Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

AI Smart-Glasses બનાવનાર Meta સલવાયું, પ્રાઇવસી મુદ્દે દાવો દાખલ

AI Smart-Glasses Meta સામે પ્રાઇવસીનો મુદ્દો ભારે ચગ્યો છે, થોડા દિવસો પહેલા, કેન્યામાં કામ કરતા કેટલાક કર્મચારીઓએ દાવો કર્યો હતો કે, તેમણે લોકોને ખૂબ જ ખાનગી ક્ષણો દર્શાવતા વિડીયો જોયા છે, જે બાદ હવે બે શખ્સો દ્વારા કંપની વિરૂદ્ધ કોર્ટમાં દાવો માંડ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. કંપની દ્વારા કરવામાં આવેલા પ્રાઇવસીને ધ્યાને રાખીને આ દાવો માંડવામાં આવ્યો છે.
ai smart glasses બનાવનાર meta સલવાયું  પ્રાઇવસી મુદ્દે દાવો દાખલ
Advertisement
  • AI Smart-Glasses Meta સામે પ્રાઇવસીનો મુદ્દો ચગ્યો
  • કંપની સામે બે લોકો દ્વારા કોર્ટમાં દાવો દાખલ કરાયો
  • કંપની દ્વારા અપાયેલા વાયદાથી વિરૂદ્ધ કામ થતું હોવાનો આરોપ
  • તાજેતરમાં કોન્ટ્રાક્ટના કર્મીએ મોટો ઘડાકો કર્યો હતો

AI Smart-Glasses Meta : અમેરિકામાં મેટા વિરુદ્ધ એક કેસ દાખલ કરવામાં આવ્યો છે, જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, કંપનીના સ્માર્ટ ચશ્માથી રેકોર્ડ કરાયેલી યુઝર્સની વિડીયો ક્લિપ્સ બીજા કર્મચારીઓ દ્વારા જોવામાં આવી રહી હતી. આ વિડીયોમાં ઘણા લોકોની અત્યંત અંગત ક્ષણો પણ શામેલ હતી. આ સમાચાર સામે આવ્યા પછી, ઘણા યુઝર્સે કંપનીની ગોપનીયતા નીતિ પર સવાલ ઉઠાવ્યા છે.

AI Smart-Glasses Meta, ડેટા એનોનેટર સુધી ક્લિપ્સ પહોંચી

થોડા દિવસો પહેલા, કેન્યામાં કામ કરતા કેટલાક કર્મચારીઓએ દાવો કર્યો હતો કે, તેમણે લોકોને ખૂબ જ ખાનગી ક્ષણો દર્શાવતા વિડીયો જોયા છે. આ ક્લિપ્સ ટેક કોન્ટ્રાક્ટર સમાના કર્મચારીઓને મોકલવામાં આવી હતી. આ કર્મચારીઓ 'ડેટા એનોટેટર' (Data Annonator) તરીકે કામ કરે છે, અને તેમને વિડીયો જોવા અને લેબલ કરવા માટે ચૂકવણી કરવામાં આવે છે. આ કર્મચારીઓએ આ વિડીયોમાં ખૂબ જ ખાનગી ક્ષણો જોવાની જાણ કરી હતી.

Advertisement

Advertisement

આ પણ વાંચો --------- WhatsApp Plus હવે સુવિધાના નામે યુઝર્સ પાસેથી પૈસા ખંખેરશે !

AI Smart-Glasses Meta, Clarkson Law Firm કેસ લડશે

આ સમાચાર લોકો વચ્ચે આગની જેમ ફેલાઈ ગયા હતા, અને પછી 4 માર્ચે અમેરિકામાં મેટા વિરુદ્ધ કોર્ટમાં દાવો દાખલ કરવામાં આવ્યો છે. આ કેસ જીના બાર્ટન અને માટ્ટેઓ કાનુ નામના બે વ્યક્તિઓ દ્વારા દાખલ કરવામાં આવ્યો છે. Clarkson Law Firm તેમના વતી આ કેસ ચલાવી રહી છે. આ લો ફર્મે અગાઉ Apple, Google અને OpenAI સહિત ઘણી મોટી ટેક કંપનીઓ સામે મુકદ્દમા દાખલ કર્યા છે.

AI Smart-Glasses Meta, કંપની યુઝરને ગેરમાર્ગે દોરે છે

મુકદ્દમામાં આરોપ મૂકવામાં આવ્યો છે કે મેટા, તેના સ્માર્ટગ્લાસનો પ્રચાર કરતી વખતે, "ગોપનીયતા માટે રચાયેલું" અને "યુઝર-નિયંત્રિત" જેવા શબ્દોનો ઉપયોગ કરે છે, જાણે કે, યુઝર્સને ગેરમાર્ગે દોરવા માટે કે, તેમનો ડેટા સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે. ફરિયાદી કહે છે કે, આ દાવાઓથી યુઝર એવું માનતા થયા કે, તેમણે રેકોર્ડ કરેલો દરેક વિડિઓ સંપૂર્ણપણે ખાનગી રહેશે, પરંતુ એવું નથી. લોકોની ખાનગી ક્ષણો જાહેર થઈ રહી છે, જે ગોપનીયતાનું ગંભીર ઉલ્લંઘન છે.

શેર ન કરે ત્યાં સુધી કન્ટેન્ટ ડિવાઇસમાં રહે

જો કે, મેટાએ મુકદ્દમા પર સીધી ટિપ્પણી કરી નથી, કંપનીના પ્રવક્તા ક્રિસ્ટોફર સ્ગ્રોએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી યુઝર્સ તેમનો રેકોર્ડ કરેલો વીડિયો અથવા ફોટો મેટા અથવા અન્ય વ્યક્તિ સાથે શેર ન કરે, ત્યાં સુધી કન્ટેન્ટ ડિવાઇઝમાં જ રહે છે.

AI સુધારવાનો પ્રયાસ

કંપનીના જણાવ્યા અનુસાર, જો કોઈ યુઝર મેટાના AI સુવિધા સાથે કન્ટેન્ટ શેર કરે છે, તો તે ડેટા ક્યારેક ક્યારેક કોન્ટ્રાક્ટર કર્મચારીઓ દ્વારા જોઈ શકાય છે. આનો હેતુ AI સિસ્ટમને સુધારવા અને યુઝર્સના અનુભવને વધારવાનો છે. મેટા એ પણ જણાવે છે કે, તેમના દ્વારા લોકોની ગોપનીયતાને સુરક્ષિત રાખવા માટે ઘણા પગલાં લેવામાં આવે છે.

આ પણ વાંચો ------- Social Media Ban : બાળકોને ધ્યાને રાખીને વધુ એક દેશમાં સોશિયલ મીડિયા પર રોક

Tags :
Advertisement

.

×