ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Paytm માં આવ્યું AI નું સર્ચ ફીચર,આ કંપની સાથે કરી ભાગીદારી

Paytm આવ્યું AIનું સર્ચ ફીચર એન્જિન પરપ્લેક્સિટી સાથે ભાગીદારી કરી AI સુવિધાઓ ઉમેરવાથી ફાયદાકારક સાબિત થશે Paytm: ભારતની અગ્રણી પેમેન્ટ અને નાણાકીય સેવાઓ પ્રદાતા કંપની Paytm તેના વપરાશકર્તાઓ માટે એઆઈ ટેકનોલોજી સાથે એક નવી સુવિધા લોન્ચ કરવા જઈ રહી...
06:40 PM Feb 27, 2025 IST | Hiren Dave
Paytm આવ્યું AIનું સર્ચ ફીચર એન્જિન પરપ્લેક્સિટી સાથે ભાગીદારી કરી AI સુવિધાઓ ઉમેરવાથી ફાયદાકારક સાબિત થશે Paytm: ભારતની અગ્રણી પેમેન્ટ અને નાણાકીય સેવાઓ પ્રદાતા કંપની Paytm તેના વપરાશકર્તાઓ માટે એઆઈ ટેકનોલોજી સાથે એક નવી સુવિધા લોન્ચ કરવા જઈ રહી...
paytm ai partnership

Paytm: ભારતની અગ્રણી પેમેન્ટ અને નાણાકીય સેવાઓ પ્રદાતા કંપની Paytm તેના વપરાશકર્તાઓ માટે એઆઈ ટેકનોલોજી સાથે એક નવી સુવિધા લોન્ચ કરવા જઈ રહી છે. આ માટે, ફિનટેક જાયન્ટ પેટીએમ એ AI સર્ચ એન્જિન પરપ્લેક્સિટી (Perplexity)સાથે ભાગીદારી કરી છે.પેટીએમ કહે છે કે પરપ્લેક્સિટી સાથેની આ નવી ભાગીદારી ડિજિટલ સોલ્યુશન્સની વધતી માંગને પૂર્ણ કરવા માટે છે.

કંપનીના CEO એ શું કહ્યું?

હવે AI-આધારિત સહાય સીધી એપમાં ઉપલબ્ધ થશે. વપરાશકર્તાઓ તેમની સ્થાનિક ભાષામાં માહિતી મેળવી શકશે. આનાથી સુલભતા અને ડિજિટલ સાક્ષરતામાં પણ વધારો થશે. પેટીએમના સ્થાપક અને સીઈઓ વિજય શેખર શર્માએ જણાવ્યું હતું કે એઆઈ લોકોની માહિતી મેળવવાની અને નિર્ણય લેવાની રીત બદલી રહી છે. Perplexity સાથે અમે લાખો ભારતીય ગ્રાહકો સુધી AI ના ફીચર્સ સાથે લાવી રહ્યા છે.

આ પણ  વાંચો -Grok 3એ લોન્ચ કર્યું વોઇસ મોડ, આ AI ગુસ્સો પણ કરશે અને...!

Paytm ની દુનિયામાં ક્રાંતિ

AI આધારિત સુવિધાઓ વપરાશકર્તાઓને નાણાકીય આયોજન બજારના વલણો અને રોજિંદા નિર્ણયોમાં મદદ કરશે.તેનાથી ડિજિટલ સેવાઓ સાથે વપરાશકર્તાઓની ક્રિયાપ્રતિક્રિયા સરળ બનશે અને નાણાકીય જાગૃતિ વધશે તેવી અપેક્ષા છે.Perplexity ના CEO અને સહ-સ્થાપક અરવિંદ શ્રીનિવાસે આ સોદા પર ખુશી વ્યક્ત કરી અને કહ્યું કે તેઓPaytm સાથે ભાગીદારી કરવા માટે ઉત્સાહિત છે.ભારતની મોબાઇલ પેમેન્ટ ક્રાંતિમાં આ એક નવું પરિમાણ જોવા મળશે.

આ પણ  વાંચો -હવે તમને નકામા નોટિફિકેશનથી છૂટકારો મળશે, એપલ લાવ્યું આ નવું અપડેટ

ફાયદાકારક સાબિત થશે ?

અમારી AI-આધારિત શોધ ટેકનોલોજી લાખો લોકોને વાસ્તવિક સમય અને વિશ્વસનીય જવાબો મેળવવામાં મદદ કરશે. આ ભાગીદારી પેટીએમની સેવાને પ્રોત્સાહન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. કંપનીએ QR કોડ-આધારિત ચુકવણીઓ અને સાઉન્ડ બોક્સ ઉપકરણો રજૂ કરીને ચુકવણીની દુનિયામાં ક્રાંતિ લાવી છે. આવી સ્થિતિમાં, AI સુવિધાઓ ઉમેરવાથી કંપની માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. પરપ્લેક્ષિટી સાથે, અમે લાખો ભારતીય ગ્રાહકો સુધી AI ની શક્તિ લાવી રહ્યા છીએ.

Tags :
joins hands with this foreign companypaytm ai partnershippaytm partners with startup perplexityPaytm will be spiced up with AIsearch app
Next Article