ડિફેન્ડિંગ ચેમ્પિયન છે, અને અપેક્ષાઓ વધારે છે. વધુ એક ભૂલ વર્લ્ડ કપની કહાનીનો અંત લાવી શકે છે.

આ પણ વાંચો ------- IND vs ZIM Playing 11: ઝિમ્બાબ્વે સામે ભારતની 'કરો અથવા મરો' જંગ, પ્લેઈંગ-11માં મોટા ફેરફારના સંકેત

Tags :
Advertisement

.

×