Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Instagram Reels ની મજા હવે TV પર માણી શકાશે, જાણો નવી અપડેટ

મેટાના ઇન્સ્ટાગ્રામની રિલ્સને યુટ્યુબ શોર્ટસ જોરદાર ટક્કર આવી રહ્યું છે. યુટ્યુબ હાલના દિવસોમાં સ્ટ્રીમીંગમાં પહેલા નંબરે પહોંચ્યું છે. જેને પગલે ચિંતાતુર બનેલા મેટાએ એમેઝોન સાથે મળીને મોટી જાહેરાત કરી છે. જેમાં ચુનિંદા ટીવી પર ઇન્સ્ટાગ્રામ રીલ્સ જોઇ શકાશે. સ્માર્ટ ફોનની જગ્યાએ ટીવી પર રીલ્સ જોવાના કારણે યુઝર્સના એકસપીરીયન્સમાં વધારો કરવાનો દાવો કરવામાં આવ્યો છે.
instagram reels ની મજા હવે tv પર માણી શકાશે  જાણો નવી અપડેટ
Advertisement
  • ઇન્સ્ટાગ્રામે, એમેઝોન સાથે હાથ મિલાવ્યા
  • રીલ્સને હવે ટીવી પર જોઇ શકાશે
  • યુટ્યુબને ટક્કર આપવા માટે મોટું પગલું ભર્યું હોવાનું અનુમાન

Instagram Reels On Amazon Fire TV : Amazon અને Meta એ તાજેતરમાં નવી ભાગીદારીની જાહેરાત કરી છે. આ નવી ભાગીદારીના ભાગ રૂપે, ટીવી માટે એક નવી ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. આ નવી એપ્લિકેશન યુઝર્સને મોટી સ્ક્રીન પર રીલ્સ શેર કરવાની, અને જોવાની સુવિધા આપશે. કંપનીએ જણાવ્યું કે, નવી એપ્લિકેશન હવે નક્કી કરેલા Amazon Fire TV ઉપકરણો માટે ઉપલબ્ધ છે, અને એમેઝોન એપસ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે. એપ્લિકેશન એકથી વધુ એકાઉન્ટ્સને સપોર્ટ કરે છે. વપરાશકર્તાઓ તેમની પસંદગીના આધારે ટૂંકા ગાળાના વિડિઓઝ જોઈ શકે છે, તેમને શેર કરી શકે છે, અને તેમને લાઇક કરી શકે છે. એપ્લિકેશન યુઝર્સને અન્યને શોધવાની સુવિધા પણ આપે છે.

Tags :
Advertisement

.

×