સૂર્યપુત્રી તાપીનો જન્મોત્સવ: સુરતમાં 11 મીટરની ભવ્ય ચૂંદડી અર્પણ, સાંજે મહાઆરતીનું આયોજન
Tapi Maha Aarti: સુરતમાં સૂર્યપુત્રી તાપી નદીના જન્મોત્સવ નિમિત્તે જહાંગીરપુરાના કુરુક્ષેત્ર ઓવારા ખાતે ભવ્ય ઉજવણી કરાઈ. માં તાપીને 11 મીટરની ચૂંદડી અર્પણ કરી સાધુ-સંતો અને મેયર સહિતના અગ્રણીઓએ પૂજા-આરતી કરી હતી. મધ્યપ્રદેશના બૈતૂલથી 724 કિમી વહીને આવતી તાપી નદીને સ્વચ્છ રાખવા સંકલ્પ લેવાયા હતા અને સાંજે મહાઆરતી યોજાશે.
Advertisement
Tapi Maha Aarti: સુરત શહેરની જીવાદોરી અને સૂર્યપુત્રી ગણાતી તાપી નદી (Tapi River) ના પવિત્ર જન્મોત્સવની આજે સમગ્ર સુરત શહેરમાં ભારે શ્રદ્ધા અને ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. શહેરના જહાંગીરપુરા (Jahangirpura) સ્થિત પવિત્ર કુરુક્ષેત્ર ઓવારા ખાતે ભવ્ય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં મોડી સવારથી જ તાપી મૈયાના દર્શન અને આશીર્વાદ મેળવવા શ્રદ્ધાળુઓનો ભારે જમાવડો જોવા મળ્યો હતો.

