વેસ્ટ ઈન્ડિઝનો વિજયી હુમલો: નેપાળને હરાવી સુપર 8 માં પ્રવેશનારી પ્રથમ ટીમ બની
- West Indies vs Nepal : WI સુપર-8 માં પહોંચનારી પ્રથમ ટીમ!
- વાનખેડેમાં નેપાળની વર્લ્ડ કપ સફરનો કરુણ અંત
- જેસન હોલ્ડરે 27 રનમાં 4 વિકેટ ઝડપી મેચ પલટી નાખી
- શાઈ હોપના અણનમ 61 રને કેરેબિયન ટીમને અપાવી ભવ્ય જીત
- ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પર હવે સૌની નજર
West Indies vs Nepal : રવિવારે મુંબઈના ઐતિહાસિક વાનખેડે સ્ટેડિયમ (Wankhede Stadium) ખાતે રમાયેલી રોમાંચક મેચમાં વેસ્ટ ઈન્ડિઝ (West Indies) ની ટીમે નેપાળ (Nepal) ને 9 વિકેટે હરાવીને ICC પુરૂષ T20 વર્લ્ડ કપ 2026 (T20 World Cup 2026) ના સુપર 8 (Super 8) રાઉન્ડમાં સત્તાવાર રીતે એન્ટ્રી કરી લીધી છે. આ જીત સાથે કેરેબિયન ટીમ ટુર્નામેન્ટના આગામી રાઉન્ડમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે.
West Indies vs Nepal : નેપાળની બેટિંગ લડખડાઈ
ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો વેસ્ટ ઈન્ડિઝનો નિર્ણય સચોટ સાબિત થયો હતો. કેરેબિયન બોલરો સામે નેપાળના બેટ્સમેનો લાચાર જણાયા હતા અને સમગ્ર ટીમ 20 ઓવરમાં માત્ર 133 રન બનાવી શકી હતી. નેપાળ તરફથી દીપેન્દ્ર સિંહ એરી (Dipendra Singh Airee) એ 47 બોલમાં 58 રનની સંઘર્ષપૂર્ણ ઇનિંગ રમી હતી, પરંતુ તેને અન્ય કોઈ બેટ્સમેનનો સાથ મળ્યો નહોતો.
West Indies' red-hot winning streak at #T20WorldCup 2026 extends with another superb display against Nepal 👊
📝: https://t.co/CJzUhQjulG pic.twitter.com/VBGS1YwlVJ
— ICC (@ICC) February 15, 2026
જેસન હોલ્ડરની ઘાતક સ્પેલ
વેસ્ટ ઈન્ડિઝના અનુભવી ફાસ્ટ બોલર જેસન હોલ્ડર (Jason Holder) નેપાળ માટે કાળ સાબિત થયા હતા. હોલ્ડરે પોતાની 4 ઓવરમાં માત્ર 27 રન આપીને 4 મહત્વની વિકેટો ઝડપી હતી. જ્યારે મેથ્યુ ફોર્ડ (Matthew Forde) એ અત્યંત કરકસરયુક્ત બોલિંગ કરતા 4 ઓવરમાં માત્ર 10 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. આ શાનદાર પ્રદર્શન બદલ હોલ્ડરને 'પ્લેયર ઓફ ધ મેચ' (Player of the Match) જાહેર કરવામાં આવ્યા હતા.
શાઈ હોપ અને હેટમાયરની તોફાની બેટિંગ
134 રનના સામાન્ય લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમે માત્ર 15.2 ઓવરમાં વિજય હાંસલ કરી લીધો હતો. કેપ્ટન શાઈ હોપ (Shai Hope) એ અણનમ 61 રન (44 બોલ) અને શિમરોન હેટમાયર (Shimron Hetmyer) એ આક્રમક 46 રન (32 બોલ) બનાવીને બીજી વિકેટ માટે 91 રનની અણનમ ભાગીદારી કરી હતી. નેપાળનો સ્ટાર સ્પિનર સંદીપ લામિછાણે (Sandeep Lamichhane) ઘણો મોંઘો સાબિત થયો હતો, તેણે 3 ઓવરમાં 38 રન લુટાવ્યા હતા. આ હાર સાથે નેપાળની ટીમ વર્લ્ડ કપ 2026 ની રેસમાંથી બહાર થઈ ગઈ છે.
આ પણ વાંચો : હાર્દિક પંડ્યાના દિલ પર જ નહીં, હવે ગરદન પર પણ માહિકાનું નામ! વેલેન્ટાઈન પર આપ્યું મોટું સરપ્રાઈઝ


