Apple ના નવા CFO બન્યા કેવન પારેખ, વર્ષે આટલો કરોડ કમાશે, જાણો
- ગયા વર્ષે ઓગસ્ટમાં આ પદ પર નિયુક્ત કરવામાં આવ્યા
- Kevan Parekh એ 2013 માં Apple Inc. માં જોડાયા
- વિશ્વભરમાં કંપનીની નાણાકીય સહાયની દેખરેખ પણ કરી
Apple CFO Kevan Parekh : iPhone મેન્યુફેક્ચરિંગ કંપની Apple એ ભારતીય મૂળના Kevan Parekh ને નવી મોટી જવાબદારી સોંપી છે. કંપનીએ તેમને નવા મુખ્ય નાણાકીય અધિકારી (CFO) તરીકે નિયુક્ત કર્યા છે. Kevan Parekh એ 1 જાન્યુઆરી, 2025 ના રોજ Apple માં તેમના કાર્યકાળની શરૂઆત કરી હતી. 11 વર્ષ પછી લુકા મેસ્ત્રીની જગ્યાએ Kevan Parekh ને આ જવાબદારી નિભાવનાર ભારતીય મૂળના પ્રથમ અમેરિકન બન્યા છે.
ગયા વર્ષે ઓગસ્ટમાં આ પદ પર નિયુક્ત કરવામાં આવ્યા
આ પહેલા Apple ના ફાઈનાન્સિયલ પ્લાનિંગ અને એનાલિસિસના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે સેવા આપતા, Kevan Parekh એ માર્કેટ રિસર્ચથી લઈને નાણાકીય આયોજન અને રોકાણકારોના સંબંધો સુધીની દરેક બાબતોની દેખરેખ રાખી હતી. Kevan Parekh ને આ નવી જવાબદારી માટે $1 મિલિયન (અંદાજે રૂ. 8.57 કરોડ) નો વાર્ષિક પગાર મળવાની અપેક્ષા છે. Kevan Parekh ને ગયા વર્ષે ઓગસ્ટમાં આ પદ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: Elon Musk એ અબજોનું દાન કરીને વિશ્વના સૌથી મોટા બન્યા દાનવીર
Kevan Parekh is Apple’s new CFO
As a result, his annual salary was increased to $1 million pic.twitter.com/USBMub2qac
— Anthony (@TheGalox_) January 5, 2025
Kevan Parekh એ 2013 માં Apple Inc. માં જોડાયા
Apple ના સીઈઓ ટિમ કુકે કંપની દ્વારા જારી કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, માત્ર Apple ની Finance Leadership ટીમના મહત્વના સભ્ય રહ્યા છે. પરંતુ તે કંપનીને સારી રીતે સમજે છે. તેમની બુદ્ધિમત્તા, વ્યૂહાત્મક નિર્ણયો અને Finance સંબંધિત કામને સારી રીતે હેન્ડલ કરવાની તેમની ક્ષમતાને જોતાં તેઓ આ પોસ્ટ માટે યોગ્ય પસંદગી છે. Kevan Parekh એ 2013 માં Apple Inc. માં જોડાયા હતા.
વિશ્વભરમાં કંપનીની નાણાકીય સહાયની દેખરેખ પણ કરી
તેઓ જ્યારે Apple Inc. માં Apple ના ફાઈનાન્શિયલ પ્લાનિંગ અને એનાલિસિસના વાઇસ પ્રેસિડેન્ટ હતા. ત્યારે Kevan Parekh એ વિશ્વભરમાં કંપનીની નાણાકીય સહાયની દેખરેખ પણ કરી હતી. આ સમયગાળા દરમિયાન Kevan Parekh એ એન્જિનિયરિંગ, આઇટ્યુન્સ, માર્કેટિંગ, રિટેલ અને વેચાણ સહિતના ઘણા જુદા જુદા વિભાગોમાં યોગદાન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
આ પણ વાંચો: Reliance Jio : 2GB દૈનિક ડેટા સાથેનાં આ પ્રીપેડ પ્લાનની કિંમત રૂ. 200 થી પણ ઓછી! ફાયદા જબરદસ્ત!