Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

T20 World Cup : England ની જીત, પાકિસ્તાન માટે 'રાહત'ના સમાચાર

T20 World Cup અંતર્ગત ન્યુઝિલેન્ડ અને ઇંગ્લેન્ડ વચ્ચે મેચ રમાઇ છે, આ મેચમાં, ન્યુઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો અને, 20 ઓવરમાં 7 વિકેટે 159 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડે 19.3 ઓવરમાં 6 વિકેટે 161 રન બનાવીને મેચ જીતી લીધી છે. આ જીત સાથે, ઈંગ્લેન્ડે 2 પોઈન્ટ મેળવ્યા અને હવે 6 પોઈન્ટ સાથે ગ્રુપ 2 સ્ટેન્ડિંગમાં પ્રથમ સ્થાને છે.
t20 world cup   england ની જીત  પાકિસ્તાન માટે  રાહત ના સમાચાર
Advertisement
  • T20 World Cup અંતર્ગત ન્યુઝિલેન્ડ અને ઇંગ્લેન્ડ વચ્ચે મેચ રમાઇ
  • ઇંગ્લેન્ડની ટીમે હારેલી મેચને જીતમાં ફેરવી કાઢતું રોચક પ્રદર્શન કર્યું
  • ઇંગ્લેન્ડની જીતના કારણે ભારતના પાડોશી દેશન મારે રાહત થઇ

T20 World Cup : આજે કોલંબોમાં ન્યુઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ વચ્ચે ICC T20 World Cup ની 49 મી મેચ રમાઈ હતી. ઇંગ્લેન્ડે આ રોમાંચક મેચ ત્રણ બોલ બાકી રહેતા ચાર વિકેટે જીતી લીધી છે. ઇંગ્લેન્ડે આજની મેચ ચોક્કસપણે જીતી લીધી હતી, પરંતુ તેનાથી પડોશી દેશ પાકિસ્તાનને પણ ફાયદો થયો હોવાનું સામે આવ્યું છે. એક સમયે એવું લાગતું હતું કે ન્યુઝીલેન્ડ મેચ જીતી જશે, પરંતુ ઈંગ્લેન્ડના બેટ્સમેન વિલ જેક્સ અને રેહાન અહેમદે મેચને સંપૂર્ણપણે પલટી નાખી અને તેમની ટીમને 4 વિકેટથી વિજય અપાવ્યો. વિલ જેક્સને તેમના ઓલરાઉન્ડ પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

T20 World Cup, ગ્રુપ 2 માં ટોચ પર

આ મેચમાં, ન્યુઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો, 20 ઓવરમાં 7 વિકેટે 159 રન બનાવ્યા હતા. 160 રનનો લક્ષ્યાંક મુકનાર ઈંગ્લેન્ડે 19.3 ઓવરમાં 6 વિકેટે 161 રન બનાવીને મેચ જીતી લીધી છે. આ જીત સાથે, ઈંગ્લેન્ડે 2 પોઈન્ટ મેળવ્યા અને હવે 6 પોઈન્ટ સાથે સુપર 8 ગ્રુપ 2 સ્ટેન્ડિંગમાં પ્રથમ સ્થાને છે.

Advertisement

આ પણ વાંચો ------- IPL 2026: IPL 2026 ના શિડ્યુલમાં મોટો ફેરફાર, જાણો હવે ક્યારથી શરૂ થશે ક્રિકેટનો મહાકુંભ?

Advertisement

T20 World Cup, સેમિફાઇનલનું ગણિત

ઈંગ્લેન્ડ સામેની હાર બાદ ન્યુઝીલેન્ડે 2 પોઈન્ટ ગુમાવ્યા છે, અને હાલમાં તેના ફક્ત 3 પોઈન્ટ છે. પાકિસ્તાન પાસે હાલમાં એક પોઈન્ટ છે. પાકિસ્તાને હવે શ્રીલંકા સામે મેચ રમવાની છે, અને જો સલમાન આગાની ટીમ શ્રીલંકાને હરાવે છે, તો તેમના પણ ત્રણ પોઈન્ટ થશે. આ સ્થિતિમાં, પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે રન રેટ વધુ ધરાવતી ટીમ સેમિફાઇનલમાં પહોંચશે.

બેન્ટને 33 રનની શાનદાર ઇનિંગ રમી

ઇંગ્લેન્ડનો ઓપનર જોસ બટલર પોતાનું ખાતું ખોલવામાં નિષ્ફળ ગયો, જ્યારે ફિલ સોલ્ટ બે રન બનાવીને આઉટ થયો હતો. હેરી બ્રુકે 26 રન બનાવ્યા, જ્યારે બેથેલે 21 રન બનાવ્યા હતા. સેમ કુરન 24 રન બનાવીને આઉટ થયો, જ્યારે બેન્ટને 33 રનની શાનદાર ઇનિંગ રમી હતી. ત્યારબાદ, વિલ જેક્સે 18 બોલમાં અણનમ 32 રન બનાવ્યા, અને રેહાન અહેમદે 7 બોલમાં અણનમ 19 રન બનાવીને ઇંગ્લેન્ડને વિજય અપાવ્યો હતો. ન્યુઝીલેન્ડ માટે રચિન રવિન્દ્રે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી.

કેપ્ટન સેન્ટનર 9 રન બનાવી અણનમ રહ્યા

ન્યુઝીલેન્ડના ઓપનર સીફર્ટે 35 રન બનાવ્યા, જ્યારે ફિન એલન 29 રન બનાવીને આઉટ થયો હતો. રચિન રવિન્દ્ર 11 રન બનાવીને આઉટ થયો હતો, ચેપમેન 15 રન બનાવીને સ્ટમ્પ આઉટ થયો હતો, ડેરિલ મિશેલે 3 રન અને કોલ મેકકોન્ચીએ 14 રન બનાવ્યા હતા, કેપ્ટન સેન્ટનર 9 રન બનાવી અણનમ રહ્યા હતા, ઇંગ્લેન્ડ તરફથી આદિલ રશીદ, વિલ જેક્સ અને રેહાન અહેમદે બે-બે વિકેટ લીધી, જ્યારે લિયામ ડોસને એક વિકેટ લીધી હતી.

આ પણ વાંચો ------- India Captain Harmanpreet Kaur એ હાર અંગે ભૂલો સ્વિકારી !

Tags :
Advertisement

.

×