AI ચેટબોટને "Please" અને "Thank You" કહેવાનું ટાળો, જાણો નુકશાન
નિષ્ણાંતનું કહેવું છે કે, AI સાથે વાતચીત કરતી વખતે નમ્રતા બતાવવાની જરૂર નથી. AI એ કોઈ માણસ નથી, પરંતુ એક સાધન છે. અમેરિકન નિષ્ણાતના આ નિવેદનથી સોશિયલ મીડિયા પર એક નવી ચર્ચા શરૂ થઈ છે. એક સર્વેમાં એ પણ બહાર આવ્યું છે કે, યુએસ અને યુકે જેવા પશ્ચિમી દેશોમાં, અનુક્રમે 67% અને 71% વપરાશકર્તાઓ AI ચેટબોટ્સ સાથે વાતચીત કરતી વખતે "Please" અને "Thank You" જેવા નમ્ર શબ્દોનો ઉપયોગ કરે છે.
Advertisement
- ચેટબોટ જોડે વાત કરતા સમયે ઓછા શબ્દોનો ઉપયોગ કરવાનો આગ્રહ
- એક્સપર્ટના મતે એઆઇ જોડે નમ્ર બનવાનો પ્રયાસ ના કરવો જોઇએ
- લાંબા લખાણ વિજ વપરાશ પર અસર પાડી શકે છે
AI Chatbot Avoid Words : જો તમે AI ચેટબોટ્સ (AI Chatbot) સાથે વાતચીત કરતી વખતે "Please" અને "Thank You" જેવા શબ્દોનો ઉપયોગ કરી રહ્યા છો, તો તેને ઉપયોગ બંધ કરો. નિષ્ણાતો AI ચેટબોટ્સનો ઉપયોગ કરતી વખતે ઓછામાં ઓછા આદેશોનો ઉપયોગ કરવાની ભલામણ કરે છે. સામાન્ય રીતે, કોઈની સાથે વાતચીત કરતી વખતે નમ્ર શબ્દોનો ઉપયોગ કરવો જોઈએ, જે ઔપચારિક વાતચીત માટે જરૂરી છે. જો કે, જો તમે ચેટબોટ્સ સાથે આનો ઉપયોગ કરી રહ્યા છો, તો તરત જ બંધ કરો.

