Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

AI ના કારણે ખતમ થશે આ બધી નોકરીઓ, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

ફોરમે 2025 માટેના તેના જોબ રિપોર્ટમાં અંદાજ લગાવ્યો છે કે નજીકના ભવિષ્યમાં AI 22 ટકા નોકરીઓને અસર કરશે. કેટલીક નોકરીઓ બજારમાંથી સંપૂર્ણપણે ખતમ થઈ જશે.
ai ના કારણે ખતમ થશે આ બધી નોકરીઓ  રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
Advertisement
  • નજીકના ભવિષ્યમાં AI 22 ટકા નોકરીઓને અસર કરશે
  • કેટલીક નોકરીઓ બજારમાંથી સંપૂર્ણપણે ખતમ થઈ જશે
  • AI ના આગમન સાથે નવી નોકરીઓનું પણ સર્જન થશે

Artificial Intelligence: વિશ્વમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો વ્યાપ વધી રહ્યો છે. તે માનવ કાર્યને સરળ બનાવવા ઉપરાંત, તેને વધુ સારું પણ બનાવી રહ્યું છે. આ એક એવુ ટુલ છે, જે મશીનોને માનવ જેવી ક્ષમતાઓ આપે છે. આના કારણે, વિશ્વભરના ઘણા ઉદ્યોગોમાં ધીમે ધીમે પરિવર્તન આવી રહ્યું છે. ઘણા લોકો ચિંતિત છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી તેમની નોકરીઓ પર કેવી અસર પડશે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF) એ તાજેતરમાં એક અભ્યાસ હાથ ધર્યો હતો, જેમાં જાણવા મળ્યું હતું કે 2030 સુધીમાં AI નો રોજગાર પર મોટો પ્રભાવ પડી શકે છે.

AI ના આગમન સાથે નવી નોકરીઓનું પણ સર્જન થશે

ફોરમે 2025 માટેના તેના જોબ રિપોર્ટમાં અંદાજ લગાવ્યો છે કે, નજીકના ભવિષ્યમાં AI 22 ટકા નોકરીઓને અસર કરશે. કેટલીક નોકરીઓ બજારમાંથી સંપૂર્ણપણે અદૃશ્ય થઈ જશે. જોકે, કેટલીક નવી નોકરીઓનું પણ સર્જન થશે. આ રિપોર્ટમાં AI ને કારણે નોકરીઓ ગુમાવવાની વાત કરવામાં આવી છે, તો બીજી તરફ એમ પણ કહેવામાં આવ્યું છે કે, AI ને કારણે લગભગ 78 મિલિયન નવી નોકરીઓનું સર્જન થશે. જે હાલની 92 મિલિયન નોકરીઓને બદલે 170 મિલિયન નવી જગ્યાઓનું સર્જન કરીને રોજગાર બજારને સંતુલિત કરશે.

Advertisement

આ પણ વાંચો :  Google માં આવી રહ્યું છે આ નવું ફીચર્સ, તમને રોજ સવારે 5 મિનિટ સંભળાવશે..

Advertisement

આ નોકરીઓ છે જોખમમાં

કેશિયર, ટિકિટ ક્લાર્ક અને વહીવટી સહાયકો જેવા કારકુની અને સચિવાલયના પદો જોખમમાં છે. મેન્યુઅલ કાર્યો પર આધારિત આ નોકરીઓનું સ્થાન AI, રોબોટિક પ્રોસેસ ઓટોમેશન (RPA) અને સ્વ-સેવા સિસ્ટમ્સ દ્વારા લેવામાં આવશે. તેવી જ રીતે, ડિજિટલ ટેકનોલોજીના કારણે પોસ્ટલ ક્લાર્ક, બેંક ટેલર અને ડેટા એન્ટ્રી ઓપરેટર જેવી જગ્યાઓ પણ ઘટી રહી છે.

આમાં કામની તકો વધશે

જોકે, ગભરાવાની જરૂર નથી કારણ કે ડિલિવરી સેવા, બાંધકામ, ખેતી, ફૂડ પ્રોસેસિંગ જેવા ઘણા ક્ષેત્રો છે, જ્યાં માનવ દેખરેખ અને સમજણ વિના કામ થઈ શકતું નથી. આવી સ્થિતિમાં, આ ક્ષેત્રોમાં વધુ રોજગારીની તકો સર્જાવાની પણ અપેક્ષા છે. કેટલાક કામ એવા હોય છે જેમાં સર્જનાત્મકતા, સમસ્યાનું નિરાકરણ, પરિસ્થિતિમાં પોતાને અનુકૂલન કરવા જેવી બાબતોની જરૂર પડે છે અને મશીનો ક્યારેય આ કામો કરી શકતા નથી.

AI મનુષ્યોનું સ્થાન લઈ શકે નહીં

તેવી જ રીતે, શિક્ષકો, નર્સો, કાઉન્સેલર્સ, સામાજિક કાર્યકરો જેવા ઘણા કામો છે જ્યાં AI કામ કરશે નહીં કારણ કે આ એવા કામો છે, જેમાં સહનશીલતા, સહાનુભૂતિ વગેરે જેવા માનવીય ગુણોની જરૂર હોય છે, જે મશીનો કરી શકતા નથી.

આ પણ વાંચો : Amazon એ લોન્ચ કરી Alexa ઇનેબ્લડ સ્માર્ટ એલાર્મ ઘડિયાળ Echo Spot, જાણો અદ્ભુત ફીચર્સ અને કિંમત

Tags :
Advertisement

.

×