Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Amazon એ લોન્ચ કરી Alexa ઇનેબ્લડ સ્માર્ટ એલાર્મ ઘડિયાળ Echo Spot, જાણો અદ્ભુત ફીચર્સ અને કિંમત

ઉપરાંત, તેમાં ડાયરેક્શનલ સ્પીકર સાઉન્ડ આપવામાં આવ્યો છે.
amazon એ લોન્ચ કરી alexa ઇનેબ્લડ સ્માર્ટ એલાર્મ ઘડિયાળ echo spot  જાણો અદ્ભુત ફીચર્સ અને કિંમત
Advertisement
  1. Amazon એ ભારતમાં Smart Alarm Clock Echo Spot નું લોન્ચિંગ કર્યું
  2. કલોક ફેસ કલર ડિસ્પ્લે ઓપશન, 4 નવા એલાર્મ વોઇસ, કસ્ટમાઇઝેબલ ડિસ્પ્લે સહિતની સુવિધા મળશે
  3. યુઝર્સ હવામાન, સમય અને ગીતનાં શીર્ષક પણ જોઈ શકશે

Amazon એ ભારતમાં તેની નવી ઇકો સ્પોટ (Echo Spot) સ્માર્ટ એલાર્મ ઘડિયાળનું લોન્ચિંગ કર્યું છે. આ એક Alexa ઇનેબલ્ડ ક્લોક છે. Echo Spot એક આકર્ષક અને નવી સ્માર્ટ એલાર્મ ઘડિયાળ છે જે અનેક કસ્ટમ ડિઝાઇનમાં આવે છે. ક્લોક ફેસ કલર ડિસ્પ્લે ઓપશન, 4 નવા એલાર્મ વોઇસ, કસ્ટમાઇઝેબલ ડિસ્પ્લે, તેમ જ એલાર્મ સેટ કરવાની સુવિધા પણ ઉપલબ્ધ હશે. ઉપરાંત, તેમાં ડાયરેક્શનલ સ્પીકર સાઉન્ડ આપવામાં આવ્યો છે. તેનો નાઇટ મોડ વિકલ્પ યુઝર્સને સૂતી વખતે પણ સ્ક્રીન પર સરળતાથી સમય બતાવે છે. યુઝર્સ હવામાન, સમય અને ગીતનાં શીર્ષક પણ જોઈ શકશે

Echo Spot માં 2.83 ઇંચ ડિસ્પ્લે મળશે

Echo Spot 8 કસ્ટમ ડિઝાઇન કરેલા ક્લોક ફેસ સાથે આવે છે. આ સાથે, નવા વિઝ્યુઅલ એનિમેશન અને અદ્ભુત રંગ ઉપલબ્ધ છે. ઇકો સ્પોટમાં 2.83 ઇંચનો ટચ સ્ક્રીન ડિસ્પ્લે છે. આ ડિસ્પ્લે 6 અલગ-અલગ થીમ્સ સાથે આવે છે જેમ કે વાયોલેટ, ઓરેન્જ, લાઇમ, મેજેન્ટા, ટીલ અને બ્લુ.

Advertisement

આ પણ વાંચો - આ બ્રાન્ડ ભારતમાં એક કે બે નહીં પરંતુ 14 મોટરસાયકલ લોન્ચ કરશે, જાણો વિગતે

Advertisement

1.73 ઇંચનું ફ્રન્ટ ફાયરિંગ સ્પીકર મળશે

ઇકો સ્પોટમાં યુઝર્સને ઉત્તમ અવાજનો અનુભવ મળશે. કારણ કે તેમાં 1.73-ઇંચનું ફ્રન્ટ-ફાયરિંગ સ્પીકર છે જે સ્પષ્ટ અવાજ સાથે ઊંડો બેસ આપે છે. યુઝર્સ Alexa થકી એમેઝોન મ્યુઝિક, એપલ મ્યુઝિક, Spotify અને Jio Saavn જેવા પ્લેટફોર્મ પરથી સંગીત, પોડકાસ્ટ અને ઑડિઓબુક્સ વગાડી શકે છે.

કંપેટિબલ સ્માર્ટ હોમ પ્રોડેક્ટની સુવિધા

જ્યારે Echo Spot ની કલર સ્ક્રીન પર સંગીત વાગતું હોય, ત્યારે તમે ગીતનું શીર્ષક પણ જોઈ શકશો. ઇકો સ્પોટમાં સુસંગત સ્માર્ટ હોમ પ્રોડક્ટ્સ છે, જે તમને તમારા ઘરમાં રહેલા બહુવિધ સ્માર્ટ ડિવાઇસને Alexa સાથે કનેક્ટ કરવાની મંજૂરી આપે છે. તમે ઇકો સ્પોટનાં બિલ્ટ-ઇન અલ્ટ્રાસાઉન્ડ મોશન ડિટેક્શનનો ઉપયોગ કરીને સ્માર્ટ હોમ રૂટિન પણ બનાવી શકો છો જે રૂમમાં પ્રવેશ કરતી વખતે એલેક્સા-સુસંગત લાઇટ્સ ચાલુ કરશે અથવા સંગીત વગાડશે.

આ પણ વાંચો - Maruti ની આ SUV પર મળી રહ્યું છે 2 લાખ રૂપિયા જેટલું બમ્પર ડિસ્કાઉન્ટ!

હોમ અપ્લાયંસેઝને નિયંત્રિત કરી શકાશે

યુઝર્સ Echo Spot થકી Alexa ને વોઇસ કમાન્ડ આપીને હવામાનની માહિતી મેળવી શકશે. ઉપરાંત, કેલેન્ડર જોવાનો વિકલ્પ અને Alexa સુસંગત સ્માર્ટ લાઇટ્સ અને ઘરનાં ઉપકરણોને નિયંત્રિત કરી શકાશે. આ ઘડિયાળ યુઝર્સને સવારે મનપસંદ ગીતો સાથે જાગવાની સુવિધા પણ આપે છે. તેની સુંદર ડિઝાઇન, રંગો અને કસ્ટમાઇઝ કરી શકાય તેવા ડિસ્પ્લે સાથે, એક ઉત્તમ અનુભવ આપે છે.

કિંમત અને ઉપલબ્ધતા

Echo Spot ઘડિયાળ બે રંગનાં વિકલ્પ કાળા અને વાદળીમાં રજૂ કરવામાં આવી છે. યુઝર્સ તેને Amazon, Blinkit અને Croma નાં ઓનલાઈન અને ઓફલાઈન સ્ટોર્સ પરથી ખરીદી શકે છે. તેની કિંમત અંદાજે 8,999 રૂપિયા છે.

આ પણ વાંચો - એમેઝોન પછી, ફ્લિપકાર્ટે કરી રિપબ્લિક ડેઝ સેલની જાહેરાત, જાણો વેચાણની કેટલીક શ્રેષ્ઠ સ્માર્ટફોન ડીલ્સ

Tags :
Advertisement

.

×