Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Tapi Rain: તાપી જિલ્લામાં ચોમાસું ફરી જામ્યું: વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં હરખની હેલી

Tapi Rain: તાપી જિલ્લામાં એક સપ્તાહના વિરામ બાદ વહેલી સવારથી મેઘરાજાની ધમાકેદાર વાપસી થઈ છે. વ્યારા, વાલોડ, ડોલવણ અને સોનગઢ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વ્યારા નગરમાં પડાતા વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે, જ્યારે વરસાદની વાપસી થતાં પાકને સંજીવની મળતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાયો છે.
tapi rain  તાપી જિલ્લામાં ચોમાસું ફરી જામ્યું  વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં હરખની હેલી
Advertisement

Tapi Rain: દક્ષિણ ગુજરાતના તાપી (Tapi) જિલ્લામાં હવામાન વિભાગની આગાહી વચ્ચે વહેલી સવારથી જ મેઘમહેર જોવા મળી રહી છે. છેલ્લા એક સપ્તાહના વિરામ બાદ મેઘરાજાએ પુનઃ પધરામણી કરતાં સમગ્ર વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે. જિલ્લાના વાલોડ (Valod), વ્યારા (Vyara), ડોલવણ (Dolvan) અને સોનગઢ (Songadh) સહિતના મોટાભાગના વિસ્તારોમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે.

Tags :
Advertisement

.

×