ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Google Alert: તમારા ક્રોમ બ્રાઉઝરને તાત્કાલિક અપડેટ કરો, નહીંતર વ્યક્તિગત માહિતી પહોંચી જશે હેકર સુધી...

ગૂગલે તાજેતરમાં તેના વપરાશકર્તાઓ માટે એક મહત્વપૂર્ણ અપડેટ બહાર પાડ્યું છે. ગૂગલે મેકઓએસ, વિન્ડોઝ અને લિનક્સ યુઝર્સને તેમના ક્રોમ બ્રાઉઝરને તાત્કાલિક અપડેટ કરવા કહ્યું છે. ગૂગલે ક્રોમમાં CVE-2023-63457 સંબંધિત આ અપડેટ બહાર પાડ્યું છે. આ બગનો ફાયદો ઉઠાવીને, હેકર્સ તમારો...
07:46 AM Dec 05, 2023 IST | Hiren Dave
ગૂગલે તાજેતરમાં તેના વપરાશકર્તાઓ માટે એક મહત્વપૂર્ણ અપડેટ બહાર પાડ્યું છે. ગૂગલે મેકઓએસ, વિન્ડોઝ અને લિનક્સ યુઝર્સને તેમના ક્રોમ બ્રાઉઝરને તાત્કાલિક અપડેટ કરવા કહ્યું છે. ગૂગલે ક્રોમમાં CVE-2023-63457 સંબંધિત આ અપડેટ બહાર પાડ્યું છે. આ બગનો ફાયદો ઉઠાવીને, હેકર્સ તમારો...

ગૂગલે તાજેતરમાં તેના વપરાશકર્તાઓ માટે એક મહત્વપૂર્ણ અપડેટ બહાર પાડ્યું છે. ગૂગલે મેકઓએસ, વિન્ડોઝ અને લિનક્સ યુઝર્સને તેમના ક્રોમ બ્રાઉઝરને તાત્કાલિક અપડેટ કરવા કહ્યું છે. ગૂગલે ક્રોમમાં CVE-2023-63457 સંબંધિત આ અપડેટ બહાર પાડ્યું છે. આ બગનો ફાયદો ઉઠાવીને, હેકર્સ તમારો વ્યક્તિગત ડેટા તેમની સિસ્ટમમાં સ્ટોર કરી શકે છે અને તમારી સિસ્ટમ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી શકે છે.

ગૂગલે ક્રોમ બ્રાઉઝરના બગ CVE-2023-6345 વિશે કોઈ ખાસ માહિતી નથી આપી પરંતુ એ ચોક્કસ કહ્યું છે કે તેની મદદથી તમારા કમ્પ્યુટરને રિમોટલી કંટ્રોલ અને હેક કરી શકાય છે. ગૂગલ થ્રેટ એનાલિસિસ ગ્રુપ (TAG) ના સંશોધકોએ આ બગ વિશે માહિતી આપી છે.

હજી સુધી, આ બગ ગૂગલ ક્રોમમાં કેટલા સમયથી હાજર છે તેની માહિતી સામે આવી નથી. આ બગ macOS માટે Google Chrome ના સંસ્કરણ 119.0.6045.199 માં છે. ગૂગલે આ બગને ઠીક કરવા માટે એક નવું અપડેટ પણ બહાર પાડ્યું છે.

જો તમે તમારા ગૂગલ ક્રોમ બ્રાઉઝરને અપડેટ કરવા માંગતા હો, તો ક્રોમના અબાઉટ સેક્શનમાં જાઓ અને અપડેટ ક્રોમ વિકલ્પ પર ક્લિક કરો. જો તમારું ક્રોમ લેટેસ્ટ વર્ઝન પર છે તો અપડેટ વિકલ્પ દેખાશે નહીં.

 

આ  પણ  વાંચો -શું છે UPI કૌભાંડ? જાણો તેનાથી બચવાની ટ્રિક્સ….વાંચો અહેવાલ

 

Tags :
Chrome browsergoogle Alertimmediatelypersonal informationreach hackers
Next Article