T20 World Cup : ઝિમ્બાવ્વે 184 રનમાં સમાપ્ત, ભારતની ભવ્ય જીત
- T20 World Cup અંતર્ગત આજે ભારત અને ઝિમ્બાવ્વે વચ્ચે મેચ રમાઇ
- ભારતનો મોટો રનસ્કોર ચેઝ કરતા ઝિમ્બાવ્વેને ફાંફાં પડી ગયા
- ભારતે 257 રનનો માતબર સ્કોર આપ્યો, ઝિમ્બાવ્વે ** રનમાં આટોપી લેવાયું
- સેમિફાઇનલમાં પ્રવેશ માટે ભારતને પહેલી સફળતા મળ્યાની ચાહકોમાં ખુશી
T20 World Cup : T20 વર્લ્ડ કપ 2026 માં આજે ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે સુપર 8 મેચ રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં માત્ર ચાર વિકેટ ગુમાવીને 256 રન બનાવ્યા છે, અને ઝિમ્બાબ્વેને 257 રનોનું મોટું લક્ષ્ય આપ્યું છે, જો કે, ઝિમ્બાવ્વેની ટીમ બેટિંગમાં પોતાનું દમખમ દેખાડવામાં નિષ્ફળ રહી છે, અને 184 રનમાં જ મેચ આટોપી લેવામાં આવી છે. આ જીત ભારતના સેમિફાઇનલમાં પ્રવેશ માટે અત્યંત મહત્વની માનવામાં આવે છે. બેટિંગમાં તરખાટ મચાવ્યા બાદ ભારતીય બોલરોએ મેદાનમાં મોરચો સંભાળ્યો હતો, જેના સુખદ પરિણામો આપણી સમક્ષ છે.
આ પણ વાંચો ------- T20 World Cup : IND Vs ZIM મેચ પહેલા મેદાનમાં કેમિકલનો છંટકાવ !
T20 World Cup, હાર્દિક અને તિલકનો તરખાટ
ભારત તરફથી અભિષેક શર્માએ 30 બોલનો સામનો કરીને સૌથી વધુ 55 રન બનાવ્યા છે. તેણે ચાર ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા છે, ઈશાન કિશનએ 24 બોલમાં 38 રન બનાવ્યા છે, અને સંજુ સેમસનએ 15 બોલમાં 24 રન બનાવ્યા છે, કેપ્ટન સૂર્યકુમાર યાદવે 13 બોલમાં 33 રન બનાવ્યા છે, અંતે, હાર્દિક પંડ્યા અને તિલક વર્માએ આક્રમક બેટિંગ કરી છે, હાર્દિકે માત્ર 23 બોલમાં 50 રન બનાવ્યા, જેમાં બે ચોગ્ગા અને ચાર છગ્ગાનો સમાવેશ થાય છે. તિલક 16 બોલમાં 44 રન બનાવ્યા, તેણે ત્રણ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા છે
View this post on Instagram
વર્લ્ડ કપમાં બીજો સૌથી વધુ સ્કોર
ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં બીજો સૌથી વધુ સ્કોર નોંધાવ્યો છે. શ્રીલંકાના નામે સૌથી વધુ સ્કોરનો રેકોર્ડ છે, જેણે 2007માં કેન્યા સામે 260 રન બનાવ્યા હતા. આ રેકોર્ડ અતૂટ છે. જોકે, હવે આ ટીમ ઈન્ડિયાનો T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ સ્કોર છે. ભારતે 2007માં ઈંગ્લેન્ડ સામે 218 રન બનાવ્યા હતા.
આ પણ વાંચો ------ India Semifinal Qualification: સાઉથ આફ્રિકાની જીતથી ભારતનો રસ્તો સાફ? જાણો સેમીફાઈનલ સમીકરણ


