Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શું તમે જાણો છો તમારા ફોનની Expiry date? જાણો એક જ ક્લિકમાં

કોઈ પણ Product ની Manufacturing અને Expiry date હોય છે. પરંતુ શુ તમે જાણો છો કે તમારા ફોનની પણ એક Expiry date હોય છે. આ Expiry date બાદ ફોનનો ઉપયોગ કરવું એ સુરક્ષિત રહેતું નથી. એન્ડ્રોઈડ સ્માર્ટફોન હોય કે એપલનો...
શું તમે જાણો છો તમારા ફોનની expiry date  જાણો એક જ ક્લિકમાં
Advertisement

કોઈ પણ Product ની Manufacturing અને Expiry date હોય છે. પરંતુ શુ તમે જાણો છો કે તમારા ફોનની પણ એક Expiry date હોય છે. આ Expiry date બાદ ફોનનો ઉપયોગ કરવું એ સુરક્ષિત રહેતું નથી. એન્ડ્રોઈડ સ્માર્ટફોન હોય કે એપલનો આઈફોન, ફોન બનાવતી કંપની બધાની એક્સપાયરી ડેટ રાખે છે. જો કે, કોઈ કંપની સત્તાવાર રીતે એ નથી જણાવતી કે તે ફોનની એક્સપાયરી ડેટ શું હશે? એટલું જ નહીં, કંપની ફોનના બોક્સ પર માત્ર મેન્યુફેક્ચરિંગ ડેટ પણ લખે છે. ત્યાં સમાપ્તિ તારીખનો કોઈ ઉલ્લેખ નથી. પરંતુ તમારા ફોનની એક્સપાઇરી ડેટ તમે સરળતાથી જાણી શકો છો. ચાલો જાણીએ આ અહેવાલમાં

Security Updates વિશે જાણો

આપણે સૌ જાણીએ છીએ કે, કોઈ પણ સ્માર્ટ ફોન કંપની પોતાના ફોનની જાહેરાત કરે છે ત્યારે તે ફોન માટે સિક્યોરિટી અને ઑપરેટિંગ સિસ્ટમ અપડેટ કેટલા સમય માટે ઉપલબ્ધ રહેશે તેની જાહેરાત કરે છે. આપણે આ બાબતમાં એન્ડ્રોઇડ સ્માર્ટફોન વિશે વાત કરીએ તો તેમના ફોનમાં 2 વર્ષ માટે ઓપરેટિંગ સિસ્ટમ અને 3 વર્ષ માટે સુરક્ષા અપડેટ્સ ઓફર કરે છે. જો કે, સેમસંગ, વનપ્લસ જેવી કેટલીક બ્રાન્ડ્સ તેમના પ્રીમિયમ ફોન પર 7 વર્ષ માટે સુરક્ષા અપડેટ ઓફર કરી રહી છે. Apple શરૂઆતથી જ તેના iPhone પર 7 વર્ષની સુરક્ષા અપડેટ્સ ઓફર કરે છે. આ Security Updates તમારા ફોનમાં ખૂબ જ મહત્વ ધરાવે છે. ચાલો જાણીએ કે તેનું શું મહત્વ છે.

Advertisement

Advertisement

સૌથી પહેલા તો આપણે સુરક્ષા અપડેટ્સ એટલે શું તેના વિશે સમજીએ. તેનો અર્થ એમ થાય છે કે, જ્યાં સુધી આ બંને વસ્તુઓ તે સ્માર્ટફોન માટે ઉપલબ્ધ છે ત્યાં સુધી ફોનનો ઉપયોગ સુરક્ષિત છે. જો તમે આ પછી તેનો ઉપયોગ કરો છો, તો તમારા સ્માર્ટફોનમાંથી ડેટા ચોરી થવાની સંભાવના વધી જાય છે.

કેવી રીતે જાણી શકાય ફોનની Expiry date

હવે આપણે જાણીશું કે તમારા ફોનમાં Expiry date કયા હોય છે અને તેને કેવી રીતે જાણી શકાય છે. તમે જોયું હશે કે, સ્માર્ટફોનના બોક્સ પર મેન્યુફેક્ચરિંગ ડેટ લખેલી હોય છે. વાસ્તવમાં, કોઈપણ ફોનના સિક્યોરિટી અપડેટનું વર્ષ તેની ઉત્પાદન તારીખથી ગણવામાં આવશે. ઉદાહરણ તરીકે, iPhone 13 2021 માં લોન્ચ કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં ફોનની મેન્યુફેક્ચરિંગ ડેટ 2021 જણાવવામાં આવશે. આવી સ્થિતિમાં, જો તમે 2024 માં આ iPhone ખરીદી રહ્યા છો, તો તમે 3 વર્ષનાં સુરક્ષા અપડેટ ગુમાવશો. જો iPhone તેના ફોનમાં 7 વર્ષ સુધી સિક્યોરિટી અપડેટ્સ આપે છે તો તેની Expiry date વર્ષ 2028 સુધી જ રહેશે. માટે કહી શકાય કે, આ ફોનની એક્સપાયરી ડેટ 2028માં હશે, એટલે કે તમે 2028 સુધી જ તેનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકશો.

કોઈ પણ મોબાઈલ ફોન કંપની તેના Manufacturing અને Expiry date વિશે માહિતી બોક્સ ઉપર આપતી નથી. આવી સ્થિતિમાં, જો યુઝર્સ ફોન ખરીદવા માંગતા હોય, તો તે તેના લોન્ચના વર્ષમાં જ ખરીદે તો તે ફાયદાકારક રહેશે. જેમ જેમ ફોન જૂનો થશે તેમ તેની કિંમત ચોક્કસપણે ઘટશે. આ ઉપરાંત ફોનનો ઉપયોગ કરવાનો સમયગાળો પણ ઘટતો રહેશે. આમ તમારે તમારા ફોનની Expiry date જાણવી હોય તેનું લોન્ચ યર અને સિક્યોરિટી અપડેટ્સ વિશે જ માહિતી રાખવી પડશે.

આ પણ વાંચો : ચંદ્ર ઉપર ગુફાઓ મળી હોવાનો વૈજ્ઞાનિકોનો દાવો, અવકાશયત્રીઓ માટે બની શકે છે આશ્રય સ્થાન!

Tags :
Advertisement

.

×