1.5 Ton A.C. : જાણી લો...માત્ર 30 હજારમાં કઈ કંપનીઓ વેચી રહી છે 1.5 ટન એસી ?
- લોયડ 1.5 ટન 3 સ્ટાર વિન્ડો એસી ફ્લિપકાર્ટ પર માત્ર 28,990 રૂપિયામાં અવાઈલેબલ છે
- એસર 1.5 ટન 3 સ્ટાર સ્પ્લિટ એસી ફ્લિપકાર્ટ પર માત્ર 29,990 રૂપિયામાં અવાઈલેબલ છે
- TCL 5 સ્ટેપ કન્વર્ટિબલ 1.5 ટન 3 સ્ટાર એસી ફ્લિપકાર્ટ પર 30,000 રૂપિયાથી ઓછી કિંમતે અવાઈલેબલ છે
- ONIDA કંપની ફ્લિપકાર્ટ પર 1.5 ટન સ્પ્લિટ એસી માત્ર 27,490 રુપિયામાં વેચી રહી છે
- MarQ નું 1.5 ટન 5 સ્ટાર મોડેલ ફ્લિપકાર્ટ પર 29,990 રૂપિયામાં લિસ્ટેડ છે
1.5 Ton A.C. : ઉનાળામાં એસી અને કૂલરની ખરીદીમાં ઉછાળો જોવા મળે છે. લોકો ખૂબ સર્વે કર્યા બાદ પોતાની આર્થિક ક્ષમતા મુજબ એસી ખરીદે છે. એસી ખરીદવા માટે ગ્રાહકો ઓફલાઈન સ્ટોર્સ ઉપરાંત એમેઝોન, ફ્લિપકાર્ટ અને ઓફલાઈન સ્ટોર્સ જેવા ઓનલાઈન પ્લેટફોર્મ પર પણ સર્ફિંગ કરી રહ્યા છે. આજે અમે આપને જણાવીશું કે માત્ર 30 હજારમાં કઈ કંપનીઓ 1.5 ટન એસી વેચી રહી છે. આપ પણ આ કંપનીના 1.5 ટન એસી માત્ર 30 હજારમાં જ ખરીદી શકશો.
Lloyd 1.5 Ton Window AC
જો તમે વિન્ડો એસી લગાવવા માંગો છો તો તમારી માટે બ્રાન્ડેડ વિકલ્પ છે લોયડ. આ કંપનીનું 2023 મોડેલ ફ્લિપકાર્ટ પર 30 હજાર રૂપિયાથી ઓછી કિંમતે અવાઈલેબલ છે. લોયડ કંપનીનું 1.5 ટનનું વિન્ડો એસી માત્ર 28,990 રૂપિયામાં ખરીદી શકાય છે. કંપની તરફથી એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ એસીમાં 100% કોપરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે 48 ડિગ્રી તાપમાનમાં પણ ઘરને ઠંડુ રાખી શકે છે. તેમાં સ્વચ્છ એર ફિલ્ટર ઉપલબ્ધ છે. કોમ્પ્રેસર પર 5 વર્ષ સુધીની વોરંટી ઉપલબ્ધ છે. આ એસી 150 ચોરસ ફૂટના રૂમ માટે શ્રેષ્ઠ રહેશે.
Acer 1.5 Ton Split AC
જો આપ વિન્ડોને બદલે ઘરમાં સ્પિલટ એસી લગાડવા માંગતા હોવ તો એસર બ્રાન્ડ ફ્લિપકાર્ટ પર માત્ર 29,990 રૂપિયામાં એસી વેચે છે. આ એસીમાં કોપર કન્ડેન્સર કોઈલનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. એસરનું ફ્લિપકાર્ટ પર માત્ર 29,990માં જે એસી વેચે છે તે વર્ષ 2024ના મોડલ છે. એ નોંધવું યોગ્ય છે કે સ્પ્લિટ એસી વિન્ડો એસી કરતા ઓછો અવાજ કરે છે. સ્પ્લિટ એસી વીજળીનો વપરાશ પણ ઘટાડે છે, જેના કારણે લોકોમાં તે વધુ લોકપ્રિય છે.
TCL 1.5 Ton Split AC
જો તમે વર્ષ 2025નું સ્પ્લિટ AC મોડલ માત્ર 30,000 રુપિયાથી ઓછામાં ખરીદવા માંગતા હોવ તો તમારા માટે TCL કંપની શ્રેષ્ઠ રહેશે. સ્માર્ટ ટીવીની દુનિયામાં TCL એક લોકપ્રિય બ્રાન્ડ છે. TCL કંપનીએ હવે એસીનું વેચાણ પણ શરૂ કરી દીધું છે. TCL 1.5 ટન સ્પ્લિટ AC ફ્લિપકાર્ટ પર 30,000 રૂપિયાથી ઓછામાં ખરીદી શકાય છે. TCL કંપની દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ એસી ઓછા અવાજ સાથે રૂમને ઝડપથી ઠંડો કરે છે. તે બે દિશામાં હવા ફેંકે છે. જ્યારે એસી ફિલ્ટર ગંદા થાય ત્યારે તે યુઝરને એલર્ટ પણ મોકલે છે.
આ પણ વાંચોઃ અડધી કિંમતે મળશે Land Rover Defender? જાણો India-UK ડીલની કેટલી અસર પડશે
ONIDA 5 ઈન 1 કન્વર્ટિબલ કૂલિંગ 1.5 ટન AC
ટીવી માટેની એક સમયની ખ્યાતનામ બ્રાન્ડ એવી ONIDA કંપની ફ્લિપકાર્ટ પર 1.5 ટન સ્પ્લિટ એસી માત્ર 27,490 રુપિયામાં વેચી રહી છે. કંપનીનો દાવો છે કે તેના એસીમાં 100 ટકા કોપરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. AC 55 ડિગ્રી તાપમાનમાં પણ રૂમને ઠંડો કરી શકવાની ક્ષમતા ધરાવે છે. અવાજ વિના ઠંડક પ્રદાન કરતું આ એસી વીજળી પણ બચાવે છે તેવો દાવો ONIDA કંપની કરી રહી છે.
MarQ 1.5 ટન 5 સ્ટાર સ્પ્લિટ AC
MarQ એ ફ્લિપકાર્ટની બ્રાન્ડ તરીકે ઓળખાય છે. તેનું 1.5 ટન 5 સ્ટાર મોડેલ ફ્લિપકાર્ટ પર 29,990 રૂપિયામાં લિસ્ટેડ છે. તેમાં ઠંડક માટે 4 અલગ અલગ મોડ છે. કંપની તરફથી એવો દાવો કરવામાં આવ્યો છે કે આ AC 55 ડિગ્રી તાપમાનમાં પણ રૂમને ઠંડો કરવાની ક્ષમતા ધરાવે છે. જો કે ફ્લિપકાર્ટ પર MarQ કંપનીના વેચાતા એસી વર્ષ 2024ના મોડલ છે.
(ડીસ્કલેમરઃ આ લેખમાં રજૂ કરવામાં આવેલ માહિતી ઈન્ટરનેટ પર આધારિત છે. આ માહિતી આપની જાણ સારું છે. Gujarat First અહીં દર્શાવલ કંપનીના એસી ખરીદવા માટે ભલામણ કરતું નથી.)
આ પણ વાંચોઃ 20થી 23 મે દરમિયાન ખરીદો Realme P3 સિરીઝના સ્માર્ટ ફોન, થશે જબરદસ્ત ફાયદો