Airtel યુઝર્સ માટે મહત્ત્વનાં સમાચાર, કંપનીએ લોન્ચ કર્યો નવો Recharge Plan, મળશે આ ખાસ સુવિધા!
- એરટેલે યુઝર્સ માટે લોન્ચ કર્યો નવો પ્લાન
- દરરોજ 2 GB ડેટા, 100 SMS ની સુવિધા મળશે
- Hotstar મોબાઈલનો એક્સેસ પણ આપવામાં આવશે
દેશની જાણીતી ટેલિકોમ કંપની Airtel તેનાં યુઝર્સ માટે નવો પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યો છે. આ નવા પ્લાનની કિંમત રૂ. 398 છે, જેમાં યુઝર્સની ડિજિટલ અને એન્ટરટેઈનમેન્ટ જરૂરિયાતોનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ નવા પ્લાનમાં લોકલ, STD અને રોમિંગ કૉલ્સની અમર્યાદિત ઍક્સેસની સુવિધા મળશે. ઉપરાંત, દરરોજ 2 GB ડેટા અને 100 SMS ની સુવિધા પણ મળશે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે.
આ પણ વાંચો - Nasa ની અવિશ્વનીય ખોજ! અંતરિક્ષ અકસ્માતનો કોયડો ઉકેલ્યો
નવા પ્લાનમાં Hotstar નું સબસ્ક્રિપ્શન પણ મળશે
વર્તમાન પ્લાનમાં 28 દિવસની વેલ્યુ એડેડ સર્વિસ મળે છે. આમાં 28 દિવસ માટે Hotstar મોબાઈલનો એક્સેસ પણ આપવામાં આવે છે. વપરાશકર્તાઓને પ્રીમિયમ મનોરંજન મળે છે, જેમાં લાઈવ સ્પોર્ટ્સ, બ્લોકબસ્ટર મૂવીઝ અને લોકપ્રિય વેબ સિરીઝનો સમાવેશ થાય છે. આ પ્લાન Airtel ની તમામ પ્રતિબદ્ધતાઓને પૂર્ણ કરે છે.
આ પણ વાંચો - Gaganyaan mission માટે ISRO એ CE20 નું કર્યું પરીક્ષણ, જાણો શું છે મહત્વ?
Airtel એપ દ્વારા કરી શકો છો રિચાર્જ
ગ્રાહકો આ પ્લાન માટે રિચાર્જ એરટેલ થેન્ક એપ પરથી કરી શકે છે. જો તમે આ પ્લાન ખરીદો છો, તો તેમાં ઉપલબ્ધ ફાયદા આજે જ એક્ટિવેટ થઈ જશે અને યુઝર્સને કોઈ સમસ્યાનો સામનો કરવો નહીં પડે. પરંતુ, આ પ્લાન ખરીદવા માટે એરટેલ નંબર હોવો જરૂરી છે. નોંધનીય છે કે, BSNL સિવાય, Jio, Airtel અને Vodafone-Idea એ આ વર્ષે તેમના રિચાર્જ પ્લાનની કિંમતોમાં વધારો કર્યો છે.
આ પણ વાંચો - નજીવી બાબત માટે YouTuber એ બાનાવ્યું એક અદ્યતન શહેર, જાણો કારણ