Digital Strike : આ દેશમાં Whats app, Facebook સહિતના 26 સોશિયલ મીડિયા પર પ્રતિબંધ
Digital Strike : નેપાળ સરકારે નેપાળ ટેલિકોમ ઑથોરિટીને 26 સોશિયલ મીડિયા વેબસાઇટ્સને બ્લોક (Digital Strike)કરવાનો આદેશ આપ્યો છે. આ વેબસાઇટ્સમાં Meta અને Xનો પણ સમાવેશ થાય છે. સમાચાર એજન્સી ANI સાથે વાત કરતાં, નેપાળના સંદેશાવ્યવહાર અને માહિતી ટૅક્નોલૉજી મંત્રાલયના પ્રવક્તા ગજેન્દ્ર ઠાકુરે જણાવ્યું હતું કે, મંત્રાલયે તમામ સોશિયલ મીડિયાને નેપાળમાં નોંધણી કરાવવા માટે અંતિમ ચેતવણી આપી હતી. તેમ છતાં કંપનીઓએ રસ ન દાખવ્યો. ડેડલાઇન પૂર્ણ થતાં સરકારે તેના પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. આજે(4 સપ્ટેમ્બર) બપોરે યોજાયેલી બેઠકમાં નેપાળ ટેલિકોમ ઑથોરિટીને આજથી અમલમાં આવતાં 26 સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકાયો (Digital Strike)
હકીકતમાં, નેપાળની સુપ્રીમ કોર્ટે એક આદેશમાં સ્થાનિક અથવા વિદેશી મૂળના ઓનલાઇન અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મને ફરજિયાતપણે સૂચિબદ્ધ કરવા અને અનિચ્છનીય સામગ્રીનું મૂલ્યાંકન અને દેખરેખ રાખવા જણાવ્યું હતું. આ પછી કેબિનેટે 7 દિવસનો અલ્ટીમેટમ જારી કર્યો હતો.
આ પણ વાંચો -PM MODi :'આઝાદી પછી અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય'
કોમ્યુનિકેશન પ્લેટફોર્મ પર લાગુ થશે. (Digital Strike)
આ પ્રતિબંધ ફેસબુક, મેસેન્જર, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, વોટ્સએપ, ટ્વિટર, લિંક્ડઇન, સ્નેપચેટ, રેડિટ, ડિસ્કોર્ડ, પિન્ટરેસ્ટ, સિગ્નલ, થ્રેડ્સ, વીચેટ, ક્વોરા, ટમ્બલર અને ક્લબહાઉસ, રમ્બલ, MI વીડીયો, MI વાઇકે, લાઇન, ઇમો, જાલો, સોલ અને હમરો પેટ્રો જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સહિત અન્ય તમામ મુખ્ય સોશિયલ મીડિયા અને કોમ્યુનિકેશન પ્લેટફોર્મ પર લાગુ થશે.
આ પણ વાંચો -Manipur : શાંતિ અંગે મહત્વનું પગલું, કુકી સમુદાય સાથે સરકારે કરી મોટી ડીલ
નેપાળમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો
કાઠમંડુ પોસ્ટના અહેવાલ મુજબ, આ 5 સૂચિબદ્ધ અને 2 લાગુ પ્લેટફોર્મ સિવાય, બધા પર નેપાળમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સરકારના પ્રવક્તા ગજેન્દ્ર કુમાર ઠાકુરે જણાવ્યું હતું કે જો કોઈ અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ નોંધણી માટે અરજી કરે છે.