AI યુગમાં ઈલેક્ટ્રીશિયનોનો દબદબો, રૂ.2.7 કરોડના પેકેજ સાથે જનરલ Z ની કમાલ
AI : આજના આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ના યુગમાં જોબ માર્કેટનું ચિત્ર સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. એક તરફ સોફ્ટવેર અને ટેક ક્ષેત્રમાં હજારો કર્મચારીઓએ નોકરી ગુમાવી છે, તો બીજી તરફ શારીરિક અને ટેકનિકલ કૌશલ્ય ધરાવતા યુવાનો માટે તકોના દ્વાર ખૂલ્યા છે. તાજેતરમાં સામે આવેલા અહેવાલો મુજબ, AI કંપનીઓ ડેટા સેન્ટર્સ બનાવવા માટે ઈલેક્ટ્રીશિયનોને કરોડો રૂપિયાના પેકેજ ઓફર કરી રહી છે, જે આજના યુવાનો માટે એક મોટો સંદેશ છે.
Advertisement
AI : 'ડર્ટી જોબ્સ' ટીવી શોના સંસ્થાપક માઈક રોના મતે, ટેક્સાસના ડેટા સેન્ટરોમાં કામ કરતા 30 વર્ષથી ઓછી ઉંમરના ઈલેક્ટ્રીશિયનો વાર્ષિક 2.3 થી 2.7 કરોડ રૂપિયા સુધીની કમાણી કરી રહ્યા છે.

