આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલે વર્ષ 2024થી 2027 દરમિયાન મહિલાઓની ચાર મેજર વિમેન્સ ટુર્નામેન્ટના આયોજનની જાહેરાત કરી દીધી છે. આ અંતર્ગત વર્ષ 2025માં મહિલા વન-ડે વર્લ્ડ કપનું આયોજન ભારતમાં જ થશે. બર્મિંગહામમાં ચાલી રહેલી વાર્ષિક સાધારણ સભા દરમિયાન આઇસીસીએ આ કાર્યક્રમ પર મહોર મારી દીધી હતી. જેમાં બે ટી-20 વર્લ્ડકપ, એક વન-ડે વર્લ્ડકપ અને પ્રથમ વખત મહિલા ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની કરવામા