Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Pakistani 'મૂળ'ના ક્રિકેટરોનું ભારતમાં શાનદાર સ્વાગત કરાયું !

Pakistani 'મૂળ'ના ક્રિકેટરો USA ની ટીમમાં રમી રહ્યા છે. જે પૈકી શાયન જહાંગીર, અલી ખાન અને મોહમ્મદ મોહસીનનું મુંબઈની એક હોટલમાં તિલક સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારતમાં આ પાકિસ્તાની ખેલાડીઓના સ્વાગતથી હવે પાકિસ્તાની ખેલાડીઓ અને PCB મરચું લાગ્યું છે. નોંધનીય છે કે, પાકિસ્તાને વર્લ્ડ કપ રમવાથી ઇનકાર કર્યો છે.
pakistani  મૂળ ના ક્રિકેટરોનું ભારતમાં શાનદાર સ્વાગત કરાયું
Advertisement
  • Pakistani મૂળના ક્રિકેટરો યુએસએની ટીમમાં રમી રહ્યા છે
  • હાલ ટી20 વર્લ્ડ કપ માટે ટીમોનું ભારતમાં આગમન થઇ રહ્યું છે
  • યુએસએની ટીમના ખેલાડીઓનું તિલક સાથે સ્વાગત કરવામાં આવ્યું
  • આ વીડિયો વાયરલ થતા કરોડો દર્શકો સુધી પહોંચ્યો

Pakistani Origin Cricketer Welcome In India : ICC T20 વર્લ્ડ કપ 2026 શરૂ થવામાં હવે માત્ર છ દિવસ બાકી છે. ભારત અને શ્રીલંકામાં યોજાનારી આ ટુર્નામેન્ટની અંતિમ તૈયારીઓ ચાલી રહી છે, હવે એક પછી એક ટીમો ભારતમાં આવી રહી છે. આ ICC ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે USA ની ક્રિકેટ ટીમ મુંબઈ પહોંચી ગઈ છે. ટીમના સ્વાગતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં પાકિસ્તાની મૂળના ખેલાડીઓનું પણ તિલક સાથે સ્વાગત કરવામાં આવી રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by USA Cricket (@usacricket)

ત્રણ ખેલાડીઓ ભારત પહોંચ્યા (Pakistani Origin Cricketer)

ICC T20 વર્લ્ડ કપ 2026 માટે USA ની ક્રિકેટ ટીમ ભારતમાં આવી છે. ટીમમાં ત્રણ પાકિસ્તાની ખેલાડીઓ પણ જોવા મળી રહ્યા છે. આ ખેલાડીઓમાં શાયન જહાંગીર, અલી ખાન અને મોહમ્મદ મોહસીનનો સમાવેશ થાય છે. ત્રણેય ખેલાડીઓ લાંબા સમયથી USA માટે રમી રહ્યા છે. મુંબઈની એક હોટલમાં આ ખેલાડીઓનું તિલક સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારતમાં આ પાકિસ્તાની ખેલાડીઓના સ્વાગતથી હવે પાકિસ્તાની ખેલાડીઓ અને PCB મરચું લાગ્યું છે.

Advertisement

આ પણ વાંચો ------  T20 World Cup 2026 પૂર્વે ભારતીય ટીમના કોચ ગૌતમ ગંભીર વિરામ પર !

Advertisement

પાકિસ્તાનને હરાવ્યું (Pakistani Origin Cricketer)

અત્રે નોંધનીય છે કે, મુખ્ય ટુર્નામેન્ટ પહેલા, યુએસએ ટીમ ઇન્ડિયા સામે પ્રેક્ટિસ મેચ રમશે. આ ટીમની ખરી કસોટી હશે. યુએસએ ટીમ તેની પહેલી મેચ ભારત સામે રમશે. યુએસએ ટીમ 2024 ના T20 વર્લ્ડ કપમાં પણ ભારતના ગ્રુપમાં હતી. તેઓએ પાકિસ્તાનને હરાવીને આગામી તબક્કા માટે ક્વોલિફાય કર્યું અને ટુર્નામેન્ટમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું હતું.

T20 વર્લ્ડ કપ 2026 માટે યુએસએની ટીમ

મોનાંક પટેલ (કેપ્ટન), જેસી સિંહ, એન્ડ્રીસ ગૌસ, શેહાન જયસૂર્યા, મિલિંદ કુમાર, શાયન જહાંગીર, સૈતીજા મુક્કામાલા, સંજય કૃષ્ણમૂર્તિ, હરમીત સિંહ, નોસ્તુશ કેન્જીગે, શેડલી વાન શાલ્કવિક, સૌરભ નેત્રાવલકર, અલી ખાન, મોહમ્મદ મોહસીન, શુભમ રંજને.

યુએસએનો ટી20 વર્લ્ડ કપ શેડ્યૂલ

  • 7 ફેબ્રુઆરી: યુએસએ Vs ભારત
  • 10 ફેબ્રુઆરી: યુએસએ Vs પાકિસ્તાન
  • 13 ફેબ્રુઆરી: યુએસએ Vs નેધરલેન્ડ
  • 15 ફેબ્રુઆરી: યુએસએ Vs નામિબિયા 

આ પણ વાંચો ------ WPL 2026 : DC એ UPW ને હરાવ્યું, Playoff માં એન્ટ્રી, MI ફેંકાયુ

Tags :
Advertisement

.

×