5G Spectrum : 96 હજાર કરોડના હરાજી શરૂ, Jio,Airtel અને Vi મેદાને
5G Spectrum ની હરાજી ફરી એકવાર શરૂ થઈ ગઈ છે. આ વખતે સરકારે 96 હજાર કરોડ રૂપિયાના સ્પેક્ટ્રમને હરાજી માટે મૂક્યા છે. અગાઉ 2022 માં યોજાયેલી 5G સ્પેક્ટ્રમની હરાજીમાં સરકારે 1.5 ટ્રિલિયન રૂપિયાનો જંગી નફો કર્યો હતો. આ વખતે પણ સરકારને સ્પેક્ટ્રમની હરાજીમાંથી સારી એવી કમાણી થવાની અપેક્ષા છે. આ વખતે પણ ત્રણેય મોટી ટેલિકોમ કંપનીઓ Reliance Jio, Airtel અને Vodafone-Idea 5G સ્પેક્ટ્રમની હરાજીમાં ભાગ લઈ રહી છે.
96,320 કરોડની એરવેવની હરાજી
આ વખતે સરકારે 5G સ્પેક્ટ્રમની હરાજીમાં 8 સ્પેક્ટ્રમ બેન્ડને બિડ પર મૂક્યા છે. જો અહેવાલોનું માનીએ તો આ વખતે ત્રણેય કંપનીઓ મળીને રૂ. 12,500 કરોડનું સ્પેક્ટ્રમ ખરીદી શકે છે, જે રૂ. 96,320 કરોડના વર્તમાન એરવેવ્સના માત્ર 13 ટકા છે. સરકારે ગયા મહિને 13 અને 14 મેના રોજ આ હરાજી સફળતાપૂર્વક હાથ ધરી હતી. ટેલિકોમ્યુનિકેશન વિભાગના જણાવ્યા અનુસાર, આ વખતે સ્પેક્ટ્રમની હરાજીમાં વિવિધ બેન્ડના 10,522.35 મેગાહર્ટઝ સ્પેક્ટ્રમની હરાજી કરવામાં આવશે. 2022માં સરકારે 51,236 MHz સ્પેક્ટ્રમની હરાજી કરી હતી. આ વખતે કેન્દ્ર સરકારે હરાજી માટે 800 MHz, 900 MHz, 1800 MHz, 2100 MHz, 2300 MHz, 2500 MHz, 3300 MHz અને 26 GHz ના સ્પેક્ટ્રમ બેન્ડ્સ મુક્યા છે.
આ હરાજીમાં ભાગ લેનારી ટેલિકોમ કંપનીઓને આગામી 20 વર્ષ માટે સ્પેક્ટ્રમ ફાળવવામાં આવશે. સફળ બિડિંગ કંપનીએ 20 વાર્ષિક હપ્તામાં સ્પેક્ટ્રમની રકમ ચૂકવવાની રહેશે. એટલું જ નહીં, ટેલિકોમ કંપની 10 વર્ષ પછી જ તેનું સ્પેક્ટ્રમ સરન્ડર કરી શકશે. જોકે, આ હરાજીમાં ટેલિકોમ કંપનીઓએ સ્પેક્ટ્રમ યુસેજ ચાર્જ (SUC) ચૂકવવો પડશે નહીં.
સ્પેક્ટ્રમ શું છે?
સ્પેક્ટ્રમનો ઉપયોગ ટેલિફોન, રેડિયો, ટેલિવિઝન, મોબાઇલ, વૉઇસ અને ડેટા કનેક્ટિવિટી માટે થાય છે. સ્પેક્ટ્રમને ઇલેક્ટ્રોમેગ્નેટિક આવર્તન કહેવામાં આવે છે, જેનો ઉપયોગ સંચારની વિવિધ સેવાઓ માટે થાય છે. ટેલિકોમ કંપનીઓ આ સ્પેક્ટ્રમનો ઉપયોગ કરીને તેમના વપરાશકર્તાઓને વધુ સારી કનેક્ટિવિટી પ્રદાન કરવાનો પ્રયાસ કરે છે. કોઈપણ એરવેવનું કામ એક ઉપકરણ અને બીજા ઉપકરણ વચ્ચે વાયરલેસ કનેક્ટિવિટી સ્થાપિત કરવાનું છે.
આ પણ વાંચો - Al Doll : ચીનની કંપની AI સંચાલિત SEX Doll ટૂંક સમયમાં કરશે લોન્ચ
આ પણ વાંચો - આવા સંકેત મળે તો થઈ જાઓ સાવધાન, નહીં તો AC માં થશે બ્લાસ્ટ!
આ પણ વાંચો - Unknown Calls: મોદી સરકારનો મોટો નિર્ણય,હવે નહીં આવે ફેક કોલ કે મેસેજ