T20 World Cup : Arshdeep Singh ના નામે નવો રેકોર્ડ બન્યો
- T20 World Cup માં આજે ભારતે ઝિમ્બાવ્વેને પછાડ્યું
- ભારતની જીતમાં અર્શદીપ સિંહનો મોટો ફાળો રહ્યો છે
- અર્શદીપ સિંહ ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડી બન્યો છે
T20 World Cup : ભારતીય ટીમના ડાબોડી ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે (Indian Bowler - Arshdeep Singh) ઝિમ્બાબ્વે સામેની મેચમાં (India Vs Zimbabwe Match) ત્રણ વિકેટ લઈને વર્લ્ડ રેકોર્ડ (World Record) બનાવ્યો છે. આ રેકોર્ડ બનાવવાની પ્રક્રિયામાં તેણે ભારતીય દિગ્ગજ બોલર જસપ્રીત બુમરાહને પણ પાછળ છોડી દીધો છે. સેમિફાઇનલની દાવેદારીમાં ટકી રહેવા માટે ભારતે આ મહત્વપૂર્ણ મેચમાં ઝિમ્બાબ્વેને 76 રનથી હરાવ્યું છે, ભારતની જીતનો સીધો ફાયદો દક્ષિણ આફ્રિકાને થયો, જેણે ક્વોલિફાય કર્યું છે, હવે ઝિમ્બાબ્વે ચાલુ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું છે, ભારતે વેસ્ટ ઇન્ડીઝ સામેની તેમની છેલ્લી સુપર 8 મેચ કોઈપણ કિંમતે જીતવી પડશે.
View this post on Instagram
આ પણ વાંચો ------- T20 World Cup : IND Vs ZIM મેચ પહેલા મેદાનમાં કેમિકલનો છંટકાવ !
ટ્રેન્ટ બોલ્ટને પાછળ છોડી દીધો
ગુરુવારે, અર્શદીપ સિંહે ત્રણ વિકેટ લીધી છે, તેણે ઝિમ્બાબ્વેના કેપ્ટન સિકંદર રઝા, રાયન બર્લ અને ટોની મુન્યોંગાને આઉટ કર્યા છે. અર્શદીપે ચાર ઓવરમાં 24 રન આપ્યા છે, અર્શદીપે ચાલુ વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં આઠ વિકેટ લીધી છે, ચેન્નાઈમાં ત્રણ વિકેટ સાથે, અર્શદીપ T20 વર્લ્ડ કપમાં ડાબોડી ફાસ્ટ બોલર માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. તેણે ટ્રેન્ટ બોલ્ટને પાછળ છોડી દીધો છે, જેમણે 34 વિકેટ લીધી હતી. આ સાથે, અર્શદીપ T20 વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો છે. આ રેસમાં તેણે જસપ્રીત બુમરાહને પણ પાછળ પાડી દીધો છે
T20 World Cup, આ ખેલાડીઓના નામે વર્લ્ડ રેકોર્ડ
ટી20 વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલરનો રેકોર્ડ બાંગ્લાદેશના ભૂતપૂર્વ દિગ્ગજ શાકિબ અલ હસનના નામે છે, જેમણે 43 મેચમાં 50 વિકેટ લીધી હતી. એડમ ઝમ્પા 25 મેચમાં 44 વિકેટ સાથે બીજા સ્થાને છે. રાશિદ ખાન 43 વિકેટ સાથે ત્રીજા સ્થાને છે.
આ પણ વાંચો ------- T20 World Cup : ઝિમ્બાવ્વે 184 રનમાં સમાપ્ત, ભારતની ભવ્ય જીત


