Airtelનુ નેટવર્ક ડાઉન, બ્રોડબેન્ડ અને મોબાઈલ સેવાઓ પર ભારે અસર, વપરાશકર્તાઓને પડી મુશ્કેલી
- Airtelનુ નેટવર્ક ડાઉન થયુ
- બ્રોડબેન્ડ અને મોબાઈલ બંને સેવાઓમાં મોટો વિક્ષેપ
- વપરાશકર્તાઓને કનેક્ટિવિટી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો
- સવારે 10:25 વાગ્યા સુધી 1,900 થી વધુ ફરિયાદો મળી
- યુઝર્સે કરી એરટેલનું નેટવર્ક ડાઉન હોવાની ફરિયાદ
એરટેલે 26 ડિસેમ્બરની સવારે તેની મોબાઇલ અને બ્રોડબેન્ડ સેવાઓમાં વ્યાપક આઉટેજનો સામનો કરવો પડ્યો, જેના કારણે હજારો વપરાશકર્તાઓને કનેક્ટિવિટી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો.
બ્રોડબેન્ડ અને મોબાઈલ બંને સેવાઓમાં મોટો વિક્ષેપ
ભારતની અગ્રણી ટેલિકોમ કંપની એરટેલે 26 ડિસેમ્બરની સવારે તેના લાખો વપરાશકર્તાઓને નેટવર્ક સમસ્યાઓનો સામનો કરવાની ફરજ પાડી હતી. ડાઉન ડિટેક્ટર મુજબ, સવારે 10:25 વાગ્યા સુધી 1,900 થી વધુ ફરિયાદો મળી હતી, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે બ્રોડબેન્ડ અને મોબાઈલ બંને સેવાઓમાં મોટો વિક્ષેપ આવ્યો છે. યુઝર્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એરટેલનું નેટવર્ક ડાઉન હોવાની ફરિયાદ કરી હતી.
આઉટેજથી લોકોના રોજિંદા જીવનને અસર
આ આઉટેજથી લોકોના રોજિંદા જીવનને અસર થઈ હતી કારણ કે ઘણા લોકો કામ ન કરી શક્યા, વીડિયો સ્ટ્રીમ ન કરી શક્યા અને મહત્વપૂર્ણ કૉલ પણ ન કરી શક્યા. જો કે, એરટેલે હજુ સુધી આ ખામીના કારણ અંગે કોઈ સત્તાવાર નિવેદન જારી નથી કર્યુ.
એરટેલ આ સમસ્યાને દૂર કરવા શું પગલાં લેશે?
આ સમસ્યા ત્યારે સામે આવી જ્યારે લોકો સવારે ઈન્ટરનેટનો ઉપયોગ કરતા હતા. આ આઉટેજના કારણે નોકરી કરતા લોકો અને વિદ્યાર્થીઓને વધુ અસર થઈ હતી. હવે જોવાનું એ રહે છે કે, એરટેલ ટૂંક સમયમાં આ સમસ્યાને દૂર કરવા માટે શું પગલાં લે છે, જેથી ભવિષ્યમાં આવી સમસ્યાઓ ઊભી ન થાય.
આ પણ વાંચો: INDIA: TRAIની મોટી રાહત, કરોડો મોબાઈલ યુઝર્સને થશે ફાયદો