AI થી એક જ વ્યક્તિ આખી ટીમ જેટલું કામ કરી શકે છે: Mark Zuckerberg
. માર્ક ઝકરબર્ગના મતે AI હવે માત્ર એક સાધન નથી, પરંતુ આખી ટીમનું કામ સંભાળી શકે તેવો શક્તિશાળી હેલ્પ ટૂલ છે.
. સોફ્ટવેર ડેવલપમેન્ટ અને એપ મેનેજમેન્ટ જેવા જટિલ કામો હવે AIની મદદથી ઓછા ખર્ચે અને ઓછા સ્ટાફ સાથે શક્ય બનશે.
. કંપનીઓ હવે વધુ કર્મચારીઓ રાખવાને બદલે AI સાથે તાલમેલ મિલાવી શકે તેવા કૌશલ્યવાન લોકો પર વધુ ધ્યાન આપશે.
Mark Zuckerberg on AI: આજે દરેક જગ્યાએ AI ની ચર્ચાઓ થઈ રહી છે. ઘર હોય કે ઓફિસ હોય દરેક ઠેકાણે AI ઘૂસી રહ્યું છે. આ દરમિયાન Meta ના CEO Mark Zuckerberg એ એક એવું નિવેદન આપ્યું છે, જેનાથી લાખો લોકો વિચારવા માટે મજબૂર થઈ ગયા છે. ઝકરબર્ગે સ્પષ્ટ કર્યું છે કે હવે AI એટલું આગળ નીકળી ચુક્યું છે કે એક જ વ્યક્તિ, AIની મદદથી આખી ટીમ જેટલું કામ કરી શકે છે. એઠલે કે જે કામ 5-10 લોકો મળીને કરતા હતા, તે કામ હવે એક જ વ્યક્તિ એકલો કરી શકે છે. ઝકરબર્ગનું માનવું છે કે AI હવે લોકોનું કામ કરવાની પ્રોડક્ટિવિટીને એટલી વધારી શકે છે કે મોટી-મોટી ટીમોની જરૂરિયાત ઘટી જશે.
આ પણ વાંચો: અપડેટ થજો નહીંતર પતી જશો!: AI થી ખતમ થનારી 40 જૉબ્સનું આવ્યું લિસ્ટ
આ વાત સાંભળવાથી ડરામણી લાગે છે. કારણ કે હવે સવાલ એ છે કે જો એક જ વ્યક્તિ પુરતો છે, તો બાકીના લોકો શું કરશે? માર્ક ઝકરબર્ગે આ વાત મેટાની મીટિંગમાં કહી છે, જ્યાં આ કંપનીના ભવિષ્ય અને AI પ્લાન પર વાત કરી રહ્યા હતા. તેમનું કહેવું હતું કે હવે AI માત્ર એક ટૂલ નથી રહ્યું, પરંતુ એવું હેલ્પ ટૂલ બની ગયું છે કે જે માણસની સાથે મળીને આખું કામ સંભાળી શકે છે.
આ પણ વાંચો: યુદ્ધનો નક્શો બદલી રહ્યું છે AI, પ્રોજેક્ટ મેવેને યુદ્ધક્ષેત્રમાં કમાન્ડરોની માનસિકતા બદલી
AI ની મદદથી બધું કામ સરળ
પહેલા કોઈ એપ અથવા ફીચરને બનાવવામાં અલગ-અલગ લોકોની જરૂરત પડતી હતી. કોઈ ડિઝાઈન કરતું, કોઈ કોડ લખતું, કોઈ ટેસ્ટ કરતું હતું અને કોઈ મેનેજ કરતું હતું. પરંતુ હવે AIની મદદથી એક જ વ્યક્તિ આ તમામ કામ ઘણી હદે ખુદ કરી શકે છે.
AI ખુદ કોડ લખવામાં મદદ કરે છે, ભૂલ પકડે છે અને સૂચન પણ આપે છે. આ કામ ઝડપથી પૂર્ણ થાય છે અને કંપનીનો ખર્ચ પણ ઓછો થાય છે.
કૌશલ્યવાન લોકો પર કંપની ધ્યાન આપશે
ઝકરબર્ગે સીધું તો નથી કહ્યું કે મેટામાં ફરીથી છટણી કરશે, પરંતુ તેમના નિવેદનથી સ્પષ્ટ છે કે હવે કંપની વધારે લોકોને રાખવાના સ્થાને કાબેલ લોકો પર ધ્યાન આપશે. મેટા પહેલા જ છેલ્લા કેટલાક વર્ષોમાં હજારો કર્મચારીઓની હકાલપટ્ટી કરી ચુકી છે. તેવામાં AIને લઈને આવેલું નિવેદન કર્મચારીઓની ચિંતાને વધારનારું છે. કંપની હવે એવા કર્મચારીઓને પ્રાથમિકતા આપી રહી છે કે જે AI સાથે કામ કરી શકે છે, તેને સમજી શકે છે અને તેનો યોગ્ય ઉપયોગ કરી શકે છે.
આ પણ વાંચો: Misuse of AI: AI થી બનાવી શકાય છે Biological Weapon! AI કંપનીના ચીફની ચેતવણી


