Tapi News: ઉચ્છલ નજીક નદીમાં ડૂબી જવાથી 28 વર્ષીય યુવકનું મોત
સુરતના વેસુ વિસ્તારમાં રહેતો 28 વર્ષીય વિરાજ જયેશ પટેલ પોતાના મિત્રો સાથે તાપીના ઉચ્છલ તાલુકાના થુંટી ડેવલપાડા ગામે ફરવા આવ્યો હતો. તાપી નદીના જોખમી ફુગારમાં નાહવા જતાં તે ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને અકસ્માતે ડૂબી જવાથી તેનું મોત નીપજ્યું હતું. ઉચ્છલ પોલીસે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.
Advertisement
Tapi: ગુજરાતમાં ચોમાસાની ઋતુ શરૂ થતાં જ જળાશયો અને નદીઓમાં પાણીની આવક વધી છે, ત્યારે સુરતથી તાપી જિલ્લામાં મિત્રો સાથે ફરવા આવેલો એક યુવક નદીના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હોવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકામાં આવેલ થુંટી ડેવલપાડા વિસ્તારમાંથી પસાર થતી તાપી નદીમાં (Tapi River) નહાવા પડેલા સુરતના એક 28 વર્ષીય આશાસ્પદ યુવકનું ડૂબી જવાથી કરૂણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે મૃતક યુવકના પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.

