Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Air conditioner price: ઉનાળામાં પરસેવામાં રેબઝેબ કરશે AC!, શિયાળામાં જ ભાવમાં ધરખમ વધારો

આગામી ઉનાળાની સિઝનમાં નવુ AC ખરીદવું મોંઘુ પડશે. હાલ એવી સ્થિતિ સર્જાઈ છે કે, જેના લીધે એસીના ભાવમાં વધારો થવાની પ્રબળ શક્યતા છે. જો તમે પણ ઉનાળાની ગરમીથી બચવા માટે એસીની ખરીદી કરવાનું વિચારતા હોવ, તો પહેલા વાંચી લેજો આ અહેવાલ....
air conditioner price  ઉનાળામાં પરસેવામાં રેબઝેબ કરશે ac   શિયાળામાં જ ભાવમાં ધરખમ વધારો
Advertisement
  • Air conditioner price: AC ખરીદવું પડશે મોંઘું!
  • નવા નિયમો અને ધાતુના ભાવ વધારો
  • ભાવમાં હજારો રૂપિયાનો વધારો થશે

Air conditioner price: હાલ તો શિયાળા (Winter) ની સિઝનમાં ઉનાળાનો કોઈ વિચાર નથી કરતું. પણ આ અહેવાલ વાંચ્યા પછી તમારી ચિંતા વધારો થશે. કારણ કે વાત જ ચિંતા ઉપજાવે તેવી છે. સામાન્ય રીતે ઉનાળાની આકરી ગરમીથી બચવા માટે લોકો એર કંડિશનર એટલે કે એસીનો ઉપયોગ કરતા હોય છે. દિવસભરની થાક માત્ર એસીની ઠંડી ઠંડી હવામાં જ ઉડી જતી હોય છે. પરંતુ આ વર્ષે એસીની ઠંડી હવા મોંઘી બનશે. કારણ કે એસીમાં ભાવમાં વધારો થવાની શક્યતા છે. એકબાજુ મધ્યમવર્ગીય પરિવારોને આમેય મોંઘવારી નડી રહી છે. તેમાય હવે એસી પણ મોંઘુ થશે.

Air conditioner price 01_GUJARAT_FIRST

Advertisement

વાત એમ છે કે, કોપર (Copper) અને એલ્યુમિનિયમ (Aluminum) ના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. જેના કારણે એસી કંપનીઓ માટે ઉત્પાદન ખર્ચમાં વધારો થઈ રહ્યો છે. કંપનીઓ નફા અને ખર્ચને પહોંચી વળવા માટે પ્રોડક્ટ્સની કિંમતોમાં વધારો કરી દેશે. વધુમાં આ વર્ષથી સ્ટાર રેટિંગ માટે નવા BEE નિયમોની જરૂર પડશે.

Advertisement

આ પણ વાંચો------- Geyser Alert: તમારા ઘરમાં લગાવેલું ગીઝર ખતરનાક તો નથી ને?, ના કરો આ ભૂલ

Air conditioner price: કેમ વધી રહી છે કિંમત?

કંપની પોતાનો નફો જાળવી રાખવા માટે MRP વધારી શકે છે. નિષ્ણાતોનું અનુમાન છે કે આગામી દિવસોમાં AC ના ભાવમાં 10% સુધીનો વધારો થઈ શકે છે. જોકે કંપનીએ હજુ સુધી સત્તાવાર રીતે ભાવ વધારાની જાહેરાત કરી નથી. હકીકતમાં, ત્રણ વર્ષમાં પહેલી વાર એલ્યુમિનિયમનો ભાવ પ્રતિ ટન 3 હજાર યુએસ ડોલરને વટાવી ગયો છે. તાંબાના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે. MCX પર તાંબાના ભાવ લગભગ 1 હજાર 300 પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચી ગયા છે.

Air conditioner price 02_GUJARAT_FIRST

Air conditioner price: AC પર ઘટ્યો છે GST

નોંધનીય છે કે, ગયા વર્ષે કેન્દ્રીય સરકારે AC પર GST દર 28% થી ઘટાડીને 18% કર્યો હતો. જેના પરિણામે AC ના ભાવમાં ઘટાડો થયો હતો. પરંતુ હવે નવા BEE સ્ટાર રેટિંગ Star rating અને એલ્યુમિનિયમ-તાંબાના ભાવમાં વધારો થયો છે. જેના લીધે આગામી દિવસોમાં એસીની કિંમતોમાં 10% સુધીનો વધારો થઈ શકે છે. એક અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે, જે એસી હાલ 30 હજારના ભાવે મળે છે. તેમાં 3 હજારના વધારા સાથે 33 હજાર કિંમત થઈ જશે.

આ પણ વાંચો------- Air India માં નેતૃત્વના બદલાવની અટકળો તેજ, જાણો મામલો ક્યાં પહોંચ્યો

આ પણ વાંચો-------Elon Musk: અમેરિકાની સ્ટ્રાઈક પછી એલોન મસ્કની જાહેરાત, વેનેઝુએલાને આપશે મફત સ્ટારલિંકની સેવા

Tags :
Advertisement

.

×