Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Apple Cyber ​​attack: એપલના ચીની સપ્લાય પાર્ટનર પર મોટો સાયબર હુમલો, લીક થયો ડેટા?

હેકર્સે એપલના ચીની સપ્લાય પાર્ટનર પર સાયબર હુમલો કર્યો છે. કોઈ ગુપ્ત ડેટા લીક થયો છે કે કેમ તે જાણવા માટે તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. અગાઉ પણ એપલની સપ્લાય ચેઇનને નિશાન બનાવવામાં આવી હતી.
apple cyber ​​attack  એપલના ચીની સપ્લાય પાર્ટનર પર મોટો સાયબર હુમલો  લીક થયો ડેટા
Advertisement
  • Apple Cyber ​​attack: હેકર્સનો મોટો એટેક
  • ચીની સપ્લાય કંપની પર મોટો સાબયર હુમલો
  • ડેટા લીક થયાની આશંકાએ તપાસનો ધમધમાટ

Apple Cyber ​​attack: એપલ સાથે જોડાયેલી એક ચીની કંપની (Chinese company) પર મોટો સાયબર હુમલો થયો છે. આ કંપની આઇફોન જેવા એપલ ઉત્પાદનમાં મદદ કરે છે. પ્રાપ્ત માહિતીનુસાર, સાયબર એટેકમાં ખાનગી પ્રોડક્શન લાઈન (Private production line) માહિતી અને ડેટા પણ લીક થયો હોવાની આશંકા છે. આપને જણાવી દઈએ કે, કંપનીનું નામ જાહેર કરવામાં નથી આવ્યું. પરંતુ તે એપલના મુખ્ય ભાગીદારોમાંથી એક હોઈ શકે છે. જેમ કે ફોક્સકોન (Foxconn), પેગાટ્રોન (Pegatron) અથવા વિસ્ટ્રોન (Wistron). આ સાયબર એટેક એપલની વિશાળ સપ્લાય ચેઇનને સંકટમાં મૂકી શકે છે.

Apple Cyber ​​​​attack 03_GUJARAT_FIRST

Advertisement

Apple Cyber ​​attack: તપાસનો ધમધમાટ

આ ઘટનામાં સંપૂર્ણ વિગતો હજુ સુધી બહાર પાડવામાં નથી આવી. પરંતુ આશંકા એવી છે કે, આમાં નવા ઉત્પાદનો અથવા ઉત્પાદન પદ્ધતિઓની વિગતો શામેલ હોઈ શકે છે. કંપની સહિત એપલમાં પણ ચિંતા વ્યાપી છે. જો કે, રાહતની વાત એ છે કે, હજુ સુધી કોઈ ચિંતા જેવી વાત સામે નથી આવી.

Advertisement

કંપનીએ કરી તાત્કાલિક કાર્યવાહી

સૂત્રોની જાણકારી મુજબ, સાયબર હુમલો કરનાર હેકર્સ (Hackers) ને અટકાવવા માટે તમામ કાર્યવાહી કરવામાં આવી છે. તપાસ ચાલી રહી છે કે, કોઈ ડેટા હેક (Data hack) થયો છે કે, ઉત્પાદનને પ્રભાવિત કરવામાં આવ્યું છે. એપલ જેવી મોટી કંપનીઓ પણ આવા કિસ્સાઓમાં પોતાની તપાસ કરે છે, નુકસાનની હદ અને સપ્લાયર્સે (Suppliers) તેમની સુરક્ષા કેટલી હદ સુધી મજબૂત બનાવી છે તેની તપાસ કરવામાં આવે છે.

આ પણ વાંચો--- Rashmika-Vijay wedding: નવા વર્ષમાં ઘરસંસાર માંડશે રશ્મિકા મંદાના-વિજય દેવરકોંડા , નક્કી થઈ ગઈ લગ્નની તારીખ

કેવું છે એપલ (Apple) નું વલણ?

એપલ સામાન્ય રીતે આવા હુમલાઓ પછી ઉત્પાદન યોજનાઓમાં તાત્કાલિક ફેરફાર કરતું નથી. સપ્લાય ચેઇન ખૂબ જ જટિલ છે. જેના કારણે તેને બદલવું મુશ્કેલ બને છે. મોટાભાગના કિસ્સાઓમાં, એપલ સપ્લાયર્સને તેમની સાયબર સુરક્ષા સુધારવા અને નિયંત્રણો કડક બનાવવા કહે છે. આ પુરવઠા સ્થિરતા સુનિશ્ચિત કરે છે. અને સુરક્ષામાં વધારો કરે છે. આ વખતે પણ એપલ આ જ પગલા અનુસરે તેવી સંભાવના છે.

Apple Cyber ​​​​attack 02_GUJARAT_FIRST

એપલની સપ્લાય ચેઇન પર હુમલો કેમ?

એપલની સપ્લાય ચેઇન હેકર્સ માટે એક મુખ્ય લક્ષ્ય છે. કારણ કે તે નવા ઉત્પાદનો વિશે માહિતી પ્રદાન કરી શકે છે. હુમલો ઉત્પાદન બંધ કરી શકે છે. અને ખંડણી માંગી શકે છે. સિસ્ટમમાં ઇન્જેક્ટ (Inject) કરાયેલા વાયરસ (Virus) થી ફેક્ટરી બંધ કરવાની સુધીની ફરજ પડી શકે છે. જેનાથી એપલ ઉત્પાદનોનો પુરવઠો અટકી શકે છે. ભૂતકાળમાં આવી જ ઘટનાઓ બની છે. જેમ કે 2018 માં TSMC પર વાયરસનો હુમલો, જેના કારણે એપલની ચિપ ઉત્પાદન (Chip production) લાઇન બંધ થઈ ગઈ હતી.

અગાઉ પણ સપ્લાય ચેઇન પર થયો હતો એટેક

2012 માં, એક હેકિંગ જૂથે ફોક્સકોન પર હુમલો કર્યો હતો. જેમાં વિક્રેતાઓના યુઝરનેમ (Username) અને પાસવર્ડ લીક (Password leak) થયા હતા. આનાથી કોઈપણ સ્કેમ (Scam) થઈ શકતો હતો. આવા હુમલાઓ દર્શાવે છે કે, એપલની સપ્લાય ચેઇન કેટલી સંવેદનશીલ છે. એપલે સમય જતાં તેની સુરક્ષાને મજબૂત બનાવી છે. સપ્લાયર્સને હવે કડક સુરક્ષા નિયમોનું પાલન કરવાની જરૂર છે.

આ પણ વાંચો---જુદા-જુદા નથી હોતા ફિંગરપ્રિન્ટ્સ, AI એ જુની માન્યતા તોડી હવે બદલાશે ક્રાઇમ ઇન્વેસ્ટિગેશનની રીત?

આ પણ વાંચો---Most Centuries in 2025 : કોણે ફટકારી સૌથી વધુ સદી? આ છે ભારતના ટોપ બેટ્સમેનો

Tags :
Advertisement

.

×