Smartphone Care Tips : ઉનાળામાં તમારા સ્માર્ટફોનને સુરક્ષિત રાખવા માટે આ 5 આવશ્યક ટિપ્સ અનુસરો
- Smartphone Care Tips : આકરી ગરમી તમારા ફોનને કરી શકે છે ડેમેજ
- બેટરી બ્લાસ્ટ અને ડિસ્પ્લે ખરાબ થવાનું જોખમ, ફોનને બચાવવા અપનાવો આ 5 રીત
- ચાર્જિંગ કરતી વખતે આ ભૂલ ક્યારેય ન કરતા, ફોન થઈ શકે છે સ્વીચ ઓફ
- વધુ પડતી ગરમીમાં ગેમિંગ અને હેવી એપ્સ વાપરવી જોખમી
Smartphone Care Tips : ભરઉનાળામાં તીવ્ર ગરમી પડી રહી છે. ત્યારે તીવ્ર સૂર્યપ્રકાશ અને વધતું તાપમાન માત્ર માણસો માટે જ નહીં પરંતુ આપણે જે મોંઘાદાટ સ્માર્ટફોન માટે પણ મોટું જોખમ છે. ગરમીને કારણે ફોનની બેટરી,પ્રોસેસર અને ડિસ્પ્લેને કાયમી નુકસાન થઈ શકે છે. જો તમે પણ ઉનાળામાં ફોન ગરમ થવાની સમસ્યાથી પરેશાન છો, તો આ બાબતોનું ખાસ ધ્યાન રાખો.
Smartphone Care Tips : સીધા સૂર્યપ્રકાશથી બચાવો
સ્માર્ટફોનને ક્યારેય કારના ડેશબોર્ડ કે બાઇકની ટ્રંક પર ન રાખો, કારણ કે ત્યાં તાપમાન ઝડપથી વધે છે. સીધો તડકો કેમેરા સેન્સર અને બેટરીને નુકસાન પહોંચાડી શકે છે. બહાર હોવ ત્યારે ફોનને ખિસ્સા કે બેગ જેવી છાંયડાવાળી જગ્યાએ રાખવો હિતાવહ છે.
2. ચાર્જિંગ વખતે સાવધાની
ગરમીમાં ચાર્જિંગ દરમિયાન ફોન વધુ ગરમ થાય છે. તેથી ફોનને પલંગ કે ઓશીકા જેવી ગરમ સપાટી પર ચાર્જ કરવાને બદલે ઠંડી અને સપાટ જગ્યાએ રાખો. હંમેશા ઓરિજિનલ ચાર્જરનો જ ઉપયોગ કરો અને જો ફોન વધુ ગરમ જણાય તો ચાર્જિંગમાંથી કાઢી નાખો.
3. ભારે એપ્લિકેશનોથી આરામ
ગરમીમાં સતત ગેમિંગ, વીડિયો એડિટિંગ કે મલ્ટીટાસ્કિંગ કરવાથી પ્રોસેસર પર ભાર વધે છે અને ફોન ગરમ થાય છે. ફોન ગરમ લાગે ત્યારે આવી ભારે એપ્સ તાત્કાલિક બંધ કરી દો અને પ્રોસેસરને ઠંડુ થવાનો સમય આપો.
4. ફોન કવર હટાવી લો
જાડા કવરને કારણે ફોનની અંદરની ગરમી બહાર નીકળી શકતી નથી. ખાસ કરીને ચાર્જિંગ કે ગેમિંગ દરમિયાન જો ફોન ગરમ થાય, તો તેનું કવર હટાવી લેવું જોઈએ જેથી વેન્ટિલેશન યોગ્ય રીતે થઈ શકે.
5. ગરમ થાય તો તરત જ આ કરો
જો ફોન અતિશય ગરમ થઈ જાય, તો મોબાઈલ ડેટા, બ્લૂટૂથ અને જીપીએસ જેવી સેવાઓ બંધ કરી તેને છાંયડામાં મૂકો. ભૂલથી પણ ફોનને ઠંડો કરવા ફ્રીજ કે બરફ પાસે ન મૂકવો, કારણ કે ભેજ જામવાથી ફોન અંદરથી બગડી શકે છે.
આ પણ વાંચો - Hyundai Ioniq 5 : સિંગલ ચાર્જમાં દિલ્હીથી લખનૌનું અંતર કાપી શકાશે !


