Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

T20 World Cup : અંત સુધી રસાકસી બાદ ભારતની જીત

T20 World Cup અંતર્ગત આજે ભારત અને વેસ્ટ ઇન્ડિઝન વચ્ચે મેચ રમાઇ છે, આ મેચમાં ટીમ ઇન્ડિયાની બોલિંગમાં જસપ્રીત બુમરાહ ભારત માટે સૌથી સફળ બોલર હતો. તેણે પોતાની ચાર ઓવરમાં 36 રન આપીને બે વિકેટ લીધી હતી. તેમના સિવાય, હાર્દિક પંડ્યાએ 4 ઓવરમાં 40 રન આપીને 1 વિકેટ લીધી. વરુણે પણ 4 ઓવરમાં 40 રન આપીને 1 વિકેટ લીધી હતી.
t20 world cup   અંત સુધી રસાકસી બાદ ભારતની જીત
Advertisement
  • T20 World Cup અંતર્ગત આજે ભારત અને વેસ્ટ ઇન્ડિઝન વચ્ચે મેચ રમાઇ
  • ભારે રસાકસીના અંતે ભારતે આ મેચ જીતીને સેમિફાઇનલમાં સ્થાન જમાવ્યું
  • ગતરોજ પાકિસ્તાન મેચ જીત્યા બાદ પણ સેમિફાઇનલની રેસમાંથી બહાર થયું છે

T20 World Cup : T20 વર્લ્ડ કપ 2026 માં ભારત સામે પ્રથમ બેટિંગ કરતા, વેસ્ટ ઇન્ડીઝે 20 ઓવરમાં 195 રન બનાવીને ભારત સામે 196 રનનું લક્ષ્ય મુક્યું હતું. છેલ્લી ઓવર સુધી રસાકસીના અંતે ભારતે જીત મેળવી છે, ભારતે છેલ્લા બોલ પર 4 મારીને 199 રન બનાવ્યા છે, આ જીત સાથે ભારતે વર્લ્ડ કપના સેમિફાઇનલમાં એન્ટ્રી લઇ લીધી છે. જેને લઇને દેશભરમાં આ જીતને વધાવવામાં આવી રહી છે.  વેસ્ટ ઇન્ડીઝ તરફથી રોસ્ટન ચેઝે સૌથી વધુ 40 રન બનાવ્યા હતા, કેપ્ટન શાઈ હોપે 32 અને રોવમેન પોવેલે માત્ર 19 બોલમાં 34 રન બનાવ્યા હતા, જેસન હોલ્ડર છેલ્લા સ્થાને આવ્યો, અને તેણે 22 બોલમાં બે ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે 37 રન બનાવ્યા હતા, આજની મેચ કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે રમાઇ હતી.

 

View this post on Instagram

 

A post shared by ICC Hindi (@icchindiofficial)

આ પણ વાંચો ------ IND vs WI : સેમીફાઈનલ પહેલા ભારતીય ખેલાડીઓ મંદિર પહોંચ્યા, જીત માટે માતાજીને પ્રાર્થના કરી

Advertisement

T20 World Cup, જસપ્રીત બુમરાહ ભારત માટે સૌથી સફળ

આ મેચમાં ટીમ ઇન્ડિયાની બોલિંગમાં જસપ્રીત બુમરાહ ભારત માટે સૌથી સફળ બોલર હતો. તેણે પોતાની ચાર ઓવરમાં 36 રન આપીને બે વિકેટ લીધી હતી. તેમના સિવાય, હાર્દિક પંડ્યાએ 4 ઓવરમાં 40 રન આપીને 1 વિકેટ લીધી. વરુણે પણ 4 ઓવરમાં 40 રન આપીને 1 વિકેટ લીધી હતી.

Advertisement

https://x.com/GujaratFirst/status/2028158632882585821

બે-બે પોઇન્ટ મેળવ્યા છે

દક્ષિણ આફ્રિકા પહેલાથી જ T20 વર્લ્ડ કપ 2026 ના સેમિફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કરી ચૂક્યું છે, સુપર 8 ગ્રુપમાં જેમાં ટીમ ઇન્ડિયા સ્થિત છે. ભારત અને વેસ્ટ ઇન્ડીઝે એક-એક મેચ જીતી છે અને બે-બે પોઇન્ટ મેળવ્યા છે, એટલે કે આજની મેચ જીતનારી ટીમ ચાર પોઇન્ટ સાથે સેમિફાઇનલમાં પહોંચશે.

આ પણ વાંચો ------ T20 World Cup 2026 ની ફાઈલન જીતનાર ટીમ થશે માલામાલ, હારનાર ટીમ પણ કરોડો રૂપિયા લઈને જશે

Tags :
Advertisement

.

×