Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Aeronautical Science: શાસ્ત્રોમાં છૂપું એરોનોટિકલ સાયન્સ, પ્રાચીન ટેક્નોલોજી અને મોર્ડન એરક્રાફ્ટ!

Aeronautical Science: ઋષિ ભારદ્વાજ કે એરોનોટિકલ સાયન્ટિસ્ટ! પ્રાચીન ટેક્નોલોજી અને મોર્ડન એરક્રાફ્ટ વિવિધ કંટ્રોલ્સ, સ્વીચનું પદ્ધતિસરનું વર્ણન Aeronautical Science: કહેવાય છે કે દુનિયામાં સૌથી પહેલું પ્લેન બનાવ્યું રાઇટ બ્રધર્સે. પણ જો હું એમ કહું કે, એરોપ્લેનનો ઓરિજીનલ આઇડિયા રાઇટ...
aeronautical science  શાસ્ત્રોમાં છૂપું એરોનોટિકલ સાયન્સ  પ્રાચીન ટેક્નોલોજી અને મોર્ડન એરક્રાફ્ટ
Advertisement
  • Aeronautical Science: ઋષિ ભારદ્વાજ કે એરોનોટિકલ સાયન્ટિસ્ટ!
  • પ્રાચીન ટેક્નોલોજી અને મોર્ડન એરક્રાફ્ટ
  • વિવિધ કંટ્રોલ્સ, સ્વીચનું પદ્ધતિસરનું વર્ણન

Aeronautical Science: કહેવાય છે કે દુનિયામાં સૌથી પહેલું પ્લેન બનાવ્યું રાઇટ બ્રધર્સે. પણ જો હું એમ કહું કે, એરોપ્લેનનો ઓરિજીનલ આઇડિયા રાઇટ બ્રધર્સનો નથી તો! તમને વિશ્વાસ કદાચ નહીં થાય. પણ થોડું વિચારશો તો તાળો બેસી જશે. આર્યોની ભૂમિ પર આ કોન્સેપ્ટ આજ કાલથી નહીં, પણ સાતહજાર વર્ષ પહેલાથી અસ્તિત્વમાં છે. એટલે કે મહાભારત કાળથી પણ પહેલાથી.

સનાતનના કેટલાય ગ્રંથો અને સાહિત્યમાં ભગવાનના દિવ્ય રથનો ઉલ્લેખ

સનાતનના કેટલાય ગ્રંથો અને સાહિત્યમાં ભગવાનના દિવ્ય રથનો ઉલ્લેખ છે. વિમાન શબ્દનો પણ ઉલ્લેખ છે. એવા મશીન જે આકાશમાં ઉડી શકે. જેમકે પુષ્પક વિમાન. જેના વિશે આપણે સૌએ કથા સાંભળી છે. રાવણને હરાવીને આ જ વિમાનમાં ભગવાન રામ લંકાથી અયોધ્યા પરત આવ્યા. પણ શું એ માત્ર એક કાલ્પનિક સાધન જ હશે?

Advertisement

અહીં વાત માત્ર ભગવાનના કાલ્પનિક રથની નથી

ખેર, અહીં વાત માત્ર ભગવાનના કાલ્પનિક રથની નથી. પણ કમ્પ્લિટ એરક્રાફ્ટની ડિટેઇલ ડિઝાઇનની છે. એ પણ મેટલ(ધાતુ), મીરર્સ(અરીસા), એન્જીન આ બધાના વિસ્તૃત વર્ણન સાથે. સદીયો પહેલા ભારદ્વાજ ઋષિએ સંસ્કૃતમાં લખેલું વિમાનિક શાસ્ત્ર તેનો પુરાવો છે. વિમાનિક શાસ્ત્ર કે પછી વિમાન સંહીતામાં વિવિધ સમય સાથે વિવિધ એરક્રાફ્ટની ડિઝાઇનની થિયરી છે.

Advertisement

Aeronautical Science: ફ્લાઇટ માટેના વિવિધ કંટ્રોલ્સ, સ્વીચનું પદ્ધતિસરનું વર્ણન

જો એ શાસ્ત્રનો અભ્યાસ કરીએ તો એ પણ ખ્યાલ આવે કે યુગ પ્રમાણે તેમણે અલગ અલગ કેટેગરીના વિમાનની પરિકલ્પના રજૂ કરી હતી એટલે કે સમય સાથે બદલાતી ઇકોસિસ્ટમનું પણ તેમને બરાબર જ્ઞાન હતું. આ વિમાનિક શાસ્ત્રમાં જે થિયરી છે એમાં કંઇ ધાતુ ક્યાં વાપરવી, ફ્લાઇટ માટેના વિવિધ કંટ્રોલ્સ, સ્વીચનું પદ્ધતિસરનું વર્ણન છે. નેવિગેનશ સિસ્ટમ માટે મિરર પ્લેસમેન્ટની સાથે સાથે હીટ રેસિસ્ટન્ટ એલોય અને પ્રપલ્સન એટલે કે ફ્યુલ સિસ્ટમનું પણ વિસ્તારથી વર્ણન છે. આ શબ્દો મોર્ડન યુગની એરોનોટિકલ ટેક્નિકાલિટી દર્શાવે છે. તો હવે સવાલ એ થાય કે શાસ્ત્રોમાં વર્ણિત વિમાન એ માત્ર કલ્પના હશે કે ખરેખર આકાશને આંબવાની ટેક્નોલોજી પ્રાચીન ભારતમાં અસ્તિત્વમાં હતી, જેને આધુનિક ભારત હવે સમજી રહ્યું છે!

અહેવાલ: અમિતા જરીવાલા, અમદાવાદ

આ પણ વાંચો: Horoscope 12 November 2025: ત્રિકોણ યોગનો શુભ સંયોગ આ રાશિઓ માટે રહેશે ફાયદાકારક

Tags :
Advertisement

.

×