Tapi News: પહેલા વરસાદમાં જ નવા બ્રિજમાં પડ્યા મોટા ભૂવા, ભ્રષ્ટાચારના આક્ષેપથી ચકચાર
તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ગડત ગામ પાસેથી પસાર થતા વાપી-શામળાજી નેશનલ હાઈવે 56 પરના નવનિર્મિત માઈનર બ્રિજ પર પ્રથમ વરસાદે જ મસમોટો ભૂવો પડ્યો છે. બ્રિજના એપ્રોચ રોડની બંને બાજુએ માટી ધસી જતાં હાઈવેની કામગીરી પર ગંભીર સવાલો ઉઠ્યા છે અને કરોડોના ખર્ચે થયેલા આ નિર્માણમાં મોટા ભ્રષ્ટાચારની પોલ ખુલી ગઈ છે.
Advertisement
Tapi News: ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થતાંની સાથે જ માર્ગ મકાન વિભાગ અને નેશનલ હાઈવે ઓથોરિટીની નબળી કામગીરીની પોલ ખુલી ગઈ છે. તાપી જિલ્લામાંથી પસાર થતા વાપીથી શામળાજીને જોડતા નેશનલ હાઈવે નંબર 56 પર આવેલા એક નવનિર્મિત માઈનર બ્રિજ પર પહેલા જ વરસાદમાં મસમોટો ભૂવો પડવાની ગંભીર ઘટના સામે આવી છે. દક્ષિણ ગુજરાતને ઉત્તર ગુજરાત સાથે જોડતા આ અત્યંત વ્યસ્ત હાઈવે પર બ્રિજની આ સ્થિતિને કારણે વાહનચાલકોની સુરક્ષા (Road Safety) સામે મોટા પ્રશ્નાર્થો ઉભા થયા છે. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં તંત્રની નબળી કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

